શરીર માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. પ્રોટીન શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે સ્નાયુઓને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદરૂપ છે. શરીરમાં પ્રોટીનની ઉણપથી ઘણી બીમારીઓ થઈ શકે છે. પ્રોટીનની ઉણપને કારણે વાળ ખરવા, ત્વચાની સમસ્યા, નબળા સ્નાયુઓ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ઉચ્ચ પ્રોટીન આહાર લેવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જરૂરી છે. આજે અમે તમને એવા શાકાહારી ખોરાક વિશે જણાવીશું જેમાંથી તમે પૂરતા પ્રમાણમાં પ્રોટીન મેળવી શકો છો. તો આવો જાણીએ.
1. દાળ ખાઓ : દરેક રસોડામાં તમને અનેક પ્રકારની કઠોળ જોવા મળશે. તેઓ પ્રોટીનથી ભરપૂર હોય છે. શરીરમાં પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે તમે નિયમિતપણે કઠોળ ખાઈ શકો છો. જો તમારું પાચનતંત્ર નબળું પડી જાય છે, તો તમારે મગની દાળ ખાવી જોઈએ
2. સોયાને આહારનો ભાગ બનાવો : શાકાહારી લોકો શરીરમાં પ્રોટીનની ઉણપને દૂર કરવા માટે સોયાનું સેવન કરી શકે છે. સોયામાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે, સાથે જ તેમાં કેલ્શિયમ અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે.
3. રાજમા ખાઓ : રાજમામાં પ્રોટીન પૂરતી માત્રામાં જોવા મળે છે. આ સિવાય તેમાં આયર્ન, પોટેશિયમ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. તમે તેને ઘણી રીતે ખોરાકમાં સામેલ કરી શકો છો. રાજમાં ખાવાથી વજન કંટ્રોલમાં કરી શકો છો.
4. આહારમાં પનીરનો સમાવેશ કરો: શાકાહારીઓ માટે પનીર પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત બની શકે છે. પ્રોટીન માટે તમે પનીરનું નિયમિત સેવન કરી શકો છો.
5. પીનટ બટર: પીનટ બટર શાકાહારીઓ માટે પ્રોટીનનો સારો સ્ત્રોત સાબિત થઈ શકે છે. 200 ગ્રામ પીનટ બટરમાં આશરે 50-60 ગ્રામ પ્રોટીન હોય છે. પીનટ બટર ખાવાથી કોલેસ્ટેરોલ નું સ્તર ઘટે છે. જો તમે ઈચ્છો તો તેને રોટલી સાથે ખાઈ શકો છો.
જો તમે પણ શાકાહારી છો તો તમે અહીંયા જણાવેલ પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ ખાઈ શકો છો. તો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.