શરીરને સ્વસ્થ રાખવા માટે રાતે 7-8 કલાક ની ઊંઘ લેવી જોઈએ. નિયમિત પણે રોજે સારી ઊંઘ લેવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. આ માટે સારી ઊંઘ લેવી વ્યકતિના શરીર માટે આવશ્યક છે.
જયારે વ્યક્તિની જીવનશૈલી અને આહાર લેવાની ગડબડી થઈ હોય તો પણ ઊંઘ ના આવા જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ઊંઘ ની સમસ્યાને સમય સર ઈલાજ કરવામાં ના આવે તો તે સ્વસ્થ માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે.
ઊંઘ ના આવવાના પણ ઘણા બઘા કારણો હોઈ શકે છે. ઊંઘ ના આવવાના કારણે વ્યક્તિ સુવા માટે બજાર માંથી ગોળીઓ લેતા હોય છે, જની આદત પડી જવાના કારણે વ્યક્તિને ગંભીર બીમારીના શિકાર પણ બનવું પડતું હોય છે.
આ માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી ઊંઘવા માટેની એક પણ ગોળી લીધા વગર જ સારી અને ઘસઘસાટ ઊંઘ મેળવી શકશો. શરીરમાં કોઈ પણ પ્રકારનો થાક લાગ્યો હોય તો થોડી વાર સુઈ જવાથી થાક ઉતરી જાય છે.
આ માટે આખા દિવસ દરમિયાન શરીરમાં લાગેલ થાક અને શરીરના દરેક અંગોને સ્વસ્થ બનાવી રાખવા માટે સારી ઊંઘ લેવી જરૂરી બની જાય છે. વધુ પડતા ટેન્શન અને તણાવ હોવાના કારણે વ્યક્તિ માનસિક રીતે કમજોર પડી જતો હોય છે જેના કારણે વ્યક્તિ ને તે જ વિચારો આવ્યા કરતા હોય છે જેના કારણે સારી ઊંઘ મળવી શકતા નથી.
પરંતુ જો તમે રાતે સુવાના પહેલા મન ને શાંત રાખશો તો ચોક્કસ તમે સારી ઊંઘ મેળવી શકશો. આ માટે સુવાના પહેલા કેટલીક આદતોને જીવનમાં અપનાવવી જોઈએ. આ માટે સૌથી પહેલા તો રાતે ભરપેટ ભોજન ના કરો, ત્યાર પછી થોડો સમય ચાલવાનું છે.
સુવાના એક કલાક પહેલા મોબાઈલ કે ટીવી જોવાનું બંધ કરી દો, ત્યાર પછી તમે જયારે સુવા જાઓ છો ત્યારે તમારે 15 મિનિટ માટે ઘ્યાન મુદ્રામાં બેસીને ઘ્યાન કરવાનું છે. મન ને શાંત કરવાનો આ સૌથી સરળ ઉપાય છે. જે મન ના બધા જ વિચારોને દૂર કરે છે અને મન ને શાંત કરે છે.
ઘ્યાન કરતી વખત એકાંતમાં જ એકલા જ બેસો આજુબાજુ કોઈ પણ પ્રકારનો અવાજ ના હોય તેવી જગ્યાએ જ બેસવું જોઈએ. આ સમયે તમારે માત્ર શ્વાસ અંદર અને બહાર નીકળતો હોય તેના પર ઘ્યાન કેન્દ્રિત કરવાનું છે. જો તમે રાતે સુવાના 15 મિનિટ પહેલા ઘ્યાન મુદ્રા કર્યા પછી એક ગ્લાસ નવશેકું દૂઘ પી ને પછી સુઈ જવાનું છે.
દૂઘ પીવાથી માનસિક તણાવ, ડિપ્રેશન, સ્ટ્રેસ વગેરે ને દૂર કરવામાં મદદ કરે છે. જો તમે ઊંઘ ની સમસ્યાથી પરેશાન હોય તો દૂઘ પીવાથી તે સમસ્યાને દૂર કરી શક્ય છે. દૂઘ માં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થશે.
જો તમે ઊંઘ ની ગોળીઓ ખાતા હોય તો તે બંધ કરીને ઉપર જણાવેલ ઉપાય કરવાથી અનિદ્રા ની સમસ્યા દૂર થાય છે, જેથી સારી ઊંઘ મળવાના કારણે વ્યક્તિનું શરીર સ્વસ્થ અને હેલ્ધી રહે છે.