વાળ ખરવા આજના સમયમાં ખુબ જ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. મોટાભાગના દરેક વ્યક્તિના વાળ તૂટી અને ખરતા હોય છે, જેના કારણે લોકોમાં સ્ટ્રેસ ખુબ જ વધી જાય છે. વાળ ઉતરી જવાથી દેખાવ ખુબ જ ઓછો થઈ જાય છે.

જેના કારણે લોકો ઘણી બધી દવાઓ અને કેટલાક ઉપાયો કરતા હોય છે, તેમ છતાં પણ વાળ ખરતા બંધ નથી થતા તો આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેનું અનુકરણ કરવામાં આવે તો વાળ ખરતા અટકાવી વાળને મજબૂત બનાવી શકાય છે.

વાળ ખરતા રોકવાની ટિપ્સ:
ગરમ પાણીથી માથું ના ધોવું: જયારે તમે નાહવા જાઓ ત્યારે વાળને ગરમ પાણી થી માથું ના ધોવું જોઈએ. જો તમારે માથું ધોવું હોય તો સાદા પાણીનો ઉપયોગ કરીને ધોવું જોઈએ. જયારે તમે ગરમ પાણીથી વાળ ધોવો છો ત્યારે હેર સ્કેલ્પ ધોવાઈ જાય છે જેના કારણે વાળ ઉતરવા લાગે છે.

શેમ્પૂ ઉપયોગ ડાયરેક્ટ વાળમાં ના લગાવો: જો તમે વાળને શેમ્પુથી ધોવો છો તો શેમ્પુને હાથમાં લઈને તેમાં પાણી મિક્સ કરીને પછી જ વાળમાં નાખવું જોઈએ, જેથી શેમ્પુમાં રહેલ કેમિકલ છે ડિવાઇડ થઈ જાય છે જેથી સ્કેલ્પ પર જલ્દીથી રિએક્ટ નહીં કરે. જેથી વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ જશે.

રોજે વાળ ના ધોવા: જો તમને રોજે વાળ ધોવાની આદત છે તો રોજે વાળ ના ધોવા જોઈએ. જેથી વાળ ને હંમેશા ઓલીનેટ ધોવા જોઈએઆ માટે અઠવાડિયામાં ત્રણ દિવસ જ વાળને ધોવા જોઈએ. જેથી વાળ ખરતા ઓછા થશે.

આહારમાંમાં પ્રોટીન યુક્ત ખોરાક લો: વાળને મજબૂત બનાવવા માટે પ્રોટીન યુક્ત આહાર લેવો જોઈએ જેથી વાળ ખરતા અટકાવી શકાય છે. આ મેઈ દૂધ, બદામ, ખજૂર, ઈંડા, માછલી નો સમાવેશ કરી શકાય છે.

શરીરને હાઈડ્રેટ રાખવું: આપણા શરીરમાં મોટાભાગની બીમારીઓ ડીહાઇડ્રેશન ના કારણે પણ થઈ શકે છે આ માટે દિવસ દરમિયાન 10-12 ગ્લાસ પાણી પીવું જોઈએ જેથી શરીર હાઈડ્રેટ રહેશે. જેહિ સ્કેલ્પ મજબૂત થશે વાળને પણ સ્ટ્રોંગ બનાવશે.

વાળ ધોઈને કાંસકો ના ફેરવો: દરેક વ્યક્તિને વાળને ધોઈને વાળ ઓરાવતા હોય છે. તો તે બંધ કરવું જોઈએ. કારણકે વાળ ધોઈએ ત્યારે વાળ ખુબ જ નરમ હોય અને કમજોર હોય છે જેથી તે સમયે વાળ ઓળાવવામાં આવે તો વાળ ખરવા અને તૂટવાની સંભાવના વધી જાય છે.

કસરત કરો: રોજિંદા જીવનમાં વધારે પડતા તણાવ અને ટેન્સન થી દૂર રહેવા માટે નિયમિત રૂપે કસરત અને યોગા કરવા જોઈએ આ ઉપરાંત રોજે ચાલવું અને દોડવું જોઈએ, માટે દિવસની શરૂઆતમાં 30 મિનિટ નીકાળીને કસરત, યોગા, વોકિંગ કરવા જોઈએ.

વાળને ખરતા રોકવા માટે હેડસ્ટેન્ડ યોગ કરવો જોઈએ જે માથામાં લોહીનો પ્રવાહ વધારશે. આ યોગાસન કરવું ખુબ જ કઠિન છે જેથી ઘણા લોકો કરી શકતા નથી. પરંતુ વાળને ખરતા અટકાવવા માટે સૌથી બેસ્ટ અને સારો યોગ છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *