ચહેરાની દેખરેખ માટે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવા પહેલા 100 વખત વિચારવું પડે છે કારણકે ચહેરાની સ્કિન બાકીની સ્કિન કરતા એકદમ અલગ હોય છે. આથી જો તમે પણ ચહેરા માટે ઘરેલુ ઉપચાર કરો છો તો સમજી અને વિચારીને ઉપચાર કરવો જોઈએ. આજે અમે ચક્ર ફૂલ વિષે જણાવીશું જેનો ઉપયોગ તમે ઘરેલુ ઉપચારમાં કરી શકો છો.

ચક્ર ફૂલ જેનો ઉપયોગ આપણે રસોઇમાં ઘણા પ્રકારે કરીએ છીએ. આપણે તેનો ઉપયોગ ઘણા મસાલા તરીકે પણ કરતા હોઈએ છીએ. આ ફૂલ એન્ટીબૅક્ટીરિયલ, એન્ટીફૉંગલ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે, જે ચહેરા માટે ઘણીબધી રીતે ફાયદાકારક છે. તો ચાલો જાણીએ તેના ઉપયોગ વિષે.

ફેસ પેક બનાવવો: ફેસ પૅક બનાવવા માટે ચક્ર ફૂલને વાટીને પાઉડર જેવો બનાવો. ત્યારબાદ આ પાઉડરને એલોવેરા જેલમાં ભેળવીને તમારા ચહેરા પર લગાવો. થોડી વાર રહેવા દઈ તેને હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.

દૂધમાં ભેળવો: ચક્ર ફૂલનો ઉપયોગ ખીલને દૂર કરવા પણ કરી શકાય છે. આ માટે ચક્ર ફૂલને પીસીને દૂધમાં મિક્સ કરો. હવે તેને ખીલના ડાઘ પર લગાવો. 20 થી 25 મિનિટ રાખી તમારે ચહેરાને પાણીથી ધોઈ લો.

ચક્ર ફૂલના પાણીથી ચહેરો ધોવો: ચક્ર ફૂલનું પાણી બનાવીને ચહેરો ધોવાથી ચહેરા પરના ડાઘ અને ખીલ દૂર થઇ ચહેરો ચમકાવી શકાય છે. આ માટે ચક્ર ફૂલને પાણીમાં નાખી ઉકાળો. આ પાણીને ધીમી આંચ પર ચડવા દો. હવે આ પાણીથી રોજ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરાને ધોવો.

ચહેરા પર સ્પ્રે કરો: ચહેરા માટે સ્પ્રે બનાવવા માટે ચારથી પાંચ ચક્ર ફૂલ લો. અડધા લીટર પાણીમાં નાખીને ધીમી આંચ પર ઉકાળો. હવે ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો. પાણી ઠંડુ થાય એટલે ગાળી લો. પછી તેને સ્પ્રે બોટલમાં ભરી લો. તેને રોજ ચહેરા પર લગાવો. જો તમે ઈચ્છો તો તેને રાત્રે લગાવીને સૂઈ શકો છો. તેનો દરરોજ ટોનર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

હવે તમને જણાવીએ એક ચક્ર ફૂલ કેવી રીતે ઉપયોગી છે. ખીલ અટકાવે છે: ચક્ર ફૂલ એન્ટીઑકિસડન્ટો અને પોષક તત્વોથી ભરપૂર છે જે તમારી ત્વચા માટે જાદુ જેવું કામ કરે છે. ચક્ર ફૂલ શક્તિશાળી ફાયટોન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટીઑકિસડન્ટો ધરાવે છે જે ખીલ થતા અટકાવે છે.

એન્ટીબેક્ટેરિયલ: ચક્ર ફૂલ એન્ટીબેક્ટેરિયલ છે, એટલે કે તે બેક્ટેરિયા સામે લડે છે જે ખીલને દૂર કરે છે. ઉપરાંત, તેના એન્ટિસેપ્ટિક ગુણધર્મો બેક્ટેરિયાને દૂર કરવા, બળતરા ઘટાડવામાં અને તમારી ત્વચાને શાંત કરવામાં મદદ કરે છે.

તૈલી ત્વચા ઘટાડે છે: તૈલી ત્વચા ખીલની સમસ્યા થવાનું સામાન્ય કારણ છે. આવી સ્થિતિમાં ચક્ર ફૂલ તમારી મદદ કરી શકે છે. ચક્ર ફૂલમાં રહેલું વિટામિન એ તેલનું ઉત્પાદન ઘટાડવામાં મદદ કરે છે, ત્વચાને ઓછી તેલયુક્ત અને વધુ સંતુલિત બનાવે છે.

ડાર્ક સ્પોટ્સથી છુટકારો : ડાર્ક સ્પોટ્સથી છુટકારો મેળવવામાં ચક્ર ફૂલ ખૂબ જ ફાયદાકારક છે. વાસ્તવમાં, ચક્ર ફૂલમાં એક્સ્ફોલિએટિંગ ગુણધર્મો છે. આ સાથે તે ત્વચાને ગોરી કરવામાં પણ મદદરૂપ છે. આ રીતે, તે ત્વચા પરના ડાર્ક સ્પોટ્સથી રાહત મેળવવામાં મદદરૂપ છે.ચક્ર ફૂલ વિટામિન સીથી ભરપૂર હોય છે, જે હાયપરપીગ્મેન્ટેશન ઘટાડે છે અને ત્વચા પરના ડાઘથી રાહત આપે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *