ઋતુ બદલાતા બિમાર પડવાનો ડર લાગતો હોય છે. જયારે શિયાળાની સીઝન ચાલુ થાય છે ત્યારે બીમાર પાડવાનું જોખમ વઘી જાય છે. વાતાવરણ બદલાતા શરદી, ખાંસી, ફલૂ, જેવી બીમારી થવાની શકયતા રહેતી હોય છે. જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જતી હોય છે.
શિયાળામાં વાતાવરણ ખુબ જ ઠંડુ હોય છે જેના કારણે ગરમ કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. જેથી તમને ઠંડી ના લાગે અને તમે બીમાર ના પડો. શિયાળાની ઋતુમાં સારો અને પૌષ્ટિક આહાર લેવામાં આવે તો ઘણી બીમારીથી બચી શકાય છે.
શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ બનાવી રાખી ખુબ જ જરૂરી છે. આજે અમે આ આર્ટિકલમાં તમારા માટે શરદી, ઉઘરસ, ફલૂ જેવી બીમારીથી બચવા માટે કેટલાક ઘરેલું ઉપચાર લઈને આવ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી તમને ઘણી રાહત થશે.
હળદર વાળું દૂઘ: બીમારી થી બચવા અને રોગપ્રતિકારક શક્તિ વઘારવા ખુબ જ ઉપયોગી છે. તેના માટે એક ગ્લાસ ગરમ દૂઘ લેવાનું તેમાં એક ચમચી હળદર નાખીને હલાવીને તૈયાર કરો. આ દૂઘને રાત્રે સુતા પહેલા પી જવું. આ હળદર વાળું દૂઘ પીવાથી ફલૂ, શરદી અને ખાંસી થી બચાવવામાં મદદ કરે છે.
વરાળની નાસ લેવી: શિયાળાની ઋતુમાં નાસ લેવા થી શરીરમાં ગરમી ઉત્પન્ન થશે. જેથી ઠંડી ઓછી લાગશે. જયારે ખાસી થી હોય અને ગળા માં કફ જામી જાય ત્યારે પાણીમાં અજમો નાખીને વરાળની નાસ લેવી જોઈએ. જેથી ગળામાં થયેલ ઈન્ફેક્શન દૂર થાય છે અને ગળા માં જામેલ જીદી કફ ને દૂર કરે છે. જેથી ઉઘરસ પણ મટી જાય છે.
તુલસી વાળી ચા પીવી: ઘણા લોકો ચા પીવાના શોખીન હોય છે. તુલસી આયુર્વેદિક ઔષધિ છે. તુલસીના સેવન થી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. માટે ચા માં તુલસીના પાન નાખીને પીવામાં આવે તો શરદી, ઉઘરસમાં ઘણી રાહત થાય છે. તમે તુલસીના પાનનો પાવડર બનાવી ને પણ ચા માં નાખી શકો છો.
ગરમ પાણીના કોગળા કરવા: રાત્રે સુતા પહેલા અને સવારે ઉઠીને પાણીને હુંફાળું ગરમ કરીને તેમાં થોડું મીઠું નાખીને કોગળા કરવાથી ગળા દુખાવો, ગળા માં ઈન્ફેક્શન, ગળા માં જામેલ કફ ને દૂર કરવામાં મદદ કરે છે, અને મોમાં રહેલા ખરાબ બેક્ટેરિયાને દૂર કરવામાં પણ મદદ કરશે.
શિયાળાની ઋતુમાં બીમારીથી છુટકાળો મેળવા માટે આ દેશી ઘરેલું ઉપાય ખુબ જ કારગર સાબિત થશે. આ ઉપાય નો ઉપયોગ કરીને બીમારીથી બચી શકાય છે, અને બીમારી ને દૂર કરી શકાય છે.