આપણે ઘણી વખત એવી વસ્તુનું સેવન કરી લઈએ છીએ. આપણા ખરાબ ખાનપાન ના કારણે આપણે સ્કિન પ્રોબ્લમ પણ થઈ શકે છે. ઘણા લોકો સ્કિન એલજીની સમસ્યા થી પરેશાન હોય છે.
જેમ કે ખંજવાળ, ફોલિયો, હર્પીસ જેવી અન્ય સમસ્યા સ્કિન પર થઈ શકે છે. જેથી ઘણા લોકો હેરાન થઈ જાય છે. જો તમે અમુક એવી વસ્તુનું સેવન કરી લે છે જેના વિશે તે લોકો જાણતા પણ નથી હોતા. જેના કારણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે.
એલર્જી એવી બીમારી છે જે ઘણું મોટું રૂપ લઈ શકે છે. આયુર્વેદિક પદ્ધતિ થી એવી કેટલીક વસ્તુનું સેવન કરવાથી સ્કિન પર થયેલ એલર્જી માં ગણો લાભ થઈ શકે છે. તો ચાલો આ આર્ટિકલમાં તેના વિશે વધુ માહિતી જાણીએ.
હળદર : દરેક લોકો હળદરનો ઉપયોગ રસોઈ કામમાં મસાલા તરીકે ઉપયોગ કરે છે. હળદરમાં વિટામિન, પ્રોટીન, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી ફંગલ જેવા તત્વો નું પ્રમાણ વધારે છે. હળદર આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. શરદી, ખાંસી જેવી સમસ્યામાં હળદરનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત
હળદર ત્વચા માટે પણ ખુબ જ અસરકારક છે. જો તમને સ્કિનની એલર્જી થઈ હોય તો તમે તે જગ્યા પર હળદરની પેસ્ટ બનાવી ને લાગવાથી ઘણી રાહત થાય છે. દરરોજ રાત્રે આ હળદરની પેસ્ટ લાગવાથી થોડા જ દિવસમાં ખજવાળની સમસ્યામાં ઘણી રાહત થઈ જશે.
લસણ : લસણમાં ઔષધીય ગુણોનો ભંડાર છે. જો લસણ નું સેવન કરવામાં આવે તો તેના નેક ફાયદા થઇ શકે છે. એલર્જી અને ઇન્ફેકશનને દૂર કરવા માટે લસણ ખુબ જ ઉપયોગી છે. માટે તમારે લસણ ની 6-7 કળી ને પીસી લેવી અને તેનો જે રસ નીકળે તેમાં સરસવનું તેલ મિક્સ કરીને એલર્જી વાળી જગ્યા પર લાગવાથી ખજવાળમાં જલ્દી રાહત મળે છે.
લીમડો : દરેક લોકો લીમડા વિશે જાણે જ છે. લીમડો કડવો હોય છે. જેથી શરીરની અનેકે બિમારી માં કારગર સાબિત થાય છે. લીમડામાં ભરપૂર પ્રમાણમાં એન્ટિબાયોટિક ગુણ આવેલ છે. લીમડો આપણા શરીર માટે અમૃત સમાન છે. માટે તમને લીમડો સ્કિનની એલર્જીમાં ઘણી
રાહત આપશે. તે માટે તમારે લીમડાના થોડા પાન તોડીને સુકવી દેવાના છે અને તેનો પાવડર બનાવી દેવો. ત્યારપછી તે પાવડરમાં લીંબુનો રસ ઉમેરીને તેની પેસ્ટ બનાવી લો. તે પેસ્ટને દિવસમાં 2 વાર એલર્જી વાળી જગ્યા પર લગાવી દો. આ રીતે થોડા જ દિવસમાં કરશો તો તેનો ઘણો લાભ થશે.