શરીરના દરેક અંગોને પોષક તત્વોની જરૂરિયાત રહેતી છે. તેવામાં સૌથી જરૂરી પોષક તત્વ કેલ્શિયમ છે, જેનું પ્રમાણ ઓછું થઈ જવાના કારણે સાંઘાના દુખાવા, જોઈન્ટ પેઈન, હાડકાનો અવાજ આવવા જેવી સમસ્યાઓ થવાનું ચાલુ થાય છે. જેના કારણે ઉઠવા બેસવા અને ચાલવામાં તકલીફ પડતી હોય છે.
સાંઘા અને હાડકા ના દુખાવા ની સમસ્યા વધતી ઉંમરે એટલે કે 50 થી વધુ ઉંમરના લોકોમાં જોવા મળતી હોય છે, પરંતુ આજના આધુનિક યુગમાં આ સમસ્યા નાની ઉંમરે એટલે કે 30 વર્ષની ઉંમર પછી પણ ઘણા લોકોમાં જોવા મળે છે.
જે વ્યક્તિની કેટલીક લાપરવાહી અને કેટલીક ખરાબ આદતોના કારણે પણ જોવા મળતી હોય છે. ખરાબ આદત માં બેઠાળુ જીવન અને પરિશ્રમ નો અભાવ હોવાના કારણે આ તકલીફનો સામનો કરવો પડતો હોય છે. જેમાં સૌથી વધુ લોકો ઘુંટણ ના દુખાવાથી પીડાઈ રહ્યા છે.
આ એક ગંભીર બીમારી માનવામાં આવે છે. જેનો સમય રહેતા જ ઈલાજ કરવો ખુબ જ આવશ્યક છે, નહીં તો વઘતી ઉંમરે ખુબ જ તકલીફ નો સામનો કરવો પડી શકે છે. આ માટે આજે અમે સાંધા ના દુખાવા, ઢીચણ ના દુખાવા, હાડકાનો આવવા જ આવવા જેવી ગંભીર બીમારીમાં રાહત મેળવી શકાય છે.
મેથીદાણા નો પાવડર: જો તમે સાંઘાના દુખાવા, હાડકાનો અવાજ, ઢીંચણ ની અસહ્ય પીડા જેવી સમસ્યા થઈ રહી હોય મેથીનો પાવડર ખુબ જ અસરકારક સાબિત થશે. તે સ્વાદમાં કડવો હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે.
તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે જેને હૂંફાળા પાણીમાં ઉમેરીને પછી રાતે સુવાના પહેલા પીવાનું છે. આ ડ્રિન્ક આયુર્વેદિક દ્રષ્ટિ એ જડીબુટી સમાન છે, જે હાડકાને અંદરથી મજબૂતી આપવાનું કામ કરે છે. આ માટે તમે મેથીના પાવડરને પાણીમાં મિક્સ કરીને પી શકો છો. જે હાડકા અને સાંઘા ને લગતી સમસ્યામાં રાહત આપશે.
સુંઠ પાવડર અને હળદર: સુંઠ પાવડર અને હળદર બને ને સમ પ્રમાણમાં લઈ લો, એની સાથે તમે મેથીદાણા પાવડર પણ ઉમેરી શકો છે જેથી તે ખુબ જ પાવડરફુલ ચૂરણ તૈયાર થઈ જશે. આ ત્રણ વસ્તુને સરખા ભાગમાં લઈ ને નવશેકા પાણીમાં એક ચમચી તે ચૂરણ પાવડર નાખીને ડ્રિન્ક પી જવાનું છે.
આ ડ્રિન્કમાં મળી આવતી દરેક વસ્તુ માં ઔષધીય ગુણો મળી આવે છે જે દુખાવાને દૂર કરવા અને હાડકાને અંદરથી મજબૂત આપવાનું કામ કરે છે, જો તમે હાડકા અને સાંધા અને ઢીચણ ના દુખાવાથી ખુબ જ પીડાઈ રહ્યાં હોય તો આ ડ્રિન્ક નું સ્રેવન કરવું જોઈએ. જેનાથી ખુબ જ ઝડપથી રાહત મેળવી શકાય છે.
આ ઉપરાંત ખાવામાં કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર હોય એવા ખોરાક ખાવા જોઈએ. આ માટે સૌથી પહેલા તો રોજે એક વાટકી દૂધ પી જવું જોઈએ, આ સિવાય, કેળાં, લીલા પાલક, બ્રોકોલી, સોયાબીન, ટોફુ, સૂકા ડ્રાયફ્રૂટ્સ, દૂઘ, દહીં, ઈંડા, સેલમોન માછલી વગેરે નું સેવન કરી શકાય છે.