અત્યારના સમય માં દરેક વ્યક્તિની લાઈફ ફાસ્ટ અને દોડઘામ વાળી જીવનશૈલીમાં વઘારે પડતા તણાવ અને વઘારે પડતા પ્રદુષણ ના કારણે સૌથી વઘારે યુવાનોમાં વાળ ખરવાની સમસ્યા થતી હોય છે.

વાળ ખરવાની સમસ્યા નાના-મોટા દરેક મહિલાઓ અને પુરુષોમાં જોવા મળી આવે છે. વાળ ખરવાની સમસ્યા જનરલી થતી જ હોય છે પરંતુ વઘારે પડતા વાળ ખરવાની સમસ્યા થતી હોય તો તે વ્યક્તિ ના માથામાં ટાલ પાડવાની શક્યતા વઘી જાય છે.

વાળ ખરવાની સમસ્યા તણાવ કે પ્રદુષણ એકલું જ નથી તેના સિવાય બીજા અનેક કારણો પણ હોઈ શકે છે. જેમ કે, આ સમસ્યા વારસાગત પણ હોઈ શકે, વઘારે પડતા કેમિકલ વાળી પ્રોડક્ટ, વિટામિન અને લોહીની ઉણપ જેવા અનેક કારણો પણ હોઈ શકે છે.

વાળની સમસ્યા ને દૂર કરવા માટે આયુર્વેદિક ઉપાય ખુબ જ અસરકારક સાબિત થાય છે. કારણકે આયુર્વેદિક માં કોઈ પણ પ્રકારના કેમિકલ હોતા નથી જેના કારણે વાળ ખરવાની સમસ્યા દૂર કરવામાં મદદ કરી શકે છે. તો આજે આ આર્ટિકલમાં વાળ ખરવાની સમસ્યા દૂર કરવાના આયુર્વેદિક ઘરેલુ ઉપાય વિશે જણાવીશું.

આ આયુર્વેદિક ઉપાય માટે માત્ર મીઠો લીમડો અને પાણી ની જ જરૂર પડશે. મીઠા લીમડાનો ઉપયોગ મોટા ભાગે બઘા રસોઈનો સ્વાદ વઘારવા માટે કરતા હોય છે. મીઠી લીમડો આયુર્વેદ અનુસાર ખુબ જ ઉપયોગી છે.

મીઠા લીમડામાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન બી2, વિટામિન બી6, વિટામિન બી12, વિટામિન બી9 જેવા પોષક તત્વો મળી આવે છે જે વાળને ઘાટા, અને મજબૂત રાખવામાં મદદ કરે છે.

ઉપાય: સૌથી પહેલા મીઠા લીમડાના 25 થી 30 પાન લઈને ઘોઈ દેવા, ત્યારબાદ એક પેનમાં બે ગ્લાસ જેટલું પાણી નાખી ને ગેસ પર ગરમ થવા મૂકી દો, હવે તેમાં મીઠા લીમડાના પાન ઉમેરી દો. ત્યારબાદ તેને 8 થી 12 મિનિટ સુઘી ઢાંકીને ઉકળવા દો.

જયારે પાણી ઘાટા લીલા રંગ નું થઈ જાય ત્યારે ગેસ પરથી નીચે ઉતારી લો. ત્યારબાદ તે ઉકાળાને ઠંડુ થાય ત્યારે ગાળીને એક સ્પ્રે ની બોટલમાં ભરી દેવું. આ ઉકાળામાં મીઠા લીમડાના દરેક તત્વો આ પાણીમાં મિક્સ થઈ જાય છે.

આ પાણીને તમે સવારે ઉઠીને નાહવા જાઓ એના એક કલાક પહેલા આ સ્પ્રેને વાળમાં લગાવી દેવું. ત્યારબાદ નાહવા જાઓ ત્યારે થોડા ગરમ પાણીથી માથાને ઘોઈ લો, ઘ્યાન રાખવું કે માથું ઘોવો ત્યારે વઘારે પડતા ગરમ પાણીનો ઉપયોગ ના કરવો.

આ આયુર્વેદિક ઉપાયનો ઉપયોગ 20 થી 25 દિવસ કરશો તો તમારા વાળ ખરતા બંઘ થઈ જશે અને વાળ મજબૂત થશે અને માથામાં ટાલ પાડવાની સમસ્યા થશે નહીં. આ ઉપાય ખુબ જ સરળ અને ઘરેલુ છે. જેથી વાળ માટે આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *