આજે તમને આપણા શરીરને મજબૂત બનાવી રાખે તેવી એક વસ્તુ વિષે જણાવીશું. આ વસ્તુનું સેવન શિયાળામાં ખુબજ ફાયદાકારક છે. આ વસ્તુ આપણા દરેક ના રસોડામાં મળી આવે છે. આ વસ્તુને આપણે ચા, મીઠાઈ, બ્રેડ, ભાત અને અન્ય ઘણી વાનગીઓમાં ઉમેરીએ છીએ. પરંતુ આ વસ્તુને પાણીંમાં નાખીને પીવાના ફાયદાઓ વિષે આજે જણાવીશું.
આ વસ્તુની તાસીર ગરમ હોય છે, પરંતુ તેને પાણીમાં નાખીને પીવાથી તેના ઘણા બઘા ફાયદા થાય છે, આ દેશી વસ્તુનું નામ દેશી ગોળ છે. જી હા દેશી ગોળ ખવામાં ખુબ જ મીઠો હોય છે જે ખાવાથી મોટાભાગની બીમારી દૂર થાય છે. દેશી ગોળ કેલ્શિયમ, ઝીંક, ફોસ્ફરસ અને કોપર જેવા વિટામિન્સ અને ખનિજોથી પણ ભરપૂર છે.
ગોળના પાણીના ફાયદા: હાડકાં માટે ફાયદાકારક: ગોળ હાડકાંની મજબૂતી માટે ખૂબ જ ફાયદાકારક છે. જે લોકોને સાંધાનો દુ:ખાવો હોય છે તેમના માટે ગોળ રાહતરૂપ બની શકે છે. આ પીણું પીવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થાય છે જેથી હાડકા મજબૂત રહે છે જેથી સાંઘાના દુખાવા, કમરના દુખાવા, ઢીંચણના દુખાવા, સ્નાયુના દુખાવા દૂર તઘય છે અને માંશપેશીઓને મજબૂત બનાવે છે.
આ ઉપરાંત તેમાં પોટેશિયમ અને સોડિયમનું પ્રમાણ હોય છે, તેથી ગરમ પાણીમાં ગોળ ભેળવીને પીવાથી શરીરમાં બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ મળે છે. તે સંધિવા જેવા હાડકાના રોગોથી રાહત આપવા અને શરીરને આરામ આપવા માટે ઉત્તમ છે.
પેટને સાફ કરે: જે લોકોને ખાંડ ખાવાની સખત મનાઈ છે જે લોકો સપ્રમાણમાં ગોળનું સેવન કરી શકે છે. દેશી ગોળની તાસીર ગરમ હોય છે માટે જયારે શરદી થાય ત્યારે દેશી ગોળની ચા બનાવીને પીવાથી શરદીમાં રાહત મેળવી શકાય છે. આ સિવાય તે પેટને સાફ રાખવાનું કામ પણ કરે છે.
લોહી માટે : આજકાલ મોટાભાગના લોકો બહાર ખાવાના શોખીન થઇ ગયા છે, જેના કારણે લોહીમાં અશુદ્ધિઓ રહેવાથી ઘણા બઘા રોગોનો સામનો કરવો પડતો હોય છે. આ માટે રોજે સવારે ગોળવાળું પાણી પીવું જોઈએ જેથી લોહી માં રહેલ અશુદ્ધિઓ દૂર થાય અને લોહી સાફ અને ચોખ્ખું રહેશે.
આયર્નની ઉણપ દૂર થશે : જે લોકોનું હિમોગ્લોબિન ઓછું હોય તેઓ ગરમ પાણીમાં ગોળ નાખીને પી શકે છે. તે આયર્ન અને ફોલેટથી ભરપૂર છે જે ખાતરી કરે છે કે શરીરમાં આરબીસી કાઉન્ટ બની રહે.
શરીરને ડિટોક્સ કરે : ગોળ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તે શરીરને ડિટોક્સિફાય કરે છે, લોહીને શુદ્ધ કરે છે, લીવરને સાફ કરે છે. ગરમ પાણીમાં ગોળ નાખી પીવાથી ત્વચા પણ ચમકદાર બનશે. આ સિવાય શરીરમાંથી ખરાબ ટોક્સિન્સ પણ બહાર નીકળી જાય છે.
ઇલેક્ટ્રોલાઇટ સંતુલન : ગોળ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં મદદ કરે છે. આ પાણીની જાળવણી ઘટે છે અને તમારું વધારાનું વજન ઘટે છે. અઠવાડિયામાં બે વખત ગોળ સાથે ગરમ પાણી મર્યાદિત કરો.
રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર : ગોળ મેગ્નેશિયમ, વિટામિન B1, B6 અને Cનો સારો સ્ત્રોત છે. તે એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સથી ભરપૂર છે. દરરોજ સવારે આનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
ગોળનું પાણી કેવી રીતે બનાવવું : એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરો અને તેમાં ગોળનો 1 ઈંચનો ટુકડો ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. જ્યારે તે સારી રીતે ઓગળી જાય અને થોડું ઠંડુ થાય, પછી તેને પી લો. તમે ગોળને પણ પીસી શકો છો અને તેને એક ગ્લાસ ગરમ પાણીમાં સીધું મિક્સ કરી શકો છો.
નોંધ: જો તમને કોઈ બીમારી કે સમસ્યા હોય તો નિષ્ણાતની સલાહ લઈને સેવન કરો. આ સાથે જ અઠવાડીયામાં બ વાર જ આ વસ્તુનું સેવન કરવું. વધુ પડતું સેવન નુકશાનકારક સાબિત થઇ શકે છે.