દરેક વ્યક્તિ સવારે ઉઠીને સવારની શરૂઆત ચા અથવા કોફી થી કરતા હોય છે, રોજે ચા પીવી એ એક જાતનો નસો છે, જેમ કે, ઘણા લોકો મસાલા ખાતા હોય કે સિગારેટ પિતા હોય, પડીકીઓ ખાતા હોય તેમને આ બઘી વસ્તુ ખાવાની ચાલુ કરે તે પછી તેમને એ વસ્તુ ખાધા વગર ચાલતું જ નથી માટે તેમને રોજે તે વસ્તુ ખાવી એક પ્રકારનું સેવન થઈ જાય છે, તેવી જ રીતે રોજે ચા પીવી તે એક જાતનો નસો છે.
જેને પીઘા વગર ઘણા લોકોને ચાલતું જ નથી તેમાં પણ ગુજરાતી ઓને તો ખાસ આદુવાળી ચા, ફુદિનની ચા પીવાના ખુબ જ શોખીન હોય છે, માટે તે મને ચા તો સવારે જોઈએ જ છે. ઘણા લોકોને ચા પીવાની આદત સારી લાગે છે પરંતુ તે ખરાબ આદત સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાન કારક સાબિત પણ થઈ શકે છે.
ઘણા લોકો એવું માનતા હોય છે કે સવારે ઉઠીને ચા પીવાથી મૂળ ફ્રેશ થાય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે રોજે સવારે ખાલી પેટ ચા પીવાના સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે તેના વિષે જણાવીશું. ચા પીવાના શોખીન હોય તેમને ખાસ જાણવું જોઈએ.
પાચનક્રિયાને મંદ પડી શકે: રોજે સવારે ઉઠીને ખાલી પેટ ચા પીવામાં આવે તો તેની સીધી અસર આપણી પાચન તંત્ર પર પડે છે જેના કારણે આપણી પાચન કરવાની પ્રણાલી ખુબ જ ઘીમી થઈ જાય છે જેના કારણે પેટને લગતી અનેક સમસ્યા થવાનું જોખમ વઘી શકે છે.
ડાયાબિટીસ નું જોખમ વઘે: ચા ખાંડની બનાવામાં આવે છે જે સુગર ને વઘારી શકે છે, તેમાં મળી આવતું કેફીન યુક્ત પદાર્થ હોવાથી કોશિકાઓને જરૂરી પોષક તત્વો મળતા નથી, જેના કારણે ડાયાબિટીસ થવાનું જોખમ વઘારી શકે છે, માટે ડાયબિટીસ જેવા ભયંકર રોગથી બચવું હોય તો ખાલી પેટ ચા પીવાનું સાવ બંઘ કરી દેવું જોઈએ.
તણાવમાં વઘારો કરી શકે: આખો દિવસ કામ કરીને થાકીને ઘરે આવીને રાતે સુઈ જતા હોય છે અને સવારે ઉઠીને મૂડને ફ્રેશ કરવા માટે સવારે ખાલી પેટ ચા પી લેતા હોય છે. ઘણા લોકો તણાવ અને ટેન્શન ને દૂર કરવા ચા પિતા હોય છે. પરંતુ ચા માં મળી આવતું કેફીન સવારે તમારી ઊંઘ એક ઝાટકામાં ઉડાડી દે છે,
માટે આરોગ્ય નિષ્ણાત અનુસાર કેફીન વ્યક્ત પદાર્થનું સેવન ખાલી પેટ કરવાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે જે તણાવ ઓછો કરવાની જગ્યાએ વઘારી પણ શકે છે.
હાઈ બ્લડપ્રેશરની સમસ્યા થઈ શકે: ચા માં મળી આવતું કેફીન પદાર્થ હોય છે જેને ખાલી પેટ પીવાથી શરીરમાં બ્લડપ્રેશર ને વધારી શકે છે, માટે હાઈ બ્લડપ્રેશર ની સમસ્યા હોય તેમને સવારે ચ પીવાની આદત ને છોડીને હેલ્ધી અને પૌષ્ટિક આહાર ખાવાનું શરુ કરવું જોઈએ.
ચાંદા પડવા: ખાલી પેટ ચા પીવાથી ચાંદા પડવાની શક્યતા વઘી જાય છે, ખાલી પેટ ગરમ ચા પીવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન વધારે થાય છે જેના કારણે ચાંદા ના સ્વરૂપમાં ગરમી બહાર નીકળે છે, ચાંદા ની સમસ્યા સૌથી વધુ ઉનાળામાં જોવામાં મળે છે, માટે ઉનાળામાં ચા પિતા હો તો ઘ્યાન રાખવું જોઈએ.
સવાર સવાર માં ચા પીવાના શોખીન હોય ખાલી પેટ ચા જેવા કેફીન યુક્ત પદાર્થ નું સેવન કયારેય ના કરવું જોઈએ જે સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડી શકે છે, માટે સવારે ઉઠીને એવા પૌષ્ટિક આહાર ખાવા જોઈએ જે સ્વાસ્થ્ય ને ફાયદા પહોંચાડે, આ માટે સવારે હેલ્ધી નાસ્તો કરવો જોઈએ.