આજે તમને બે વસ્તુઓ વિષે જણાવીશું જેનો ઉપયોગ કરીને સાંધા અને ગોઠણ ના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ વસ્તુમાં પહેલી વસ્તુ છે તજ. તમારા રસોડામા રહેલી તજ ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સાથે તમને બીજા પણ ઘણા સ્વાસ્થ્ય લાભો કરાવે છે.
તમને જણાવીએ કે તજને એક ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે. બીજી વસ્તુ છે મધ. આ બંને વસ્તુઓને આયુર્વેદમાં દવાઓમાં ઉપયોગ કરવામાં આવે છે. તજ અને મધ બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ જો બંનેનું મિશ્રણ કરીને ઉપયોગ કરવામાં આવે તો ખુબજ આશ્ચર્યજનક આરોગ્ય લાભ થાય છે. તો ચાલો જાણીએ ફાયદા અને મિશ્રણ બનાવવાની રીત.
તજ અને મધ નું મિશ્રણ પાચન ક્ષમતામાં સુધારો કરે છે અને અને શરીરની પાચક સિસ્ટમની એકંદર કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે છે. ગેસને કારણે પેટમાં થતો દુખાવો દૂર કરવા અને આંતરડામાંથી ગેસ દૂર કરવા માટે ફાયદાકારક છે. આ સાથે તે શરદી અને તાવ ના લક્ષણો સામે લડવા માટે પણ મદદગાર છે.
તજ અને મધના મિશ્રણમાં એન્ટીઓકિસડન્ટ, બળતરા વિરોધી અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો હોય છે. આ મિશ્રણ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અને હૃદયને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. તજ અને મધ નું મિશ્રણ દાંતના દુખાવા અને ખરાબ શ્વાસને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
તજ અને મધ નું મિશ્રણ સંધિવાથી પીડિત લોકો માટે એક ઉત્તમ ઉપાય સાબિત થઇ શકે છે. આ મિશ્રણ સાંધાના દુખાવા અને હાડકાંના દુખાવાના ફાયદામાં મદદ કરી શકે છે. આ મિશ્રણ ચહેરા ઉપર જોવા મળતી સમસ્યાઓ જેવી કે ખીલ, નાની ફોલ્લીઓ અને કરચલીઓને દૂર કરવા માટે પણ ખુબજ મદદ કરે છે.
હવે જાણીએ તજ અને મધનું મિશ્રણ બનાવવાની રીત: સૌ પ્રથમ 1 કપ નવશેકું પાણી લેવું, તેમાં બે ચમચી મધ અને એક નાની ચમચી તજ પાવડર નાખવો. સવારે નાસ્તા કરતા પહેલાં અને રાત્રે સૂતા પહેલા અથવા તો સવારે અને સાંજે બંને વસ્તુને નવશેકા પાણીમાં એકસાથે મિક્સ કરી પીવું.
આ ઉપાય કરવાથી ગમે તેવા સાંધા ના દુખાવામાં રાહત મળી જાય છે. આ સાથે તમને જણાવીએ કે તજ અને મધ ડાયાબિટીઝ માટે ફાયદાકારક સાબિત થાય છે. તજ એન્ટીઓકિસડન્ટ ફ્લેવોનોઇડ્સનો સારો સ્રોત છે જે ઇન્સ્યુલિન જેવું કામ કરી શરીરને અસર કરે છે.
તે ટાઇપ-2 ડાયાબિટીઝમાં પણ રાહત આપવા માં મદદ કરે છે. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.