આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

અત્યારે હાલમાં આખી દુનિયામાં ઘણા બઘા વાયરસ ફેલાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ઈમ્યુનીટી સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શકતી નબળી હોય તો આપણા શરીરમાં ઘણા બઘા વાયરસ પ્રવેશી શકે છે.

આ બઘા વાયરસના કારણે ઈન્ફેકશન થવાનું જોખમ વઘી જાય છે. આપણે બઘા જાણીએ જ છીએ કે કોરોનાએ હાહાકાર મચાવિયો છે. હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ ના કારણે આખી દુનિયા પરેશાન થઈ ગઈ છે.

આ એવો વાયરસ છે જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તરત જ વાયરસ પ્રવેશી શકે છે. માટે આપણા શરીરમાં વાયરસને પ્રવેશવા ના દેવો હોય તો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી ખુબ જ જરૂરી છે. માટે આજે અમે તમને ઈમ્યુનીટી વધારવા માટે શું કરવું તેના વિશે જણાવીશું.

વિટામિન-ડી: આપણી રોગપ્રતિકારક શકતીને મજબૂત કરવા વિટામિન-ડી ભરપૂર માત્રામાં હોવું જરૂરી છે. વિટામિન-ડી સૂર્યપ્રકાશના કિરણોથી મેળવી શકાય છે. માટે દરરોજ 20 મિનિટ સવારના તડકામાં ઉભા રહીને લઈ લેવું જોઈએ. જેથી ઈમ્યુનીટી વઘે અને એનાથી અનેકે રોગ સામે લડવાની ક્ષમતા મળી રહે.

દહીંનું સેવન: દહીંમાં એવા કેટલાક પોષક તત્વો મળી આવે છે જે ઈમ્યુનીટી વઘારે છે. માટે બપોરે ભોજન કરતી વખતે સાથે દહીંની સેવન કરવું જોઈએ. જો દરરોજ જમવા સાથે દહીંનું સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

ગ્રીન-ટીનું સેવન: ચા નું સેવન કરવાથી આપણા શરીરમાં ઘણા નુકશાન થઈ શકે છે. પરંતુ જો તેની જગ્યાએ ગ્રીન-ટી નું સેવન કરવામાં આવે શરીરમાં ઘર કરી ગયેલા રોગોને મટાડે છે. ગ્રીન-ટીનુ સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી બેક્ટેરિયાને દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

પાણીનું સેવન: આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે પાણી ખુબ જ ઉપયોગી છે. પરંતુ આપણા શરીરને જરૂરી છે તેટલું પાણી નથી પિતા જેના કારણે આપણી ઈમ્યુનિટી નબળી પડી જાય છે. માટે દિવસમાં આશરે 8 થી 10 ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ. જેથી ઈમ્યુનિટી મજબૂત થાય.

યોગા અને પ્રાણાયમ: આપણા શરીરને ખાવાની સાથે યોગા અને પ્રણાયામ પણ કરવા જોઈએ. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી રાખે. દરરોજ સવારે 20-25 મિનિટ યોગા અને પ્રાણાયમ કરવાથી માનસિક અને શારીરિક બીમારી દૂર થાય છે આ ઉપરાંત હંમેશા તે વ્યક્તિ ઉર્જાવાન અને તણાવ મુક્ત રહે છે.

તુલસીનું સેવન: તુલસી દરેકના ઘરે મળી આવે છે. તુલસી આયુર્વેદિક દવાનું કામ કરે છે. તુલસીમાં એવા ઘણા ગુણો મળી આવે છે ઘણા રોગોને દૂર કરે છે. માટે જો શરીરમાં ઈમ્યુનીટી ઓછી હોય તો દિવસમાં બે વાર ત્રણ-ત્રણ પાન નું સેવન કરવું જોઈએ. જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય અને વાયરસ આપણાથી દૂર રહે.

લસણનું સેવન: લસણ નું સેવન કરવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે. લસણનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ ને કંટ્રોલ કરે છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી લોહી શુદ્ધ રહે છે. આ ઉપરાંત ઘણા રોગ સામે લડે છે. માટે રોગપ્રતિકારક શક્તિ વઘારવા માટે લસણ ખુબ જ ઉપયોગી છે.

આ ઉપરાંત ઈમ્યુનીટી વઘારવા માટે લીલા શાકભાજી, ફળો અને ફળોના જ્યૂસનું સેવન અવશ્ય કરવું જોઈએ. જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે અને કોરોના જેવી મહામારીથી બચવું હોય તો આજથી જ આ વસ્તુનું સેવન કરીને ઈમ્યુનીને વધારવાનું શરુ કરી દેજો જેથી વાયરસ તમારી દૂર રહે અને તમે સ્વસ્થ અને સુરક્ષિત રહો.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *