આજની ભાગદોડવાળી જીંદગીમાં આપણી ઘણીં બધી આદતો બદલાઈ ગઈ છે. આજના આ ઝડપી જીવનમાં કોઈ પણ કામ કરવા માટે ઘણી બધી સગવડો મળી રહે છે જેથી આજનો માણસ પહેલા કરતા ખુબજ આળસુ બની ગયો છે જે આ આળસ માણસને ઘણું નુકશાન પહોંચાડે છે.

આજનો માણસ કોઈ પણ કામ કરતા પહેલા તે કામ જાતે ન કરવું પડે અથવા તો કેવી રીતે ટૂંકમાં પતે તે વિષે વધુ વિચારતો હોય છે. આજે તમને એક એવી બાબત વિષે જણાવીશું જે ઘણા ઓછા લોકો કરતા હોય છે. આજે તમને દરરોજ રૂટિંગ માં સીડીઓ ચઢવાના ફાયદાઓ વિષે જણાવીશું જે ફાયદા તમને લાખો રૂપિયા ખર્ચતા પણ ન મળી શકે.

જો તમે શહેરમાં રહો છો તો તમારે ત્યાં લિફ્ટની સગવડ સાથે સીડીઓની સગવડ પણ હશે, પરંતુ તમે હંમેશા માટે લિફ્ટનો જ ભરપૂર ઉપયોગ પણ કરતા હશો. પરંતુ અહીંયા તમને સીડીઓ ચઢવાના ફાયદા જણાવીશું જે જાણીને તમે પણ આજથી લિફ્ટનો ઉપયોગ ઓછો કરી દેશો.

હૃદય માટે: સીડી ચઢવાનો સૌથી અમૂલ્ય ફાયદો હૃદય માટે છે. હૃદય સારું રહેવાથી ઘણી બધી ગંભીર બીમારીઓથી બચી શકાય છે જે બીમારીઓ લાખો રૂપિયા ખર્ચતા પણ સારી થતી નથી. સીડી ચઢવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ દૂર થાય છે આ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે મોટાભાગના લોકોમાં જોવા મળતી બીમારી ડાયાબિટીસને અંકુશમાં લાવી શકાય છે.

વજન ઘટાડવા: વધુ વજન તમને ઘણી બધી બીમારીઓનો ભોગ બનાવી શકે છે એટલા માટે ઘણા બધા લોકો વજન ઘટાડવા માટે જુદા જુદા પ્રયાસો કરતા હોય છે જેમાં લોકો જિમ જવું, સાયકલિંગ કરવું, દવાઓ ખાવી વગેરે ઉપાયો કરતા હોય છે. પરંતુ જો દરરોજ 5 થી 7 મિનિટ સુધી સીડી ચઢવાથી વજન ઘટાડી શકાય છે. સીડી ચઢવી એ બોડી ટોનિંગ માટે અને ખાસ કરીને પગની કસરત માટે ખૂબ જ સારું છે.

મૃત્યુ દર ઓછો થાય: ઘણા રિસર્ચ માં જાણવા મળ્યું છે કે દરરોજ સીડીઓ ચઢવાથી વ્યક્તિના મૃત્યુ દરમાં આશરે 33 ટકાનો ઘટાડો થઈ શકે છે જેથી તમે લાબું જીવન કોઈ બીમારી વગર જીવી શકો છો. આ ઉપરાંત દરરોજ 7-10 મિનિટ સીડીઓ ચઢવા અને ઉતરવાથી હાર્ટ એટેકનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે.

ઓસ્ટીયોપોરોસીસનું જોખમ ઓછું થાય: ઓછા લોકો ઑસ્ટિયોપોરોસિસ વિષે જાણતા હશે, પરંતુ તમને જણાવીએ કે તે હાડકાંનો રોગ છે જેને બરડ હાડકાની બીમારી પણ કહેવામાં આવે છે. આ સાથે તેને સામાન્ય પ્રકારનો સંધિવા પણ કહેવામાં આવે છે જે લોકોને ઘણી મુશ્કેલીમાં મૂકી શકે છે. પરંતુ દરરોજ સીડી ચઢાવાથી અને ઉતરવાથી આ રોગમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે.

ફેફસાં માટે: ફેફસા માટે સીડીઓ ચઢવા અને ઉતરવાથી પણ ઘણો ફાયદો થાય છે જે એકદમ સરળ ઉપાય કહી શકાય છે. જો તમે સીડીઓ ચઢવા અને ઉતરવાથી ટેવાયેલા નથી તો તમને શરુઆતના દિવસોમાં શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. પરંતુ દરરોજ સીડીઓ ચઢવા અને ઉતરવાથી શ્વાસ લેવામાં તકલીફ પડશે નહીં અને તમારા ફેફસાં મજબૂત બનશે.

માનસિક તણાવ દૂર થાય: સીડીઓ ચઢવા અને ઉતરવી એ તમારી શારીરિક પ્રવૃત્તિ સાથે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું છે. સીડીઓ ચઢવાથી અને ઉતરવાથી શરીરમાં કેટલાક ફેરફારો થાય છે જેનાથી તણાવ ઓછો થાય છે. આ એકદમ સરળ ઉપાય છે જે દરેક લોકો કરી શકે છે. તો અમને આશા છે કે તમને આ માહિતી ગમી હશે અમે પણ આજથી સીડીનો ઉપયોગ કરવાનું ચાલુ કરશો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *