હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગરમીની શરૂઆત થતા જ દરેક વ્યક્તિની લાઈફ સ્ટાઈલ બદલાઈ જાય છે. ગરમીમાં લોકો કેરીના રસ સિવાય પણ તરસ છુપાવવા અને લૂ થી બચવા માટે શેરડીનો રસ પીતા હોય છે.
શેરડીનો રસ આપણા આરોગ્ય માટે ખુબ જ લાભદાયક છે. શેરડીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે જેમ કે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સિટામિન-સી, આયર્ન, વિટામિન-એ, વિટામિન-બી, પ્રોટીન, મિનરલ્સ, ઝીંક, ફોસ્ફરસ, ફાયબર જેવા તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે.
શેરડીના રસમાં રહેલ પોષક તત્વો આપણા શરીરને મળી રહે તે માટે આપણે તાજા શેરડીનો રસ પીવો જોઈએ. જેથી શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ પૂર્ણ થઈ શકે. ગરમીમાં લોકો શરીરને ઠંડક મળી રહે તે માટે કોલ્ડ્રિકનું સૌથી વધુ સેવન કરતા હોય છે.
પરંતુ કોલ્ડ્રિન્કનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે. માટે આપણા શરીરને થડક મળી રહે અને સ્વાસ્થ્ય સારું રહે તે માટે આપણે શેરડીના રસનું સેવન કરવું જોઈએ. જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે. હવે અમે તમને શેરડીનો રસ પીવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
ઈમ્યુનીટી વઘારે: શેરડીમાં સારી માત્રામાં ગ્લુકોઝ મળી આવે છે જે પાણીની ઉણપને પૂર્ણ કરવાની સાથે શરીરને ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. શેરડીનો રસ પીવાથી શરીરમાં રહેલ થાક અને નબળાઈને દૂર કરી શરીરમાં ઈમ્યુનીટી પવારને વઘારવામાં મદદ કરે છે. તેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ વાયરલ ઈન્ફેક્શનને દૂર કરે છે.
લીવર મજબૂત રાખે: લીવરમાટે શેરડી ખુબ જ ફાયદાકારક છે. શેરડીનો રસ પીવાથી લીવરમાં જામેલ ગંદકીને દૂર કરી લીવરને સાફ રાખે છે. જેથી લીવર મજબૂત રહે છે.
બળતરામાં રાહત: ઉનાળાની ત્વચા ગરમીમાં શરીરમાં બળતરા થવાની સમસ્યા સૌથી વધુ રહેતી હોય છે. શેરડીનો રસ પીવાથી પેટમાં થતી બળતરા, પેશાબમાં થતી બળતરા દૂર થાય છે. જેથી શેરડીનો રસ પીવાથી ગરમી સામે લડવાની ક્ષમતા વઘારે છે.
પથરીને દૂર કરે: ઘણા લોકોને પથરીનો દુખાવો થતો હોય છે. તેમના માટે શેરડીનો રસ ખુબ જ સારો માનવામાં આવે છે. માટે જો પથરીની સમસ્યા હોય તો રોજે એક ગ્લાસ શેરડીનો રસ પીવામાં આવે તો પથરીને તોડીને બહાર નીકાળવામાં મદદ કરે છે.
વજન ઘટાડવા: શેરડીમાં ડાયટરી ફાયબર મળી આવે છે જેનું સેવન કરવાથી મેટાબોલીઝમમાં વઘારો થાય છે જેના કારણે પેટની ચરબી ઘટે છે અને વજન પણ ઓછું થાય છે. માટે જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો રોજ ખાલી પેટ શેરડીનો રસ પીવો જોઈએ. જેથી વજન સરળતાથી ઘટાડી શકાય છે.
હાડકા મજબૂત કરે: શેરડીમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. જેવા આપણા હાડકા માટે ખુબ જ જરૂરી પોષક તત્વ છે. જે હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે. માટે જો શેરડીના રસનું સેવન નિયમિત કરો તો વઘતી ઉંમરે થતી હાડકાની કમજોરી દૂર થઈ જશે.
લોહીની ઉણપ દૂર કરે: શેરડીના રસમાં સારી માત્રામાં આયર્નનો સ્ત્રોત મળી આવે છે. જે હિમોગ્લોબીન માં વઘારો કરે છે. લોહીની ઉણપ સૌથી વધુ મહિલાઓમાં જોવા મળે છે માટે મહિલાઓ માટે શેરડીનો રસ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મહિલાઓ અને પુરુષો બંને માટે શેરડીનો રસ લાભદાયક છે.
પેટની સમસ્યા દૂર કરે: શેરડીમાં સારી માત્રામાં પોટેશિયમ અને ફાયબરનો સ્ત્રોત મળી આવે છે. જે પાચનક્રિયાને સુઘારવામાં મદદ કરે છે. જેથી કબજિયાત, અપચો, અને ગેસની સમસ્યા માં રાહત મળે છે.
શેરડીનો રસ આપણા હૃદય માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમને જણાવી દઉં કે ડાયાબિટીસ દર્દી માટે પણ શેરડીનો રસ ફાયકારક છે પરંતુ ડાયાબિટીસ વઘઘટ રહેતી હોય તો ડોક્ટરની સલાહ લઈને જ શેરડીના રસનું સેવન કરવું જોઈએ.
શેરડીના રસનું સેવન કરવાથી અપનાયુ શરીર હાઈડ્રેટ રહે છે. જે પાણીની ઉણપને પૂર્ણ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત આપણા વાળ અને ત્વચા માટે પણ શેરડીનો રસ ખુબ જ ફાયદાકારક છે. શેરડીનો રસ દિવસમાં એક વખત કરી શકાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. કોઈ પણ વસ્તુનું સેવન ઓછી માત્રામાં કરવાથી તેના ખુબ જ સારા ગુણ મળી આવે છે.