આપણે બધા જાણીએ છીએ કે માંસ અને ઇંડામાં સારી માત્રામાં પ્રોટીન હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે શાકાહારી ખોરાક પ્રોટીનથી ભરપૂર નથી. તમને જણાવીએ કે શાકાહારી ખોરાક પણ પ્રોટીનથી ભરપૂર હોઈ શકે છે. તો ચાલો જાણીએ એવા જ કેટલાક શાકાહારી ખાદ્ય પદાર્થો વિશે જેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે.
1. ચણા : ચણામાં રહેલા પોષક તત્વો ઘણા અલગ હોય છે. 200 ગ્રામ બાફેલા ચણામાં 729 કેલરી હોય છે. તેમાં 67% કાર્બોહાઇડ્રેટ્સ અને બાકીના પ્રોટીન અને ચરબી હોય છે. એક કપ ચણા ખાવાથી તમને 40 ટકા ફાયબર, 70 ટકા ફોલેટ અને 22 ટકા આયર્ન મળે છે.
તેની સાથે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે, એટલે કે શરીરને પચવામાં સમય લાગે છે, જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને બ્લડ ગ્લુકોઝનું સ્તર બિલકુલ વધતું નથી.
2. રાજમા : રાજમા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબરથી ભરપૂર હોય છે. રાજમા અને ચોખાનું મિશ્રણ દેશભરમાં પ્રખ્યાત છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે સંપૂર્ણ ભોજન પણ છે. તમે તેને પાપડ, અથાણું વગેરે સાથે ખાઈ શકો છો.
3. દૂધ : જો તમે દરરોજ દૂધ પીઓ છો, તો તમને પ્રોટીનની સારી માત્રા મળી રહી છે. પ્રોટીનથી ભરપૂર હોવા ઉપરાંત, દૂધમાં કેલ્શિયમ પણ ભરપૂર હોય છે, જે હાડકાં, દાંત, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ત્વચામાં ચમક લાવે છે.
4. પનીર : પનીર દુનિયાભરમાં લોકપ્રિય છે. પનીરમાં સારી માત્રામાં કેસીન હોય છે, જે એક પ્રકારનું ધીમા-પચતું પ્રોટીન છે. તેમાં કેલ્શિયમનું સ્તર પણ ઉચ્ચ હોય છે, જે તમને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ચરબીને ઝડપથી બર્ન કરે છે.
5. બીજ : તલના બીજ, સૂર્યમુખીના બીજ, કોળાના બીજ અથવા ખસખસના બીજ બધા પ્રોટીન અને તંદુરસ્ત ચરબીથી ભરેલા છે. સલાડ સિવાય તેને રાયતા અથવા અનાજમાં ઉમેરી શકાય છે.
6. દાળ : ભારતીય ખોરાક દાળ વિના અધૂરો છે, પછી તે અરહર હોય, અડદ હોય કે મગ દાળ. દાળ દરેક ભોજનનો ભાગ છે, તે તૈયાર કરવામાં સરળ છે અને આહારમાં પ્રોટીન, ફાઇબર અને આવશ્યક ખનિજોસમાવેશ થઇ જાય છે.
7. વટાણા : વટાણા જેટલું પ્રોટીનથી ભરપૂર કોઈ શાકભાજી નથી. વટાણા કોઈપણ પ્રકારની વાનગીમાં સામેલ કરવા માટે પણ સરળ છે.
જો તમે પણ અહીંયા જણાવેલ ખોરાકનો સમાવેશ કરો છો તો શરીરમાં જરૂરી પ્રોટીનની માત્ર મળી રહેશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્રોને આગળ મોકલો.