ઉનાળામાં ગરમીનું પ્રમાણ ખુબ જ વધુ હોય છે તેવામાં શરીરમાં આંતરિક ગરમીનું પ્રમાણ વધી જતું હોય છે, શરીરમાં આંતરિક ગરમી વઘી જવાના કારણે પેટમાં બળતરા, પેશાબમાં બળતરા, પગના તળિયામાં બળતરા થતી હોય છે. જે ઉનાળામાં સીથી વધુ જોવા મળતી હોય છે.
આ ઉપરાંત શરીરમાં પિત્તનું પ્રમાણ વધુ ર્હેતુંય હોય તેવા વ્યકતિને આ સમસ્યા જોવા મળતી હોય છે. આ બઘી સમસ્યાને દૂર કરવા માટે આપણે આપણા શરીરને ઠંડુ રાખવું જોઈએ, જેથી ગરમીનું પ્રમાણ ઓછું થાય અને બળતરાને લગતી સમસ્યા દૂર થઈ શકે છે.
ગરમીમાં આપણે કેટલીક એવી વસ્તુઓ ખાવી જોઈએ જે શરીરને ઠંડક આપે, આ માટે તરબૂચ, નારિયેળ, મોસંબી, છાશ, શેરડીનો તાજો રસ, લસ્સી વગેરેનો સમાવેશ કરવો જોઈએ. જે શરીરને અંદરથી ઠંડક રાખવાનુ કામ કરે છે.
ઉનાળામાં ગરમીનો પારો વઘારે હોય છે જેથી ગરમી વઘારે લાગે છે, તેવામાં આપણે કેટલાક બહારના તળેલા, તીખા, મસાલાવાળા ગરમ ખોરાક ખાઈ લેવાથી પણ શરીરમાં ગરમીનું પ્રમાણ વધે છે જેથી બળતરાની સમસ્યા થઈ શકે છે, માટે બળતરાની સમસ્યામાં રાહત મેળવવા બહારના ખોરાક ખાવાનું બંઘ કરવું જોઈએ.
બળતરાની સમસ્યા હોય તો વધારે તડકામાં ના રહેવું જોઈએ, તમે ક્યાંય પણ બહાર નીકળો તો ચહેરાને રૂમાલથી ઢાંકી દેવાનો અને ચશ્મા પણ પહેરી લેવાના છે, આ ઉપરાંત માથામાં ટોપી પણ પહેરી લેવાની છે. જેથી સૂર્ય પ્રકાશના કિરણોથી આંખો અને ચહેરાને થતા નુકસાનથી બચી શકાય છે.
શરીરમાં થતી બળતરાને દુર કરવા માટે આજે અમે તમને એવા કેટલાક ઉપાય જણાવીશું જેની મદદથી તમને પગના તળિયામાં થતી બળતરા, પેશાબની બળતરામાં ખુબ જ ઝડપથી રાહત મળશે. તો ચાલો જાણીએ.
શરીરની આંતરિક ગરમીને દૂર કરવા માટે ગાયનું દૂધ સૌથી બેસ્ટ માનવામાં આવે છે, આ માટે એક ગ્લાસ જેટલું ગાયનું દૂઘ લેવાનું છે અને તેમાં એક ચમચી સાકરનો ભૂકો કરી નાખો, ત્યાર પછી તે દૂધ પી જવાનું છે, આ રીતે દૂઘમાં સાકર મિક્સ કરીને સવારે અને સાંજે બે વખત પીવાનું છે એટલે એક દિવસમાં જ બાલતાની સમસ્યામાં રાહત મળશે.
પેટની બળતરાની સમસ્યા હોય તો એક ગ્લાસ પાણીમાં વરિયાળી પલાળીને 6-7 કલાક રહેવા ડો, પછી તે પાણીને પીવાનું છે અને વરિયાળીને ચાવીને ખાઈ લેવાની છે. આ રીતે વરિયાળીનું પાણી પીવાથી શરીરમાં જે આંતરિક ગરમી હશે તે દૂર થશે અને પેટની બળતરા દૂર થશે.
પેશાબમાં થતી બળતરાને દૂર કરવા માટે એક ગ્લાસ પાણીમાં એક આખું લીંબુ નીચોવી દેવાનું છે અને તેમાં કાળું મીઠું મીઠું મિક્સ કરીને હલાવીને દિવસમાં બે વખત પીવાનું છે, આ પીણું પીવાથી 10 મિનિટમાં જ પેશાબમાં બળતરા થવાની સમસ્યા માં ઘણી રાહત મળશે.
પગના તળિયામાં બળતરાની સમસ્યા હોય તો તેમાં ગાયનું ઘી સૌથી ઉત્તમ માનવામાં આવે છે. માટે રાત્રે સુવા જાઓ ત્યારે પગને પાણીથી ઘોઈને સાફ કરી લેવા અને ત્યાર પછી ગાયનું ઘી લઈને પગના તળિયામાં લગાવી ને પાંચ મિનિટ માલિશ કરવાની છે, આ રીતે માલિશ કરવાથી પગના તળિયામાં થતી બળતરમાં રાહત મળશે.
ઉનાળામાં આ બઘી સમસ્યાથી દૂર રહેવા માટે રોજે પલાળેલી દ્રાક્ષ ખાવની છે, આ માટે તમારે રાતે એક બાઉલમાં થોડું પાણી લઈ લેવું અને ત્યાર પછી તેમાં 7 દ્રાક્ષ ના દાણા નાખીને આખી રાત પલાળવા દો, અને સવારે ઉઠીને તે દાણા ચાવી ચાવીને ખાઈ લેવાના છે, જેથી શરીરને ઠંડક આપી ગરમીના પ્રમાણે જાળવી રાખશે. આ ઉપરાંત આંખોને પણ ઠંડક આપશે.