બટાકા એક એવું શાક છે જે લગભગ દરેક વ્યક્તિને પસંદ હોય છે. ખાસ કરીને બાળકોને બટાકા પ્રત્યે વિશેષ લગાવ હોય છે. બટાકાનો એક ફાયદો એ છે કે તેને અન્ય કોઈપણ શાક સાથે મિક્સ કરીને સરળતાથી બનાવી શકાય છે.
આ જ કારણ છે કે લોકો મોટાભાગે એક જ વારમાં મોટા જથ્થામાં બટાકા ખરીદે છે અને રાખે છે. આવી સ્થિતિમાં ઘરમાં રાખેલા આ બટાકામાં ઘણી વખત અંકુર ફૂટવા લાગે છે. જો કે, તેમ છતાં લોકો તેનો ઉપયોગ કરતા રહે છે.
પરંતુ શું તમે જાણો છો કે આ અંકુરિત બટાકાનો ખોરાકમાં ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવા બટાકા ખાવાથી બ્લડ શુગર લેવલ તો વધે જ છે, પરંતુ ફૂડ પોઈઝનિંગનું જોખમ પણ વધી જાય છે.
હકીકતમાં, નેશનલ કેપિટલ પોઈઝન સેન્ટરના રિપોર્ટ અનુસાર, બટાકામાં કુદરતી રીતે બે ઝેરી પદાર્થો સોલેનાઈન અને કેકોનાઈન જોવા મળે છે. જોકે, શરૂઆતમાં બટાકામાં તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. પરંતુ બાદમાં જેમ જેમ આ બટાકા અંકુરિત થવા લાગે છે તેમ તેમ તેમાં બંને ઝેરી તત્વોનું પ્રમાણ વધવા લાગે છે.
ફૂડ પોઈઝનિંગ થઇ શકે છે : આવી સ્થિતિમાં અંકુરિત બટાકાનું સતત સેવન કરવાથી ગંભીર પરિણામો ભોગવવા પડે છે. જ્યારે બટાકા અંકુરિત થાય છે, ત્યારે બટાકામાં હાજર કાર્બોહાઇડ્રેટ સ્ટાર્ચ સુગરમાં ફેરવાય છે. આનાથી તમારું બ્લડ શુગર લેવલ તમારા શરીરમાં પ્રવેશતાની સાથે જ વધી શકે છે, જે બ્લડ સુગરના દર્દીઓ માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે.
આ સિવાય અંકુરિત બટાકા આપણા પાચનતંત્રને પણ ઘણું નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં, ફણગાવેલા બટાકાનું સેવન આપણા માટે સ્લો પોઈઝનનું પણ કામ કરે છે. ફણગાવેલા બટેટા ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ પણ વધી જાય છે.
બટાટાને આ રીતે અંકુરિત થતા અટકાવો: બટાકાને હંમેશા ભેજવાળી જગ્યાઓથી દૂર રાખો અને હંમેશા સૂકા રાખો. બટાકાને હંમેશા પેપર બેગ અથવા કોટન બેગમાં બાંધીને રાખવાનો પ્રયાસ કરો.
બટાકાને હંમેશા ગરમ સ્થળોથી દૂર ઠંડી, હવાની અવરજવરવાળી અને અંધારાવાળી જગ્યાએ રાખો.
બટાટા અને ડુંગળીને ક્યારેય એકસાથે ન રાખો. ભૂલથી પણ બટાકાને ફ્રીજમાં ન રાખો. આનાથી બટાકામાં સ્ટાર્ચ એકઠું થશે, જે સુગરમાં ફેરવાઈ શકે છે. ઘરમાં રાખેલા બટાટાને સૂર્યપ્રકાશથી દૂર રાખો જેથી તે અંકુરિત ન થાય.