દરરોજ એક કપ ખાઈ લો આ વસ્તુ 10 થી 15 દિવસમાં જ પેટની લટકતી ફાંદ ઓગળવા લાગશે

આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજના સમયની આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતો સાથે સાથે પ્રદુષણ અને ધૂળના કારણે અવાર-નવાર માણસને જુદી જુદી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વજન વધવાની સમસ્યામાં અત્યારે ખુબ જ વધી રહી છે.

વધતા વજનને નિયંત્રિત કરવું માનીએ એટલું સરળ નથી. આ માટે તમારા આહારમાં સુધારો કરવો જરૂરી છે. તેમજ રોજિંદી કસરત પણ જરૂરી છે. જો તમે પણ વધતા વજનથી પરેશાન છો અને કંટ્રોલ કરવા માગો છો તો ડાયટમાં ક્વિનોઆને સમાવેશ કરો.

નિષ્ણાતોના મતે ક્વિનોઆ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેના સેવનથી સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે. ખાસ કરીને, તે વધતા વજનને નિયંત્રિત કરવામાં ખુબજ અસરકારક સાબિત થાય છે.

ક્વિનોઆમાં ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે તેથી તેને સુપરફૂડ કહેવામાં આવે છે. તેમાં સારી માત્રામાં એમિનો એસિડ પણ હોય છે. તેનાથી માંસપેશીઓ અને હાડકાં મજબૂત થાય છે. આ ઉપરાંત, ક્વિનોઆમાં ફાઈબર પણ હોય છે, જે વધતા કોલેસ્ટ્રોલ અને સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

તેના સેવનથી ડાયાબિટીસ, સ્થૂળતા અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઓછું થાય છે. આ માટે ડાયટમાં ક્વિનોઆનો ચોક્કસપણે સમાવેશ કરો.

કેટલું સેવન કરવું: હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે એક કે બે કપ રાંધેલા ક્વિનોઆ આખા દિવસ દરમિયાન ખાઈ શકાય છે. જો જમતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેનું સેવન ન કરવું. ખાસ કરીને જો ઉલ્ટી, ઉબકા, ખંજવાળ વગેરેની સમસ્યા હોય તો ક્વિનોઆનું સેવન ન કરવું.

દરરોજ એક કપ ક્વિનોઆ ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી વધતા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. જો કે, સેવન કરતા પહેલા તમારે ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.

વજન નિયંત્રણમાં મદદ કરે છે: ક્વિનોઆમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ફાઈબરથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ સાથે વારંવાર ખાવાની આદત છૂટી જાય છે. આ માટે હંમેશા નાસ્તામાં ક્વિનોઆનું સેવન કરો. આ મેટાબોલિઝમને પણ ઝડપી બનાવે છે. સાથે જ પ્રોટીન શરીરને હંમેશા ઉર્જાવાન રાખે છે.

જો તમે પણ વજન ઘટાડવા માંગતા હોય તો તમારા આહારમાં ક્વિનોઆનું સેવન કરી શકો છો. આ માહિતી વજન ઘટાડવા માટે ઉપયોગી છે તેથી મિત્રોને આગળ મોકલો અને આવીજ માહિતી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર, બ્યૂટી ટિપ્સ, હેલ્થ & ફિટનેસ ટિપ્સ સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, કૃપા કરીને ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ જરૂર લો. કોઈપણ ઉપયોગ વપરાશકર્તાની સંપૂર્ણ જવાબદારી પર રહેશે. ગુજરાત ફિટનેસ આ માહિતીની જવાબદારી સ્વીકારતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *