વાળ દરેક વ્યક્તિની સુંદરતા વઘારવામાં મદદ કરે છે. વાળ ટૂંકા, સફેદ, ગૂંચાયેલા હોય તો વાળ ખરાબ દેખાતા હોય છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે તે તેમના વાળને લાંબા, કાળા, સિલ્કી અમે ચમકદાર બની રહે. પરંતુ આજના સમયમાં તે સંભવ નથી.
કારણે આજના સમયમા ખુબ જ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. આવા સમયમાં વાળને હેલ્ધી બનાવી રાખવા ખુબ જ મુશ્કેલ બની જતું હોય છે, એવામાં વાળમાં એવા કેમિકલ યુક્ત પદર્થોનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેના કારણે પણ વાળ ખરાબ થતા હોય છે.
આજે લોકો વાળ ખરવા, સફેદ થવા, બે મુખવાળા થવા, ડેન્ડ્રફ થવું, જેવી અનેક વાળને લગતી સમસ્યાથી મુશ્કેલી મુકાઈ ગયા છે. જયારે વાળને પૂરતું પોષણ ના મળી રહે તે સમયે વાળને લગતી અનેક તકલીફ નો સામનો કરવો પડતો હોય છે.
વાળને પૂરતું પોષણ મેળવવા માટે ખૂબ જ કાળજી લેવી જોઈએ. આ માટે વાળને હેલ્ધી અને પોષણ યુક્ત બનાવવા માટે સરસવ નું તેલ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. ઘણા વર્ષોથી સરસવના તેલનો ઉપયોગ વાળ માં થતો આવ્યો છે.
જો તમે રોજે સરસવના તેલની માલિશ વાળ અને વાળના મૂળમાં કરશો તો વાળને જરૂરી પોષણ મળશે અને વાળને મજબૂત બનાવશે. તે વાળને સોફ્ટ અને સિલ્કી બનાવે છે. ટૂંકા વાળને લાંબા કરવા માટે પણ સરસવના તેલનો ઉપયોગ કરી શકાય છે.
સરસવના તેલની માલિશ કરવાથી ઠંડક મળે છે. જો તમારા વાળ નાની ઉંમરે જ ખરવાનું શરુ થઈ ગયું હોય તો નિયમિત પણે સરસવના તેલની માલિશ કરવાથી ઘીરે ઘીરે વાળ ખરવાનું અટકી જાય છે અને વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે.
જો તમે વાળમાં સરસવનું તેલ નાખો છો તો તેમાં તમે લીંબુનો રસ મિક્સ કરીને પણ વાળમાં લગાવી શકો છો, જેના કારણે વાળમાં થયેલ ડેન્ડ્રફ, ખોડો, જુવો વગેરે દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય તે વાળને પોષણ પણ આપે છે.
જયારે વાળને લગતી સમસ્યા થતી હોય છે તે સમયે લોહીનું પરિભ્રમણ ખુબ જ ઘીમું થઈ જવાના કારણે થતી હોય છે. આ માટે લોહીના પરિભ્રમણ ને વઘારવા માટે સરસવના તેલમાં લીંબુ નાખીને મસાજ કરી લો, લોહીનું પરિભ્રમણ સુધરશે અને વાળને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે.
જો તમે નિયમિત પણે રોજે સરસવના તેલની માલિશ કરશો તો વાળને પોષણ મળશે અને તેની સાથે વાળની મજબૂતી વધશે, વાળ કાળા રહેશે, વાળ ખરતા અટકાવશે, વાળને સિલ્કી બનાવવામાં મદદ કરશે.