શરીરમાં જરૂરી બધા તત્વો હોય તો શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી કે સમસ્યા થઇ શકતી નથી. એટલે કે શરીરને સારી રીતે ચલાવું હોય તો શરીરમાં જરૂરી પોષકતત્વો, વિટામિન અને પ્રોટીન ની માત્રા હોવી જરૂરી છે. આપણા શરીરમાં કુલ 13 પ્રકારના વિટામિન રહેલા છે.

શરીરમાં કોઈ પણ એક વિટામિન અથવા પ્રોટીનની ઉણપ જણાય તો તમને તેની અસર થઇ શકે છે. તો અહીંયા આપણે વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ જેવા પોષકતત્ત્વોથી ભરપૂર વસ્તુઓ વિષે જોઈશું જેનું સેવન કરીને આપણે શરીરમાં જરૂરી બધા જ પોષકતત્વો મેળવી શકીએ છીએ. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિષે.

ચણા: ચણાના 100 ગ્રામમાં લગભગ 105 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. શાકાહારી લોકો માટે ચણા પ્રોટીનના સૌથી સારા સ્ત્રોતમાંથી એક છે. ચણા પ્રોટીન સાથે સાથે આયર્ન, કૉપર, ફૉલેટ, અને ફૉસ્ફરસથી પણ ભરપૂત હોય છે. તમે ચણાને બાફીને અથવા સૂપ, સલાડના રૂપમાં સેવન કરી શકો છો અથવા તો ગ્રેવી સાથે ચણાનું સેવન કરી શકો છો.

દાળ: શાકાહારી લોકો માટે સૌથી સારો પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ જેવા શરીરને જરૂરી પોષક તત્વો મેળવવા માટેનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. બજારમાં ઘણા પ્રકારની દાળ જોવા મળે છે જેનું આપણે દરરોજ સેવન કરીએ છીએ. સો ગ્રામ ચણામાં 25 ગ્રામ પ્રોટીન હોય છે. આ ઉપરાંત તુવેર, વટાણા, મગ જેવા કઠોળમાંથી પણ આપણે સરળતાથી પ્રોટીન મેળવી શકીએ છીએ.

પનીર: પનીર પ્રોટીનનો ભંડાર છે. પનીરનું સેવન કરીને શરીરમાંથી પ્રોટીનની ઉણપ દૂર કરી શકાય છે. 100 ગ્રામ પનીરમાં 40 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. નાના બાળકો પનીર ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. પનીર માં કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન,અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે.

પનીર ખાવાથી દાંતની સમસ્યાઓ અને હાડકાની સમસ્યાઓથી દૂર રહી શકાય છે. આ સાથે સાથે પનીર હાર્ટથી જોડાયેલી બીમારીઓ થવાનો ખતરો પણ ઓછો કરે છે.

અખરોટ: અખરોટમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, ઓમેગા -3 ફેટી એસિડ્સ, ફાયબર હોય છે. દરરોજ અખરોટનું સેવન કરવાથી શરીરના સ્નાયુઓ અને હાડકાં તંદુરસ્ત રહે છે. આ ઉપરાંત જે લોકો નું વજન વધુ છે તે લોકોના વજનને નિયંત્રિત કરવામાં પણ અખરોટ ફાયદાકારક છે.

અખરોટને આરોગવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે એટલે કે અખરોટ ખાવાથી ઉંઘ સારી આવે છે. આ ઉપરાંત તે સ્ટ્રેસને પણ દુર રાખવામા સહાયતા કરે છે. અખરોટમાં મેલાટોનીન નામનું તત્વ હોય છે કે જે એક યોગ્ય ઉંઘ પ્રદાન કરવામાં સહાયરૂપ થાય છે.

સોયાબીન: શરીરમાં જરૂરી દૈનિક પ્રોટીનની માત્રા માટે સોયાબીનનું સેવન કરવું ખુબજ ફાયદાકરાક છે. સોયાબીન શાકાહારી લોકો માટે પ્રોટીનનો સારો સ્ત્રોત છે. શરીરમાં જરૂરી દૈનિક પ્રોટીનની જરૂરિયાત 30 ગ્રામ સોયાબીનનો ઉપયોગ કરવાથી પુરી કરી શકાય છે.

100 ગ્રામ સોયાબીન ડાયેટ કેલ્શિયમનું 27 ટકા દૈનિક મૂલ્ય આપે છે. આ ઉપરાંત સોયાબીનનું સેવન કરવાથી હદયરોગ, મધુપ્રમેહ, હાડકાંની નબળાઈ વગેરેથી દૂર રહી શકાય છે.

ડ્રાયફ્રુટ્સ: દરરોજ એક મુઠ્ઠી બદામ, પિસ્તા, કાજુ, ખજૂર, કિસમિસ, અંજીર જેવા ડ્રાયફ્રુટ્સ ખાવા જોઈએ કારણકે ડ્રાયફ્રુટ્સ ખાવાથી શરીરમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ અને પ્રોટીનની ઉણપને સરળતાથી દૂર કરી શકાય છે. ડ્રાયફ્રુટ્સ ખાવાથી શારીરિક વૃદ્ધિ અને માનસિક વૃદ્ધિ માં પણ વધારો થાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *