આજે મોટાભાગના લોકો પોતાની બદલાયેલ લાઈફ સ્ટાઈલ હોવાના કારણે તે પોતાના સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે પૂરતો સમય પણ નીકાળી શકતા નથી, આજ કારણોસર વ્યક્તિ અનેક નાની મોટી બીમારીના શિકાર બનતા હોય છે. તેવી જ એક બીમારી અનિદ્રાની બીમારી છે.
જે આજે મોટાભાગે લોકોમાં જોવા મળી રહી છે. સારી ઊંઘ વ્યક્તિના સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ આવશ્યક છે, પરંતુ વ્યક્તિની એવી કેટલીક ખરાબ કુટેવો હોવાના કારણે વ્યક્તિ રાતે સારી ઊંઘ લઈ શકતો નથી અને મોડા સુધી આમ તેમ પડખા ફેરવ્યા જ કરતા હોય છે.
રાતે ઊંઘ ના આવવાના ઘણા બધા કારણો પણ છે, જેમ કે, રાતે મોડા સુધી મોબાઈલ વાપરવો, રાતે વ્યસન કરવું, ભરપેટ ખાઈને સૂવાથી, વધારે પડતા તણાવ અને ટેન્સન હોવાના કારણે પણ રાતે વિચારો આવતા હોય છે અને સારી ઊંઘ આવતી નથી.
આવા સમયમાં વ્યક્તિ ઊંઘ લાવવા માટે ઘણી વખત મેડિકલ માંથી મળતી ઊંઘની ગોળી પણ લેતા હોય છે, પરંતુ આજે અમે તમને દવા વગર જ સારી ઊંઘ મેળવવા માટેનો એક ઘરેલુ ઉપાય જણાવીશું, આ ઉપાય કરવાથી તમને ખુબ જ સારી ઊંઘ પણ આવશે અને મૂડમાં પણ સુઘારો થશે.
માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછી 6-7 કલાક ની ઊંઘ જરૂર લેવી જોઈએ, સારી ઊંઘ લેવાના કારણે માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને મસ્તિષ્ક પર વધુ પડતું જોર થતું અટકે છે અને મગજને સ્વસ્થ રાખે છે.
સારી ઊંઘ લાવવાનો ઉપાય: આ માટે જયારે તમે પથારીમાં જાઓ છો તેના 20 મિનિટ પહેલા એક વાટકી જેટલું દૂધ લેવાનું છે ત્યાર બાદ તેમાં ઈલાયચી મિક્સ કરીને હૂંફાળું ગરમ કરી લેવાનું છે. ત્યારબાદ તેને પીવા જેટલું ઠંડુ થવા દો અને પછી પી જાઓ.
સુવાના પહેલા આ દૂધ પીવાથી ખુબ જ સારી ઊંઘ આવે છે, ઇલાયચીમાં ખુબ જ સારી માત્રામાં પોષક તત્વો મળી આવે છે તેમાં એવા કેટલાક ગુણ પણ મળી આવે છે જે મગજને શાંત રાખી અનિદ્રાની સમસ્યાને દૂર કરી સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
દૂધ પીવાથી શરીરને જરૂરી પોષણ પણ મળી રહે છે અને શરીરને મજબૂત બનાવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. જો તમે સારી ઊંઘ મેળવવી હોય તો દૂધનો આ પ્રયોગ કરી શકો છો, જે ખુબ જ સારી ઊંઘ લાવવામાં મદદ કરશે, આ ઉપરાંત તમારે કેટલીક વાત નું પણ ઘ્યાન રાખવાનું છે,
આ માટે તમારે રાત્રિનું ભોજન હળવું લેવું અને ભરપેટ ના ખાવું જોઈએ, સુવાના સમયે મોબાઈલ સાઈડમાં રાખીને સુવાની ટેવ છોડી દેવી જોઈએ. જો તમે આ વાત નું ઘ્યાન રાખશો તો તમને ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ આવશે અને એક પણ ગોળી લેવાની જરૂર પણ નહીં પડે.