આજના ભાગદોડ વાળા જીવનમાં દરેક લોકોને નાની મોટી સમસ્યા રહે છે પરંતુ કેટલીક સમસ્યાઓ એવી હોય છે કે જે તમને ખુબજ હેરાન પરેશાન કરી દે છે. આવી જ એક સમસ્યા છે જે આજ કાલ ખુબજ વધુ જોવા મળે છે તે છે અનિંદ્રાની સમસ્યા. રાત્રે ઊંઘ ન આવવાથી દિવસે માણસ ખુબજ હેરાન થાય છે.
ઊંઘ ન આવવા પાછળના કેટલાક કારણો જવાબદાર હોય છે. અપૂરતી ઊંઘના કારણે તમારી એકાગ્રતામાં અવરોધ આવે છે. ઘણી વખત અચાનક વજનમાં ઘટાડો થઈ શકે છે અને તમને સતત થાક નો અનુભવ થાય છે. અહીંયા તમને કેટલીક વસ્તુઓ ટાળવાની જણાવીશું જે વસ્તુઓને સુતા પહેલા ટાળશો તો તમને સારી ઊંઘ આવી શકે છે.
ભારે ભોજન: રાત્રે ભારે ખોરાક ખાવાથી, ભોજન સારી રીતે પચતું નથી કારણકે ભોજનને પચવામાં થોડો સમય લાગે છે. સૂવાના સમયની પહેલા ભારે ભોજન ખાવાથી અને ખાધેલું ભોજન ન પચવાને કારણે તમે પેટને ફૂલેલું, ઉબકા અને પીડાદાયક અનુભવ કરી શકો છો.
આ સાથે ચરબીયુક્ત અથવા વધારે મસાલેદાર ખોરાક ખાસ કરીને તમારા શરીરમાં હાર્ટબર્નનું કારણ બની શકે છે, જેનાથી તમે અસ્વસ્થતા અનુભવો છો અને ચોક્કસપણે ઊંઘી શકતા નથી. ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાવાથી પણ તમારી ઊંઘને નુકસાન થઈ શકે છે.
ચોકલેટમાં થિયોબ્રોમિન નામનું રસાયણ હોય છે જે હૃદયના ધબકારા વધારી શકે છે અને ઊંઘમાં ઘટાડો કરી શકે છે. આથી સૂતા પહેલા દૂધ જેવી ઊંઘ ઉત્તેજક વસ્તુઓ પસંદ કરો.
દારૂ પીવુ: સુતા પહેલા દારૂ પીવુ તમને રાત્રે બેચેન અને પરેશાન કરી શકે છે. દારૂ પીવાથી શરૂઆતમાં તમને ઊંઘ આવે છે પરંતુ, સંશોધન પ્રમાણે તે યોગ્ય નથી અને તમને નુકશાનકારક સાબિત થાય છે. 2014માં થયેલા અભ્યાસ પ્રમાણે આલ્કોહોલ મૂત્રવર્ધક પદાર્થ છે જેનો અર્થ છે કે તમારે આખી રાત બાથરૂમમાં વિરામ લેવાની જરૂર પડી શકે છે.
દવા લેવી: સૂવાના સમય પહેલાં શરદી અથવા એલર્જી માટે દવા લેવી જોખમી બની શકે છે. એન્ટીડિપ્રેસન્ટ્સ જેવી દવાઓથી ઊંઘની તીવ્ર ડિપ્રેસન્ટ અસર થઈ શકે છે અને કેટલાક પેઇન કિલર તમારા પેટને ખરાબ કરી શકે છે અને તમારી ઊંઘને વધુ મુશ્કેલ બનાવી શકે છે,
સ્યુડોફેડ્રિન જેવી ફ્લૂની દવાઓ ધરાવતી ગોળીઓ તમારા મગજને બેચેની બનાવી શકે છે જે તમને ઊંઘવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આથી ગોળીઓને બદલે સીરપ પસંદ કરો. ફોનનો ઉપયોગ કરવો: તમારા ટીવી, સેલફોન અને લેપટોપ દ્વારા ઉત્સર્જિત વાદળી પ્રકાશ તમારા મગજને હાયપરએક્ટિવિટીમાં ઉત્તેજિત કરી શકે છે, જેના કારણે તમે તમારી ઊંઘ ગુમાવી શકો છો.
તે મેલાટોનિનના સ્ત્રાવને પણ અટકાવે છે, જે ઊંઘ ઉત્તેજક હોર્મોન છે. 2013 માં થયેલા અભ્યાસ પ્રમાણે તમારા ચહેરાથી ઓછામાં ઓછા 14 ઇંચ દૂર ઇલેક્ટ્રોનિક ઉપકરણો રાખવા જોઈએ અને તેની બ્રાઇટ નેસ પણ ઓછી રાખવી જોઈએ.
કોઈ સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરવો: જો તમારો કોઈ જગ્યાએ ઝગડો થયો છે કે કોઈએ મેટર થઇ છે અને જો તમે સૂતા પહેલા લડાઈનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો તમને રાત્રે સુવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારણકે તમે સુતા પહેલા તમારા મગજમાં એજ વિચારોનું અને વાતોનું પુનરાવર્તન થાય છે જે તમારી ઊંઘ ને બગાડી શકે છે.