આજે તમને પંજરી ખાવાના સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું. પૂજા પાઠ કરવું તે આસ્થા માનવામાં આવે છે, પૂજા પાઠ ને વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો કોઈ પણ પૂજા કરવાથી કોઈ ના કોઈ ફાયદાઓ થતા હોય છે. પૂજા માં બનાવામાં આવતી પ્રસાદી ને ઘરાવીને ખાવાથી તેના ઘણા સ્વાસ્થ્ય ફાયદાઓ થતા હોય છે.
તેવી જ એક પ્રસાદી પંજરી વિષે જણાવીશું. પંજરી કૃષ્ણ ભગવાનની સૌથી પ્રિય માનવામાં આવે છે. આ માટે આજના પાવન જન્માષ્ટમી ના દિવસે પંજરીને પ્રસાદીના રૂપમાં બનાવી કૃષ્ણ ને ચડાવામાં આવે છે. તે પંજરી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બઘા ફાયદાઓ થાય છે.
પંજરીને સૂકા ઘણા માંથી બનાવામાં આવે છે. સૂકા ઘણા રસોઈના મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. માટે તેનું નિયમિત પણે એક ચમચી ખાવાથી ગઠિયાના રોગો માં ખુબ જ ફાયદો થાય છે. જો તેને રોજે ખાવામા આવે તો ગઠિયાનો રોગ 80% દૂર થઈ જાય છે. માટે ગઠિયા હોય તેવા લોકો માટે પંજરી ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
વા ના દુખાવા, સાંઘાના દુખાવા, કમરના દુખાવામાં પંજરી ખુબ જ ઝડપથી રાહત આપે છે. જો તમારા શરીરના હાડકા પોચા અને નબળા પડી ગયા હોય તો રોજિંદા જીવનમાં પંજરીનો સમાવેશ કરવો જોઈએ. જે સ્નાયુઓ અને માંશપેશીને મજબૂત બનાવે છે.
તેમાં ભરપૂર માત્રામાં વિટામિન-એ અને વિટામિન-ઈ મળી આવે છે, આ માટે પંજરીનું સેવન કરવું આંખો માટે ફાયદાકારક સાબિત થાય છે. જો કોઈ પણ વ્યક્તિ પંજરી નું નિયમિત સેવન કરે છે તો તેમને આંખો સંબધિત કોઈ પણ સમસ્યા થશે નહીં. આ માટે આંખોને સ્વસ્થ અને તેજસ્વી બનાવવા પંજરી ખાઈ શકાય છે.
ઘણા લોકો વારે વારે કોઈ પણ કરવામાં થાકી જતા હોય છે જેના પરિણામે તેમને અવાર નવાર ચક્કર આવતા હોય છે. તેમને પંજરીનું સેવન કરવું જોઈએ જેથી ચક્કર આવવાની તકલીફ દૂર થશે અને શરીરમાં થાક અને કમજોરી પણ દૂર રહેશે. આ ઉપરાંત શારીરિક કમજોરી પણ દૂર થશે.
પાચનને લગતી સમસ્યાને દૂર કરવા પંજરી એક રામબાણ ઉપાય છે. જો તમને ગેસ, અપચો કે કબજિયાત હોય તો નિયમિત પણે રોજે એક ચમચી પંજરી ખાવાથી તે સમસ્યા દૂર થાય છે અને આંતરડા માં જામી ગયેલ વર્ષો જૂનો મળ ને પણ દૂર કરે છે.
માટે જુના માં જૂની કબજિયાતમાં પંજરી ખાઈ શકાય છે જે પાચન ક્રિયાને સુઘારી પેટ અને આંતરડાને કાચ જેવા ચોખ્ખા બનાવી દેશે. પાચનની સમસ્યા આજના સમયમાં મોટાભાગે દરેક વ્યક્તિમાં જોવા મળે છે આ માટે પંજરી ખાઈને પેટને બઘા જ રોગોને દૂર કરી શકાય છે.
રોજે એક ચમચી પંજરી ખાવાથી મસ્તિષ્કમાં ઠંડક થાય છે. જેના કારણે તેની કાર્ય કરવાની ક્ષમતામાં વઘારો થાય છે અને મગજને તેજ બનાવે છે. આ સાથે મસ્તિષ્ક સાથે જોડાયેલ બીમારીને દૂર કરવામાં પાંજરી ખુબ જ લાભદાયક સાબિત થાય છે.
પૂજાની પ્રસાદીમાં કરવામાં આવતી પંજરી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક અને ગુણકારી માનવામાં આવે છે. આ માટે તમે પંજરી બનાવો તે પહેલા ભગવાન ને ચડાવી પછી રોજે એક ચમચી ખાવાથી શરીરમાં જે સ્વાસ્થ્ય ફાયદા થશે તે જોઈને ચોકી જશો.