અત્યારે શિયાળની ઋતુ ચાલી રહી છે તેવા સમયમાં મોટાભાગે ઘણા લોકોને હાથ પગના સાંધાના દુખાવા, ઢીંચણના દુખાવા, કમરના દુખાવા, ખભાનો દુખાવા થવાની સમસ્યાઓ વઘવાનું શરૂ થઈ ગયું છે.

ઘણા લોકો સવારે ઉઠે ત્યારે હાથ પગના સાંઘા દુખતા હોય કે સવારે ઉઠતાની સાથે જો ચાલવા લાગ્યો ત્યારે હાડકાંમાંથી અવાજ આવતો હોય છે. જેવી રીતે ચિકનગુનિયાની અસર થતી હોય તેવી જ રીતે સાંધાના દુખાવાની સમસ્યા વઘવા લાગી છે. આવી સમસ્યામાં આયુર્વેદિકમાં તેના ઘણા ઉપાય જણાવામાં આવ્યા છે.

આયુર્વેદિકમાં જાણવામાં આવ્યું છે કે આપણા શરીરમાં જો વાત-પિત્ત- કફ આ ત્રણે અસંતુલિત થઈ જાય ત્યારે શરીરમાં અનેક બીમારી થવાની શરૂઆત થઈ જતી હોય છે. સાંઘાના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે.

જો શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો સાંઘાના અને સ્નાયુના દુખાવા થતા હોય છે. વાત નો પ્રકોપ વઘવાના કારણે પણ સાંઘાના દુખાવા થતા હોય છે. શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાના કારણે પણ સાંઘાના દુખાવા માં વઘારો થઈ શકે છે.

માટે આજે અમે તમને કોઈ પણ પેઈન કિલરનો ઉપયોગ કર્યા વગર સાંઘાના દુખવા, કમરના દુખાવા, ઢીંચણના દુખાવાને દૂર કરવાના ઘરેલુ ઉપાય જણાવીશું. જયારે વાયુનો પ્રકોપ વઘે છે ત્યારે તે વાયુ આપણા જોઈન્ટમાં ભરાઈ જાય છે ત્યારે જોઈન્ટ પેઈન, કમરનો દુખાવો, ઢીંચણનો દુખાવો થવાની શરૂઆત થઈ જતી હોય છે. તો ચાલો ઉપાય વિશે વધુ જાણીએ.

1. સાંઘાના કોઈ પણ જાતના દુખાવા માટે તલનું તેલ, સરસવનું તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ તેલની માલિશ કરવાથી સાંઘાના દુખાવામાં ઘણી રાહત મળે છે. કારણકે જયારે પણ આપણે તેલથી માલિશ કરીયે છીએ ત્યારે સાંઘામાં વાયુ ભરાઈ ગયો હોય તો તે વાયુ દૂર થાય છે અને સાંઘામાં જરૂરિયાત ઓઈલ મળી રહે છે.

માટે આયુર્વેદમાં જાણવામાં આવ્યું છે કે દરરોજ સવારે ઉઠીને સ્નાન કર્યા પહેલા 5 મિનિટ તેલની શરીરના મોટા ભાગે દરેક અંગોમાં તેલની માલિશ કરવી કરવી જોઈએ. જેથી શરીરમાં જે કોઈ પણ સાંઘા સુકાઈ ગયા હોય તે ઓઈલીગ વાળા થઈ જાય છે અને સાંઘાના દુખાવામાં રાહત મળે છે.

2. જો શરીરમાં યુરિક એસિડનું પ્રણામ વઘારે હોવાના કારણે શરીરમાં સાંઘાનો દુખાવો રહેતો હોય તો એક ચમચી ગળો નો પાવડર, એક ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી અને એક ચપટી સૂંઢ પાવડર નાખીને મિક્સ કરી લો. હવે આ પેસ્ટને સવારે અને સાંજે જમવાના 30 મિનિટ પહેલા ખાઈ લેવાની છે. આ દેશી ઉપાય જેમને યુરિક એસિડનુ પ્રમાણ વધારે રહેતું હોય અને તેમને સાંઘાના દુખાવા રહેતા હોય તેમના માટે આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.

3. સૌથી પહેલા એક ગ્લાસ પાણી લો, તેમાં એક ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી નાખો અને પછી તેને ગરમ કરો, જયારે તે પાણી અડધું થઈ જાય ત્યારે તેને નીચે ઉતારીને થોડું ઠંડુ થવા દીધા પછી સવારે ખાલી પેટે ઘીરે ઘીરે પી જવાનું છે. આ ગરમ પાણી પીવાથી સાંઘામાં જો વાયુ ભરાઈ ગયો હોય ત તે દૂર થઈ જશે અને તેમાં રહેલ ઘી સાંધામાં ઓઈલિંગ કરવાનું કામ કરે છે. માટે આ પાણી પીવાથી દરેક દુખાવામાં રાહત મળે છે.

4. સૌથી પહેલા એકચમચી તલનું તેલ લઈ લો અને તેમાં લસણની 3 કળી નાખીને શેકી લો. ત્યાર પછી તે કળીને ઘીરે ઘીરે ખાઈ જવાની છે. લસણ ને આયુર્વેદમાં ઔષધી માનવામાં આવે છે. પરંતુ જો કોઈને પિત્તને લગતી સમસ્યા હોય જેવી કે એસીડીટી રહેતી હોય, છાતીમાં દુખાવો થતો હોય તેવા લોકો એ તલના તેલ અને લસણનું સેવન ના કરવું જોઈએ. કારણકે લસણ ખુબ જ ગરમ હોય છે. માટે એસિડિટીને વધારી શકે છે. જે ફાયદાની જગ્યાએ નુકસાન પણ કરી શકે છે.

5. જો શરીરમાં કેલ્શિયમની ઉણપના કારણે સાંઘાનો દુખાવો થતો કે હાડકામાં કટકટ અવાજ આવતો હોય તો તેમને બપોરે અને સાંજે જમવાની સાથે શુદ્ધ દેશી ગોળ ખાવાનો છે. જેથી કેલ્શિયમની ઉણપ દૂર થઈ જાય અને સાંઘા અને હાડકાના દુખાવામાં રાહત મળી રહે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *