શિંગોડાને ‘વોટર ફ્રુટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શિંગોડા તમને ઘણી બીમારીઓથી બચાવે છે. લોકો ઉપવાસ દરમિયાન આ ફળનો વધુ ઉપયોગ કરે છે. શિંગોડાનો ઉપયોગ ઘણી રીતે થાય છે.
ઘણા લોકો તેને કાચા અથવા બાફેલા ખાય છે, જ્યારે કેટલાક લોકો પાણીમાં શિંગોડાના લોટનો ઉપયોગ કરે છે. આ ફળમાં વિટામિન-સી, મેંગેનીઝ, પ્રોટીન, થાઈમીન અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આવો જાણીએ, શિંગોડા ખાવાના ફાયદા.
1. થાઇરોઇડમાં ફાયદાકારક: શિંગોડામાં આયોડિન અને મેંગેનીઝ પૂરતા પ્રમાણમાં મળી આવે છે. તે થાઈરોઈડની સમસ્યામાં ફાયદાકારક છે. તેમાં રહેલું આયોડિન ગળા સંબંધિત રોગોથી બચાવે છે. જો તમે થાઈરોઈડના દર્દી છો, તો શિંગોડાનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
2. પેટની સમસ્યામાં ફાયદાકારક : પેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે શિંગોડાનું સેવન કરી શકાય છે. નિષ્ણાતોના મતે શિંગોડાનો લોટ આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક છે. કબજિયાતની સમસ્યામાં તે કારગર સાબિત થઈ શકે છે.
3. ડીહાઈડ્રેશનની સમસ્યામાં ફાયદાકારક : શિંગોડા શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. જો તમે પાણી ઓછું પીતા હોવ તો ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે, આ સ્થિતિમાં તમે આ ફળનું સેવન કરીને પાણીની ઉણપને દૂર કરી શકો છો.
4. હાડકા અને દાંત માટે ફાયદાકારક : શિંગોડામાં કેલ્શિયમ પૂરતી માત્રામાં જોવા મળે છે. જો તમે તેનું નિયમિત સેવન કરો છો તો તે હાડકાં અને દાંતને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે.
5. વાળ માટે ફાયદાકારક : શિંગોડાનું સેવન વાળની સમસ્યા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલું લૌરિક એસિડ વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
6. સ્કિન માટે ફાયદાકારક: શિંગોડા ખાવાથી સ્કિન પર સારો ગ્લો આવે છે. સ્કિન પર ગ્લો લાવવા માટે દરેક લોકોએ શિયાળામાં રોજ સવારમાં 2 થી 3 શિંગોડા ખાવા જોઇએ. શિંગોડા ખાવાથી ડ્રાયનેસ, કરચલીઓ જેવી અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે.
7. વજન ઘટાડવા : શિંગોડામાં બહુ ઓછી માત્રામાં કેલરી હોય છે અને ફાઇબરની માત્રા વધુ હોય છે, આ માટે શિંગોડા વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે. શિંગોડા ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે.
જો તમે પણ શિંગોડાનું સેવન કરો છો તો તમને અહીંયા જણાવેલ ફાયદાઓ થઇ શકે છે. માહિતી પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.