પેટને લગતી એક સમસ્યા મોટાભાગે ઘણા લોકોમાં જોવા મળે છે તેવી જ એક સમસ્યા ગેસને લગતી સમસ્યા છે, જે આપણી અનિયમિત ખાવાની ટેવના કારણે જોવા મળી શકે છે. ગેસ થવાના કારણે પેટ ભારે ભારે લાગતું હોય છે.
ઘણા એવા પણ લોકો હોય હોય છે જે અમુક વસ્તુ ખાઈ લેતો વારે વારે ગેસ થઈ જતો હોય છે, આવી સમસ્યા થવાના કારણે પેટ ફૂલવા લાગે છે ગેસની સમસ્યા બપોરના ભોજન પછી થવા રાત્રીના ભોજન પછી સૌથી વધુ જોવા મળતી હોય છે.
ગેસની સમસ્યા દૂર કરવા માટે બજારમાં ઘણી બધી દવાઓ અને ચૂરણ પણ મળે છે, પરંતુ ગેસની સમસ્યા દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર પણ અપનાવવા જોઈએ જેથી ખુબ જ ઝડપથી ગેસની સમસ્યામાં રાહત મળશે.
જ્યારે ગેસ વધારે પ્રમાણમાં થઈ જાય ત્યારે ગેસ બહાર ના નીકળે તો તે છાતીમાં ઉપર ચડે છે જેને અવરો ગેસ કહેવાય છે. દુનિયામાં એવો કોઈ પણ વ્યક્તિ નથી કી જેમને ગેસની સમસ્યા થઈ ના હોય. આપણે બપોરના ભોજન લેવામાં મોડું થઈ જાય તો પણ ગેસની ઉત્પન્ન થઈ શકે છે.
ગેસને દૂર કરવા માટે આપણા રસોડામાં મળી આવતી બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે. જે દરેકના ધરે ખુબ જ આસાનીથી મળી રહેશે. આ માટે તમારે અજમો અને સિંધાલુણ મીઠાનો ઉપયોગ કરવાનો છે.
અજમા ની અંદર ભરપૂર માત્રામાં ઔષધીય ગુણ મળી આવે છે, જે ગેસને માત્ર 5 મિનિટ માં જ ઉર કરી દેશે. આ માટે સૌથી પહેલા એક ગ્લાસ હૂંફાળું પાણી ગરમ કરી લેવાનું છે. ત્યાર પછી અજમાનો ઉપયોગ કરવાનો છે.
ગેસ થાય ત્યારે એક ચમચી અજમો અને તેમાં એક ચપટી સિંધાલુણ મીઠું નાખી બરાબર મિક્સ કરી લો, હવે તેને ફાકી જવાનું છે અને ઉપરથી હૂંફાળું પાણી પી જવાનું છે. આ આવી રીતે અજમાને ફાકી જવાથી ગેસની સમસ્યામાં ખુબ જ ઝડપથી પરિણામ જોવા મળશે.
ગેસની સમસ્યા થવાથી પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય, પેટમાં ગોટાળા વળતા હોય જેવી અનેક સમસ્યાને દૂર કરી દેશે. ગેસના વઘારે રહેવાની સમસ્યા હોય તેમને ગેસને શાંત કરવો હોય તો આ ઉપાય ખુબ જ કારગર અને રામબાણ સાબિત થશે.