ચંદન વિષે તો બધા લોકો જાણતા હશે કારણકે તે ખૂબ જ સુગંધીદાર અને મનમોહી લે તેવું વૃક્ષ છે. ચંદનની સૌથી મહત્વની વાત એ છે કે તેના લાકડામાંથી મળતી સુગંધ ઘણી સદીઓ સુધી રહે છે. ચંદનના પાન અને પાંદડા વિવિધ પ્રકારના ફાયદાઓ પ્રદાન કરે છે અને સદીઓથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટે ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

ચંદનમાંથી મળતા સ્વાસ્થ્ય લાભોને કારણે તેને ઔષધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચંદનનો ઉપયોગ પ્રાચીન સમયથી આયુર્વેદિક ઔષધિ તરીકે કરવામાં આવે છે અને આજે પણ ચંદન અને તેની બનાવટો બજારમાં સરળતાથી મળી રહે છે. જાણીએ ચંદનના ફાયદા વિષે.

ચામડીના રોગોને દૂર કરવા: તમને જણાવીએ કે ચંદનમાં ચોક્કસ પ્રકારના બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે ચહેરા પર સોજો, લાલાશ અને બળતરા જેવી ચામડીની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે . ખરજવું અને એટોપિક ડર્મેટાઈટીસ જેવી સ્થિતિમાં ચંદનનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઠંડક મળે: ઉનાળાની ઋતુમાં ગરમીથી ઠંડક મેળવવા માટે ચંદન લગાવી શકો છો. જો કપાળમાં દરરોજ ચંદન લગાડવામાં આવે ફાયદો થઇ શકે છે. આ સાથે તેનથી આંખોના કાળા વર્તુળો પણ દૂર થઈ જાય છે. તમે ફક્ત ચંદનના પાવડરમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. જ્યારે તે સુકાઈ જાય છે, ત્યારબાદ પાણીની મદદથી ચહેરો સાફ કરો.

ચહેરાની કરચલીઓ દૂર કરવા: ચંદનનો ઉપયોગ ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે પણ તે મદદરૂપ માનવામાં આવે છે. ચહેરા પર ચંદન લગાવવાથી કરચલીઓ ઓછી થાય અને વૃદ્ધત્વના ચિન્હોને પણ ઘટાડે છે આ સાથે ત્વચાને નરમ બનાવે છે.

રોગો મટાડે: દરરોજ કપાળ પર ચંદનનું તિલક કરવાથી થાક, લોહીના વિકાર, ઝાડા, માથાનો દુખાવો જેવા રોગો મટે શકે છે. તેથી આવી નાની મોટી સમસ્યાઓથી કે રોગોથી પીડિત લોકોએ દરરોજ ચંદનનો તિલક લગાવવો જોઈએ જે તેમના માટે ફાયદારૂપ રહે છે.

તણાવ દૂર કરવા: ચંદનનો ઉપયોગ કરીને તણાવમાંથી છુટકારો મેળવી શકાય છે. આ માટે કપાળ ઉપર ચંદન લગાડવાથી મનમાં શાંતિ થાય છે અને તનાવ પણ દૂર થાય છે. આથી તણાવથી પીડિત લોકોએ સૂતા પહેલા દરરોજ રાત્રે કપાળ પર ચંદનની પેસ્ટ લગાવવી જોઈએ. આ સાથે જેને અનિંદ્રાની સમસ્યા છે તેવા લોકોએ પણ ચંદનની લાકડીની પેસ્ટ લગાવવી જોઈએ. તેને લગાવવાથી તમને સારી ઊંઘ આવી શકે છે.

ચંદન પેટના રોગોને દૂર કરવા: તમને જણાવીએ કે ચંદનના પાન અને લાકડાના રસમાં ખાસ પ્રકારના તત્વો જોવા મળે છે, જે પેટના આંતરિક રોગોના ઈલાજમાં મદદ કરે છે. કેટલાક થયેલા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ચંદનમાં કેટલાક સંયોજનો હોય છે જે પેટના અલ્સરની સારવારમાં મદદ કરે છે.

તાવ ઘટાડવામાં મદદ કરે: તમને જણાવીએ કે ચંદન પર કરવામાં આવેલા કેટલાક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેમાં એન્ટિપ્રાયરેટિક ગુણધર્મો હોય છે, જે શરીરના તાપમાનને સામાન્ય સ્તરે લાવવામાં મદદ કરે છે. આથીજે લોકોને સામાન્ય તાવ હોય તેમના માટે ચંદન ફાયદાકારક સાબિત થઈ શકે છે .

માનસિક તણાવ ઓછો થાય: ચંદનમાંથી મનમોહીલે તેવી સુગંધ આવે છે, જેની ગંધ મગજના રાસાયણિક સ્તરની અસામાન્ય હિલચાલને ઘટાડે છે અને તમને સારો અહેસાસ થાય છે. આયુર્વેદ અનુસાર ચંદનની સુગંધ માનસિક શાંતિ પ્રદાન કરવામાં મદદ કરે છે.

તમને જણાવીએ કે ચંદનના ઉપર જણાવેલ ફાયદા સામાન્ય રીતે પ્રાચીન તબીબી પ્રણાલીઓ અથવા અભ્યાસો પર આધારિત છે અને દરેક વ્યક્તિના શરીર પર તેની અસર અલગ અલગ હોઈ શકે છે. હવે તમને જણાવીએ ચંદનની કેટલીક આડ અસરો વિષે:

તમને જણાવીએ કે એવા ઘણા તત્વો ચંદનમાં પણ જોવા મળે છે, જે કેટલાક લોકોના શરીરમાં જઈને ઝેરી અસર કરી શકે છે, જેમાં નીચેના લક્ષણો થઈ શકે છે. જેમાં પેટમાં દુખાવો થવો, ઉલટી, ઝાડા વગેરે. આ સિવાય ચંદનની સુગંધ કેટલાક લોકો માટે માથાનો દુખાવો પેદા કરી શકે છે અને કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે.

હવે જાણીએ ચંદનનો ઉપયોગ કેવી રીતે કરવો: ચંદન પાવડરની પેસ્ટ લગાવી શકો છો. ચંદનના પાઉડરનો લેપ લગાવી શકો છો. ચંદનના પાનને પીસીને લેપ લગાવી શકો છો. તેની સુગંધને એરોમાથેરાપી તરીકે લઈ શકાય છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *