ઉનાળામાં ગરમીને ભગાડવા માટે દરેક લોકો જુદા જુદા ઠંડા પીણાનું સેવન કરતા હોય છે. ગરમીની શરૂઆત થતા જ બધી જગ્યાએ શેરડીનો રસ જોવા મળે છે. ઉનાળાની ગરમીમાં કોલ્ડડ્રીન્કસની જગ્યાએ શેરડીનો રસ સૌથી સારો ઓપ્શન છે. ગરમીની સિઝનમાં એક ગ્લાસ શેરડીનો રસ પીવાથી તમારા શરીરમાં એનર્જી આવી જાય છે.
શેરડીનો રસ જુદા જુદા પોષતત્વોથી ભરપૂર હોય છે જેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામીન-B, આયરન વગેરેનો સમાવેશ થાય છે. શેરડીના રસમાં રહેલા પોષક તત્વો લોહીના પ્રવાહને પણ બરાબર રાખે છે. અને તે કેન્સર અને મધુમેહ જેવા ગંભીર બીમારીઓ સામે લડવાની શક્તિ પણ આપે છે. ચાલો જાણીએ શેરડીનો રસ પીવાના બીજા ફાયદા વિષે.
પથરી : શેરડીનો રસ શરીરમાં એનર્જી પુરી પાડવાની સાથે તે પથરીની સમસ્યામાં પણ લાભકારી છે. પથરીની સમસ્યા ખુબજ ગંભીર છે પરંતુ શેરડીના રસના સેવનથી પથરી ધીમે ધીમે ઓગળવા લાગે છે અને તે મૂત્રવાટે બહાર નીકળી જાય છે.
પેશાબ માં થતી બળતરા: શેરડી સેવન કરવાથી પેશાબને લગતી સમસ્યા જેવી કે પેશાબમાં બળતરા, દર્દ, વગેરે જેવી મુત્રરોગ સબંધી સમસ્યાઓમાં ખુબ જ ફાયદો થાય છે. કબજિયાતની તકલીફ માં પણ શેરડીનો રસ પીવાથી ફાયદો થાય છે.
હ્રદય રોગ: શેરડીનો રસ હ્રદયની બીમારીઓ જેવી કે હાર્ટ એટેક વગેરેથી બચાવમાં મદદ કરે છે. શેરડીનો રસ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લીસરાઈડનું સ્તર નીચું રાખે છે. આ રીતે ધમનીઓમાં ફેટ જામવા અને હ્રદય અને શરીરના અંગોની વચ્ચે લોહી નો પ્રવાહ સારો રહે છે જે તમને મદદરૂપ થાય છે.
કેન્સર: શેરડીના રસમાં સારા પ્રમાણમાં પોષાતત્ત્વો રહેલા હોય છે. આ રસમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયરન અને મેગ્નેશિયમ નું પ્રમાણ સારું હોય છે જે તેના સ્વાદને ક્ષારવાળી બનાવે છે, આ રસમાં રહેલા તત્વો કેન્સર સામે રક્ષણ આપે છે. ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરનો સામનો કરવામાં કારગર માનવામાં આવે છે.
એસીડીટી: શેરડીનો રસ એસીડીટી ને કારણે થતી બળતરામાં ખુબ જ લાભકારી સાબિત થાય છે. એસીડીટીની સમસ્યા માટે શેરડીના રસમાં લીંબૂ, ફુદીનો, અને સિંધા નમક નાખીને પીવું વધુ ફાયદાકારક નીવડે છે. આ રસ પેટની ઘણીં બધી સમસ્યાઓમાં પણ ફાયદાકારક સાબિત થાય છે.
વજન ઘટાડે : વજન ઘટાડવા માટે શેરડીના રસને એક અસરકારક ઉપાય માનવામાં આવે છે. શેરડીમાં ફાયબર રહેલી છે, જે તમારું વજન ઘટાડવાની સાથે સાથે લીપીડને પણ નિયંત્રણમાં રાખે છે. જે ગ્લુકોઝને તોડીને ઉર્જા બનાવામાં મદદ કરે છે. એક ગ્લાસ શેરડીનો રસ પીવાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને જલ્દી ભૂખ પણ લાગતી નથી.
પિત્ત ની સમસ્યા થી છુટકારો : શરદીનો રસ પિત્ત સબંધિત સમસ્યાઓથી છુટકારો અપાવે છે. શેરડીના રસમાં 30 થી 35 ગ્રામ મધ નાખીને પીવાથી પિત્ત માં ખુબ જ ફાયદો થાય છે. હાડકા : હાડકા મજબૂત કરવા શેરડીનો રસ ફાયદાકારક છે. શેરડીના રસમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.