આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

મિત્રો આપણા શરીરના દરેક અંગો ખૂબ જ ઉપયોગી છે એમાંની સૌથી ઉપયોગી અંગ એટલે આપણે કે જે વસ્તુથી બધું જોઈ શકીએ છીએ તે વસ્તુ એટલે આપણી આંખ. જો આપણી આંખ ન હોય તો આપણું જીવન અંધકાળ થઇ જાય છે અથવા જો આપણી હોય પરંતુ જો સ્વસ્થ્ય ન હોય તો આપણને કોઈ વસ્તુ બરાબર દેખાઈ શકતી નથી.

આજની ભાગદોડ ભરી જીંદગીમાં નાનાથી લઈને મોટી ઉંમરના દરેક લોકોમાં આંખની સમસ્યા જોવા મળે છે. આજના સમયમાં ઘણા લોકો આખો દિવસ ટીવી અને મોબાઈલમાં વ્યસ્ત હોય છે જે લાંબા સમયે આંખને નુકશાન પહોંચાડે છે. ઘણા લોકો પોતાના નાના નાના બાળકોને મોબાઈલ આપી દેતા હોય છે પરંતુ તમારે થોડી વિચારવું જોઈએ કે તમે તમારા હાથે જ તમારા બાળકને નુકશાન પહોંચાડો છો.

આજના સમયમાં ઘણા લોકોને ચશ્મા આવી ગયા હોય છે. ચશ્મા દૂર કરવાના ઘણા બધા ઉપાયો છે પરંતુ અહીંયા તમને એક ઉપાય જણાવીશું જે ઉપાય તમને આંખના ચશ્માથી દૂર રાખશે. આ ઉપાય દરેક લોકો કરી શકે છે જેને ચશ્મા છે અને જેને ચશ્મા નથી.

આ ઉપાય દરેક લોકો માટે ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો જાણીએ આ ઉપચાર વિષે. આ ઉપચાર માટે સવારે ઉઠીને બ્રશ કર્યા પહેલા તમારે મોમાં પાણી ભરી અને મોમાં પાણીને ફેરવવાનું છે. ત્યારબાદ આ પાણીને તમારે હાથમાં લઈને મોઢા પર ઝાલક મારવાની છે. બંને હાથમાં પાણી લઇ પાંચ પાંચ વખત ઝાલક મારવાની છે.

હવે ઝાલક મારવાથી ફાયદો શું થાય છે તે વિષે તમને જણાવીએ. તમને જણાવીએ કે આપણા મોંની લાળ છે એ દુનિયાની સૌથી બેસ્ટ ઔષધિ તરીકે ઉપયોગમાં આવે છે. જો તમે સવારે નરણાં કાંઠે ઉઠીને એક ગ્લાસ પાણી પીવો છો તો પણ તમને ખુબજ ફાયદો થાય છે.

સવારે નરણાં કાંઠે પાણી પીવાથી શરીરમાંથી બધો કચરો મળ દ્વારા બહાર નીકળી જાય છે. મોમાં ફેરવેલું પાણી મોઢા પર છાંટવાથી આંખમાં રહેલો કચરો દૂર થાય છે, ધીરે ધીરે આંખના નંબર હોય તો ફાયદો થાય છે.

દિવસ દરમિયાન આંખમાં જે કચરો ભરાયો છે તે બધો કચરો દૂર થઇ જશે અને આંખમાં ઓછું દેખાતું હોય તો પણ આંખ ચોખ્ખી થઇ એકદમ સારું દેખાશે. આ સિવાય ઓ ચહેરાને ઠંડા પાણીથી ધોવામાં આવે તો પણ ચહેરાને ઘણા બધા ફાયદા થાય છે. દિવસમાં ત્રણથી ચાર વાર મોં ધોવાથી ચહેરાની ચિકાસ, ખીલ, ડાઘ વગેરે દૂર થાય છે.

અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવે હશે. જો તમે પણ તમારી આંખોને હંમેશા માટે સ્વસ્થ્ય રાખવા માંગતા હોય તો તમે પણ આ ઉપાય અપનાવો અને તમારી આંખોને જીવો ત્યાં સુધી સ્વસ્થ્ય રાખો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *