આજના સમયમાં લોકો પોતાના કામ માં એટલા બઘા વ્યસ્ત રહેતા હોય છે જે તે પોતાના સ્વાસ્થ્યની થોડું પણ વિચારતા હોતા નથી. જયારે વ્યક્તિ કોઈ પણ રોગનો શિકાર બને તે સમયે એમ થતું હોય છે કે પહેલા શરીરનું ઘ્યાન રાખ્યું હોય તો સારું હતું.
શરીરના અંગોને વિટામિન અને પ્રોટીનની વધારે જરૂરિયાત રહેતી હોય છે, પ્રોટીન સ્વાસ્થ્ય ની સાથે ત્વચા માટે પણ ખુબ જ જરૂરી છે. આવી પરિસ્થિતિમાં પ્રોટીન ઓછું થઈ જાય અને પ્રોટીન ની કમીને પુરી કરવા માટે શું ખાવું જોઈએ તેના વિષે જણાવીશું.
મહિલાઓ, પુરુષો અને બાળકો ને દિવસ દરમિયાન કેટલા પ્રમાણમાં પ્રોટીન ની જરૂરિયાત હોય તે જાણવું પણ ખુબ જ જરૂરી છે. ઓ ચાલો જાણીએ દિવસ દરમિયાન કેટલા પ્રમાણમાં પ્રોટીન ની જરૂરિયાત હોય છે.
પુરુષોને 52 ગ્રામ, મહિલાઓને 46 ગ્રામ, સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ ને 70 ગ્રામ પ્રોટીન ની જરૂરિયાત હોય છે. બાળકોમાં 2 થી 8 વર્ષ હોય તેમને 14 થી 25 ગ્રામ પ્રોટીન દિવસ દરમિયાન જરૂરિયાત હોય છે,
પ્રોટીન ફૂડ:
ઈંડુ: ઈંડામાં સારા પ્રમાણમાં પ્રોટીન નો સ્ત્રોત મળી આવે છે. આ ઉપરત તેમાં બીજા ઘણા બધા પોષક તત્વો પણ મળી આવે છે જે વાળ , ત્વચા માટે પણ ખુબ જ ફાયદાકારક છે. આ માટે જો શરીરમાં પ્રોટીન ઓછું હોય તો રોજે સવારે એક-બે ઈંડા ખાવા જોઈએ.
દૂઘ: દૂઘ અને દૂધની બનાવેલ દરેક વસ્તુમાં પ્રોટીન સારી માત્રામાં હોય છે. આ માટે જો તમે દિવસ દરમિયાન જરૂરી પ્રોટીન ની ઉણપ પુરી કરવા માગતા હોય તો રોજે રાતે એક ગ્લાસ દૂઘ પીવું જોઈએ.
ઓટ્સ: ઓટ્સ એક સવારનો હેલ્ધી નાસ્તો કહેવાય છે. તેમાં પ્રોટીન જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. જો શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તો સવારના નાસ્તામાં ઓટ્સ નો સમાવેશ કરવો જોઈએ.
મગફળી: મગફળી ગરીબોની બદામ કહેવામાં આવે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન જેવા ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. રાતે 8-10 દાણા પલાળીને સવારે ચાવીને ખાવાથી જરૂરી પોષણ મળે છે. પ્રોટીન ની ઉણપ હોય તો મગફળી ને ડાયટ માં સમાવેશ કરવું જોઈએ.
ચિકન: ચિકન માસાહારી લોકો માટે છે જેમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ માટે જે માંસાહાર આહાર ખાતા હોય તે લોકો ચિકન ને ખાઈ શકે છે.