આમ તો મોટાભાગના લોકોના શરીરમાં પથરી હોય જ છે. શરીરમાં પથરી બનતી હોય છે પરંતુ જયારે પથરીનો દુખાવો ઉપડે છે ત્યારે ખ્યાલ આવે છે કે શરીરમાં પથરી છે. જયારે ક્ષાર વાળું પાણી વધારે પીવામાં આવે ક્ષાર ભેગો થઈને પથ્થર બને છે. જેને પથરી કહેવાય છે.
પથરી નો દુખાવો થાય છે તે ખુબ જ દર્દનાક અને અસહ્ય પીડાદાયક હોય છે. પથરીનો દુખાવો મોટાભાગે રાતે જ ઉપડે છે, જેથી જયારે પણ દુખાવો થાય ત્યારે સીઘા દવાખાન જઈને ઈન્જેક્શન લેવા પડતા હોય છે. પથરીનો દુખાવો રાતે થવાથી દવાખાન માં માત્ર એક ઈન્જેક્શનના 2000 રૂપિયા લઈ લે છે જેના કારણે દવાખાનમાં ખુબ જ આવક થતી હોય છે.
અને ગરબી લોકોના ખીસા ખાલી થતા જાય છે. આ માટે વધારે પૈસા ખર્ચ કરવા માટે દવાખાનના પગથિયાં ચડયા વગર જ પથરીના દુખાવાને દૂર કરવા માટે નો એક ઘરેલુ ઉપાય જણાવીશું જો તમે આ એક ઉપાય પથરી ઉપડે ત્યારે કરી લેશો તો પથરીનો દુખાવો માત્ર 20 મિનિટ માં જ બંઘ થઈ જશે.
જયારે પણ કિડનીમાં પથરી હોય છે ત્યારે ઘણા લોકો કેટલાક ટુસકા પણ કરતા હોય છે અને ઘણા લોકો બાધા આપીને પણ પથરીને ગાયબ કરી દેતા હોય છે. પથરીના અસહ્ય દુખાવા ના કારણે આ બધા ટુસકાઓ કરતા હોય છે. જેથી ઘણી વખત પથરી થોડા જ દિવસ માં ગાયબ થઈ જાય છે.
પથરીનો દુખાવો થાય ત્યારે દુખાવાને શાંત કરવા માટે લીંબુ ખુબ જ અસરકારક છે. લીંબુમાં એવી ઘણી બધી શક્તિ મળી આવે છે જે પથરીને તોડીને ભૂકો પણ કરવામાં સક્ષમ છે. માટે લીંબુનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિષે આજે અમે તમને જણાવીશું.
પથરીનો દુખાવો દૂર કરવાનો ઉપાય:
આ માટે સૌથી પહેલા એક આખું લીંબુ લઈ લો, હવે એક ગ્લાસ પાણી હૂંફાળું ગરમ કરી લો, હવે તે પાણીમાં એક આંખુ લીંબુ નો રસ નીકાળીને તે પાણીમાં ઉમેરો, હવે બંને ને સારી રીતે હલાવી લો અને પછી તેમાં અડધી ચમચી સિંધાલુણ મીઠું મિક્સ કરી લો.
હવે આ લીંબુ પાણી પી જવાનું છે. જયારે પથરીનો દુખાવો ઉપડે તેવું લાગે અથવા અસહ્ય દુખાવો થતો હોય તો તે દૂર થઈ જશે. આ લીંબુનું પાણી પીવાથી દુખાવો ઉપવાથી થતો પેશાબમાં બળતરા થતી હોય તો તે પણ બળતરા દૂર થાય છે.
લીંબુ માં ભરપૂર માત્રમાં વિટામિન-સી હોય છે તે એક સાઈટ્રિક ફળ છે જેનો રસ બનાવીને પીવાથી ગમે તેવી પથરીનો દુખાવો 20 મિનિટ માંજ બંધ કરી દેશે, રોજે બે ગ્લાસ આ રીતે લીંબુનું શરબત બનાવીને પીવાથી કિડની મ રહેલ પથરીને તોડીને તેનો ભૂકો કરી દેશે.
અને પથરીના નાના નાના ટુકડા કરી તેને પેશાબ વાટે બહાર નીકાળી દેશે. જયારે પણ કિડનીમાં પથરી હોય તેવું ખબર પડે ત્યારે રોજે કોઈ પણ એક સાઈટ્રિક ફળ ખાઈ લેવું જોઈએ. જે પથરીને ઓપરેશન વગર જ નીકાળવામાં મદદ કરે છે.
પથરી થવા ના દેવી હોય તો ક્ષાર વાળું પાણી પીવાનું ટાળવું જોઈએ. ઉપરાંત પાણીને હૂંફાળું ગરમ કરીને પછી તેને ઠંડુ થવા દઈને તે પાણીને માટલીમાં ભરીને પછી પી શકો છો. ગરમ પાણી પીવાથી હાનિકારક વધારાના બેક્ટેરિયાનો નાશ કરે છે અને પથરીને બનતા રોજે છે.
પથરી હોય તો રોજે દિવસમાં ઓછામાં ઓછું 12-14 ગ્લાસ પાણી પીવું જોઈએ, જયારે પણ પેશાબ આવે ત્યારે થોડી વર રોકીને રાખો અને પછી થોડી વાર રહીને પ્રેશરથી પેશાબને બહાર નીકાળો. આ કરવથી ભૂકો થઈને આવેલ પથરી પેશાબની નળીમાં હશે તો તે નીકળી જશે.