આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજના સમયમાં પથરી એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ એક એવી સમસ્યા છે જે કોઈપણ ઉમરની વ્યક્તિને થઇ શકે છે. જેમાં કીડની સ્ટોન તો સૌથી વધારે થતી હોય છે. તમને જણાવીએ કે યુરીન માં રહેલા કેમિકલ યુરિક એસીડ, ફોસ્ફરસ, કેલ્શિયમ, ઓક્સલીક એસીડ આ બધું ભળી ને પથરી બને છે.

આજના સમયમાં દર છ-સાત વ્યક્તિએ એક ને પથરીની બીમારી છે. કીડની સ્ટોન વધારે પડતું કીડની માં થાય છે. પથરી જેમ જેમ મોટી તેમ તેનો દુખાવો વધતો જાય છે, અને આ દુખાવો ખુબજ પીડાદાયક હોય છે જેથી તેની શરૂઆતમાં જ તેનો ઇલાઝ કરી લવો હિતાવહ માનવામાં આવે છે. તો અહીંયા તમને થરીનો ઘરેલું ઉપચાર દ્વારા નિકાલ કેવી રીતે કરવો તેના ખુબ જ સસ્તા અને સરળ વિષે જણાવીશું.

પથરી શું છે :– સૌ પ્રથમ જણાવીએ કે આયુર્વેદમાં પથરીને અશ્મરી કહેવામાં આવી છે. વાત્ત દોષને કારણે મૂત્રાશયમાં રહેલા શુક્રાણુઓ સહીત મૂત્ર અને પિત્ત ની સાથે સાથે કફ ને પણ સુકવી નાખે છે ને ત્યારે પથરી બને છે. જયારે આ પથરી મૂત્ર માર્ગમાં આવી જાય છે ત્યારે ખુબજ દુખાવો થાય છે અંહે પેશાબ કરવામાં રુકાવટ આવે છે.

પથરી ના પ્રકાર :- પથરી કુલ ચાર પ્રકાર હોય છે. કેલ્શિયમ સ્ટોન, યુરિક એસીડ સ્ટોન, સ્ટુવીટા સ્ટોન અને સિસ્ટીન સ્ટોન. આ કુલ 4 પ્રકાર હોય છે. હવે જાણીએ પથરીના ઘરેલુ ઉપાય વિષે.

તુલસીનો ઉપયોગ: આપણા ભારત દેશમાં પ્રાચીન સમય થી તુલસીનો ઉપયોગ પથરીના ઈલાઝ્માં કરવામાં થતો આવ્યો છે. તુલસીને માતા તરીકે પૂજવામાં આવે છે. દરરોજ તુલસીના 10 થી 12 પાંદડા ને ચાવી ચાવીને ખાવા કારણકે તુલસીમાં એસીડીટ તત્વો અને અન્ય જરૂરી એવા તેલ હોય છે જે પથરીને તોડીને પેશાબ વાટે નીકળવામાં મદદ કરે છે.

ઘઉંના જ્વારાનો રસ: જો તમે કુદરતી રીતે પથરીને ઓગાળવા માંગતા હોય તો તમે ઘઉંના જવારા નો રસ પી શકો છો. આ માટે દરરોજ નિયમિત ઘઉંના જવારાનો જ્યુસ કાઢી લેવો અને તેના એક ગ્લાસ રસમાં 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ નાખીને પીવાનું રાખો. દિવસમાં 2 થી 3 વખત આ રસ પીવાથી અમુક જ દિવસમાં પથરી ઓગળીને નીકળી જાય છે.

ગળા વેલ નો ઉપયોગ: તમે દેશી ઉપાય કરીને પથરીને ઓગાળી શકો છો આ માટે 10 ગ્રામ ગળા વેલની ડાળખી નું ચૂર્ણ, 10 ગ્રામ આંબળા, 5 ગ્રામ સુંઠ, 3 ગ્રામ ગોખરું નું ચૂર્ણ, 5 ગ્રામ અશ્વગંધા નું ચૂર્ણ આ બધું લઈને તેને 100 ગ્રામ પાણીમાં નાખીને ઉકાળો બનાવી લો. નિયમિત રીતે આ ઉકાળો દિવસ માં એક વખત પીવો. થોડા મહિના સુધી આ ઉકાળો પીવાથી પથરી ચોક્કસ ઓગળીને બહાર નીકળી જાય છે.

તરબૂચ: ઉનાળાની સીઝનમાં તરબૂચ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. તરબુચમાં આશરે 92% પાણી જોવા મળે છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ હોય છે જે આપણી કીડની ને મજબુત બનાવે છે. તે યુરીનમાં એસીડ ના લેવાન ને સપ્રમાણ રાખે છે. તરબુચમાં પાણીની માત્રા પણ સારા એવા પ્રમાણમાં હોય છે, અને પથરીમાં ખુબ જ પાણી પીવું જોઈએ. તરબૂચ ના જ્યુસમાં ધાણા નો ભુક્કો નાખીને પીવાથી લાભ થાય છે.

લીંબુ અને ઓલીવ ઓઈલ: અત્યારે ઉનાળામાં લીંબુ ખુબજ મોંઘા થઇ ગયા છે. પરંતુ લીંબુ પથરીના ઈલાજમાં ફાયદાકારક છે. આ માટે 4 ચમચી લીંબુનો રસ, અને તેના સરખા ભાગનું ઓલીવ ઓઈલ લઈને મિક્સ કરી લો. હવે આ મિશ્રણ ને જરૂરિયાત મુજબ પાણીમાં નાખીને પીવું. દિવસમાં 2 થી 3 વાર આ પાણી પીવું. આ પ્રયોગ કરવાથી પથરી અવશ્ય બહાર નીકળી જાય છે. એક વાતનું ધ્યાન રાખો કે પથરી નીકળી ગયા પછી આ પ્રયોગ કરવો નહિ.

બીલીપત્ર નો ઉપયોગ: બીલીપત્ર વિષે ઘણા ઓછા લોકો જનતા હશે પરંતું બીલીપત્ર પથરીને ઓગાળીને બહાર કાઢી શકે છે. આ માટે બીલીપત્ર ને પાણી માં નાખીને પીસી લો. તેમાં ચપટી એક મરી પાવડર નાખીને લગાતાર 2 અઠવાડિયા સુધી સેવન કરવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *