સારી ઊંઘ આપણા મગજને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે માટે ઊંઘ સારી આવવી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. આપણે રાતે સારી ઊંઘ લઈએ છીએ તો સવારે ઉઠીએ તો એકદમ ફ્રેશ અને ઉર્જાવાન મહેસુસ કરતા હોઈએ છીએ.
પરંતુ ઘણા લોકોને મોડી રાત સુધી પણ ઊંઘ આવતી નથી જેના કારણે વારે વારે પડખા ફેરવતા રહેવું પડતું હોય, ઊંઘયા પછી અચાનક ઊંઘ ઉડી જાય અને ફરીથી ઊંઘ ના આવે તો ઘણી બીમારીઓ થવાનું જોખમ રહેતું હોય છે.
જેમ કે વજન વઘવું, આંખો પર સોજા આવવા, આંખો નીચે કાળા ડાઘ, શરીરમાં કમજોરી લાગે, કોઈ કામ કરવામાં મન ના લાગે જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ માટે ઊંઘ પુરી લેવી ખુબ જ જરૂરી છે.
ઊંઘ સારી આવે એ માટે આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જશે અને સવારે ઉઠશો ત્યારે એકદમ ફ્રેશ અને દરેક કામ કરવામાં ખુબ જ એનર્જી મળશે.
સારી ઊંઘ લાવવાની ટિપ્સ:
ઘણા એવા લોકો હશે જે રાતે મોડા ઊંગે છે અને સવારે પણ મોડા ઉઠતા હોય છે, જેના કારણે તેમનો આ સમસ્યા થઈ શકે છે. માટે રોજે સારી ઊંઘ લાવવા માટે આપણે રાતે સુવાનો સમય અને સવારે ઉઠવાનો સમય નિશ્ચિત કરવો જોઈએ. જેથી આપણે ઊંઘની સમસ્યા દૂર કરી શકીશું.
દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી 6-7 કલાક ની ઊંઘ લેવી જોઈએ પરંતુ જો વ્યક્તિ આટલા કલાકની ઊંઘ પુરી કરી શકતા નથી તો તેમને દિવસ દરમિયાન શરીરમાં થાક અને નબળાઈ રહેતી હોય છે, જેના કારણે ખુબ જ બેચેનીનો અનુભવ થતો હોય છે. માટે શરીરને સ્વસ્થ રાખવા માટે 6-7 કલાક ની ઊંઘ જરૂર લેવી જોઈએ.
સુતા સમયે ચા,કોફી ના પીવી જોઈએ કારણ કે તેમાં કેફીન ની માત્ર જોવા મળે છે, જે શરીરમાં શારીરિક શક્તિને વધારે છે જે મગજની કાર્ય ક્ષમતામાં વઘારો કરે છે જેથી આપણે સુવા જઈએ ત્યારે મોડા સુઘી ઊંઘ આવતી નથી. માટે રાત્રીના સમયે ચા અને કોફી જેવા પદાર્થોનું સેવન કરવાનું બંઘ કરવું હોઈએ.
આખો દિવસ ઓફિસ અથવા ગરના કામ પુરા કરી લઈએ ત્યાર પછી રીતે સુવાના 30 મિનિટ પહેલા નાહવું જોઈએ જેથી આખા દિવસનો લાગેલ થાક દૂર થઈ જાય અને સુવા જઈએ ત્યારે ખુબ જ સારી ઊંઘ મેળવી શકીશું.
રાતે ભોજન પછી ઘણા લોકોને ટેવ હોય છે કે જમ્યા પછી સીઘા પલાંગમાં આડા પડી જતા હોય છે જેના કારણે તેમને ખાધેલ ખોરાક પચતો નથી અને પેટ ખરાબ થતું હોય છે, માટે ભોજન પછી થોડો સમય ચાલવું જોઈએ ત્યાર પછી સૂવું જોઈએ.
માનસિક તણાવ હોવાના કારણે પણ ઊંઘ આવતી નથી, ઘણા લોકો ઓફિસ અથવા બહારના કોઈ પણ કામનું ટેન્શન માં રહેતા હોય છે જેના કારણે રાતે સુવા જઈએ ત્યારે ઊંઘ આવતી નથી, માટે કોઈ પણ ઓફિસ કે બીજું કોઈ પણ કામનું ટેન્સન ત્યાં જ મૂકી ને આવવું જોઈએ. જેથી રાતે સુવામાં ખુબ જ સારી મદદ મળશે.