આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણે જાણીએ છીએ કે ઋતુ બદલાય છે તેની સાથે ઘરમાં આમંત્રણ વગરના મહેમાનો ઘરમાં આવવા લાગે છે. અહીંયા તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આમંત્રણ વગરના મહેમાનો એટલે કોણ. તો તમને જણાવીએ કે આ મહેમાનો એટલે કે વંદાઓ, માખીઓ, ગરોળી, ઉંદરો ઘરમાં ઘૂસી આવે છે. ખાસ વરસાદની મોસમમાં તેઓ ખૂબ જ પરેશાન કરે છે.

આ આમંત્રણ વગરના મહેમાનો એકવાર ઘરે આવી જાય છે પછી આપણને ખુબજ હેરાન, પરેશાન કરી દે છે. આ મહેમાનોને ભગાડવા માટે આપણે બજારમાંથી ઘણી બધી પ્રોડક્ટ્સ લાવીને ઉપયોગ કરીએ છીએ અને આ મહેમાનોને ભગાડીએ છીએ પરંતુ આ વસ્તુઓ પ્રોડક્ટ્સ ઘણીવાર આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે.

તો આજે અમે તમને એવી કેટલીક એવી ટિપ્સ જણાવીશું જે ટિપ્સની મદદથી તમે તમારા ઘરમાં ઘૂસેલા આમંત્રણ વગરના મહેમાનોને ખુબજ આસાનીથી ભગાડી શકો છો. તો ચાલો જાણીએ આ ટિપ્સ વિષે.

1. કીડી : જયારે પણ કઈ મીઠી વસ્તુ ખાતા હોઈએ અને એ વસ્તુ નીચે પડી જાય છે ત્યારે તરત 5 જ મિનિટમાં ત્યાં તમને કીડીઓની લાઈન જોવા મળે છે. જો આ કીડી લાલ રંગની હોય તો તમને કરડવાથી ખંજવાળ આવવા લાગે છે. તમને જણાવીએ કે લાંબી લાઈનમાં ચાલતી આ કીડીઓ પોતાની સાથે ઘણા બેક્ટેરિયા લઈ જાય છે.

તેથી જો તે ખોરાક સાથે ભળી જાય તો ફૂડ પોઇઝનિંગનું જોખમ રહેલું છે અને તેને કરડવાથી એલર્જી થઈ શકે છે. તો જયારે પણ તમારા ઘરે કીડીઓ આવે ત્યારે તેને ભગાડવા માટે તમે તેમના ખાડા પર ટેલ્કમ પાવડર છાંટી શકો છો અથવા તેના દળમાં હળદર અથવા ફટકડી નાખી શકો છો.

2. વંદાઓ: તમે જોતા હશો કે તમારા રસોડામાં અને તમારા સ્ટોર રૂમમાં વંદાઓ આવી જતા હોય છે જે તમારા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. તેઓ ખોરાકમાં તેમની મૃત ત્વચા (ડેડસ્કિન) અને ગંદકી ઉમેરી દે છે. અને જો આ ખોરાક ખાવામાં આવે તો યુરિન ઈન્ફેક્શન અને ફૂડ પોઈઝનિંગનું જોખમ ઘણું વધી જાય છે. તેથી વંદાઓથી છુટકારો મેળવવો ખુબજ જરૂરી બની જાય છે.

તો આ માટે તમે જ્યાં વંદાઓ હોય ત્યાં ખાંડ અને ખાવાનો સોડા નાખો અથવા ખાવાના સોડામાં થોડી ખાંડ અને લોટ મિક્સ કરીને નાના બોલ બનાવીને રસોડામાં અને સ્ટોર રૂમમાં રાખો. જેના કારણે રસોડામાં રહેલા વંદોઓ દૂર ભાગી જશે. આ સિવાય તમારા ઘરના જે ખૂણામાં ઉપદ્રવ હોય ત્યાં લવિંગ રાખવાથી પણ ઘરમાં વંદોઓ નહીં આવે.

3. ગરોળી : ખાસ કરીને ત્રીઓ ગરોળીને જોઈને ડરતી હોય છે અને ઘણી સ્ત્રીઓ તેને જોઈને ચીસો પાડવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે ગરોળી ડરામણીની સાથે જીવલેણ પણ હોઈ શકે છે? જો ગરોળી કે તેનો મળ આપણા ખોરાકમાં પડી જાય તો તે આપણા માટે જીવલેણ બની શકે છે. તેથી ઘરમાં ગરોળી આવતા જ તેને ભગાડવી ખુબજ જરૂરી છે.

આ માટે તમે કાળા મરીને પાણીમાં ભેળવીને છાંટવાથી ગરોળી ભાગી જાય છે. આ ઉપરાંત તમે બીજો ઉપાય કરી શકો છો જેમાં તમારે રૂમમાં લસણની કળીઓ રાખવાની છે. તેનાથી પણ ત્યાં ગરોળી આવતી આવશે નહીં.

4. કરોળિયા: આપણે જાણીએ છે કે થોડા દિવસ જો ઘરની સફાઈ કરવામાં ન આવે તો તે જગ્યા પર કરોળિયા ઘર બનાવી દે છે. આ કરોળિયા ખૂબ ઝેરી હોય છે. જો તે આપણી ત્વચા પર ચાલી જાય તો તે જગ્યા પર લાલ ફોલ્લીઓ નીકળી આવે અને ખંજવાળ આવવાની શરૂ થઇ જાય છે

કારણકે કરોળિયામાં એક ખાસ પ્રકારનું ઝેર હોય છે જે માનવીના લોહીમાં પ્રવેશીને શારીરિક પીડા આપે છે. કરોળિયા પોતે જ તેમના જીવન માટે એક મોટી જાળ વણાવે છે, જે આપણા ઘરની દિવાલો, પલંગ, કબાટ અને માળીયા જેવી જગ્યાએ બનાવે છે.

ક્યારેક તે તેમનું જાળ વણતી વખતે કરોળિયા આપણા શરીર પર પડે છે અને કરડે છે જે ઘણીવાર આપણને ખબર રહેતી નથી. કરોળિયાને ઘરમાંથી ભગાડવા માટે પાણીમાં મીઠું ભેળવીને ઘરના દરેક ખૂણે-ખૂણે છાંટી દેવું. આ સિવાય તમે ઈચ્છો તો પાણીમાં વિનેગર, પેપરમિન્ટ ઓઈલ મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો.

5. મચ્છર : ચોમાસાની ઋતુ શરુ થતા જ મચ્છર જન્ય રોગો થવાનું ચાલુ થઇ જતું હોય છે. મચ્છર કરડવાથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી ગંભીર બીમારીઓ થઇ શકે છે. આ બીમારીઓ ઘણીવાર જીવલેણ સાબિત થાય છે.

તેનાથી બચવા માટે તમારે ઘરમાં એક કોડિયું લઇ તેમાં સૂકા કડવા લીમડાના પાનનો ધુમાડો કરવો જોઈએ અને ઘરના દરેક ખૂણામાં કોડિયું ફેરવવું જોઈએ. આ ધુમાડાના કારણે ઘરના દરેક ખૂણામાં રહેલા મચ્છર ભાગી જશે. ઉપરાંત

6. માખીઓ : માખીઓ આપણને હેરાન કરવાની સાથે સાથે નાની મોટી બીમારીઓ પણ ફેલાવે છે. આપણે જાણીએ છીએ કે માખીઓ ગંદી જગ્યાએ બેસી રહે છે અને જેના કારણે તેમના પગમાં ગંદકી ચોંટી જાય છે. આ ગંદકી ખાવામાં ભળી જવાથી આપણને ટાઈફોઈડ અને ટ્યુબરક્યુલોસિસ જેવી બીમારીઓ થઈ શકે છે.

આથી માખીઓને ભગાડવા માટે ઘરમાં કપૂરનો ધુમાડો કરવો જોઈએ અથવા સફરજનમાં લવિંગ દબાવીને રાખવું જોઈએ જેનાથી માખીઓ આવતી નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *