શરીરને કેલ્શિયમ, આયર્ન, વિટામિન-સી જેવા પોષક તત્વોની જરૂર પડતી .હોય છે પરંતુ આ ઉપરાંત શરીરને પ્રોટીન ની જરૂરિયાત પણ હોય છે. શરીરમાં આશરે 14 ટકા પ્રોટીન, 70 % પાણી અને બીજા ભાગમાં વિટામિન અને ખનીજ તત્વો મળી આવે છે.
પ્રોટીનની ઉણપ થવાના કારણે ઘણી તકલીફ નો સામનો કરવો પડી શકે છે. વાળને જરૂરી માત્રામાં પ્રોટીન ના મળવાના કારણે વાળ સફેદ થવા, ખરવા, તૂટી જવા જેવી વાળની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.
આ ઉપરાંત નાની ઉંમરે સાંઘાના દુખાવા, સ્નાયુના દુખાવા, માંશપેશીઓમાં ખેંચાણ ની સમસ્યા થતી જોવા મળે છે. આ માટે શરીરને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે તે ખુબ જ જરૂરી છે. પ્રોટીન કઈ વસ્તુ માંથી મળી રહે તે જાણવું પણ ખુબ જ આવશ્યક છે.
પ્રોટીન કેટલીક શાકાહારી વસ્તુ માંથી ખુબ જ આસાનીથી મળી રહે છે. આ માટે આજે અમે તમને પ્રોટીન થી ભરપૂર હોય તેવા ખોરાક વિષે જણાવીશું, જેને રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી પ્રોટીની ઉણપ થવાના કારણે શરીરમાં થતી સમસ્યાને દૂર કરવામાં મદદ મેળવી શકાય છે.
પ્રોટીન માંસાહારી વસ્તુ જેવી કે, ઈંડા અને માંસમાં સારી માત્રામાં હોય છે. પરંતુ તેના કરતા પણ વધારે માત્રામાં પ્રોટીન સોયાબીન માં મળી આવે છે. માટે નિયમિત પણે સોયાબીનને આહારમાં સમાવેશ કરી પ્રોટીનની ઉણપને દૂર કરી શકાય છે. સોયાબીટ વાળને જરૂરી પોષણ પૂરું પાડી વાળને મજબૂત અને હેલ્ધી બનાવે છે.
દૂઘમાં પણ સારા પ્રમાણમાં પ્રોટીન નો સ્ત્રોત મળી આવે છે, આ ઉપરાંત પનીર જેવી દૂધની બનાવટમાંથી પણ પ્રોટીન સારી માત્રામાં મળી આવે છે. શરીરમાં પ્રોટીન ની કમીના કારણે હાડકાના દુખાવા, સાંઘા ના દુખાવા જેવી સમસ્યા હોય તો રાતે સુતા પહેલા એક વાટકી દૂધ પીવાથી રાહત મળે છે.
ડ્રાય ફ્રૂટ્સમાં બદામમાં સારી માત્રામાં પ્રોટીન મળી આવે છે, તે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, સ્કિન ને ચમકદાર બનાવવા માટે બદામનો ફેસપેક બનાવીને લગાવાથી ચહેરો ચમકદાર અને સુંદર બને છે. બદામ મસ્તિષ્ક અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.
કઠોળમાં સારી માત્રામાં પ્રોટીન મળી આવે છે, કઠોળમાં મગની દાળમાં ભરપૂર પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળે છે, માટે મગની દાળ ને રોજિંદા આહારમાં સમાવેશ કરી શકાય છે. મગની દાળ હાડકાને મજબૂત બનાવે છે અને વાળ અને ત્વચાના સ્વાસ્થ્ય માટેના ઉત્તમ ગુણ મળી આવે છે.
મગફળીના દાણા માં પ્રોટીન હોય છે, પરંતુ તેમાંથી વધુ માત્રામાં પ્રોટીન મેળવવા માટે તેને પલાળીને સવારે સેવન કરવું જોઈએ. મગફળીના દાણા હૃદય, મસ્તિષ્ક, હાડકા, પેટ, આંતરડા, ફેફસા જેવા શરીરના દરેક અંગોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
આ સિવાય તમે કાજુ પણ સેવન કરી શકો છો, જો તમે માસાહારી વસ્તુઓ ખાતા હોય તો ઈંડા, સેલ્મન માછલીને આહારમાં સમાવેશ કરવો જોઈએ. જો તમારા શરીરમાં પ્રોટીનની ઉણપના કારણે ત્વચા, વાળ, હાડકાને લગતી સમસ્યાઓ હોય તો ઉપરોક્ત જણાવેલ વસ્તુનું સેવન કરી શકાય છે.
