આજના સમયની આપણી નબળી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે ઘણા લોકોને કરોડરજ્જુમાં દુખાવાની સમસ્યા જોવા મળે છે. એટલા માટે જ કહેવાય છે કે આપણે આપણા ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આવી સ્થિતિમાં જો તમે પણ કરોડરજ્જુમાં દુખાવાની સમસ્યાથી પરેશાન થઇ ગયા છો તો તમારે તમારા આહારમાં એવી વસ્તુઓ ખાવી જોઈએ જે વસ્તુઓ તમારી કરોડરજ્જુને મજબૂત બનાવે. તો ચાલો જાણીએ એવી કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ જે કરોડરજ્જુને મજબૂત બનાવે છે.
લીલા પાંદડાવાળા શાકભાજી: કોઈ પણ સમસ્યા હોય ત્યારે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું કહેવામાં આવે છે. લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. તે આપણા શરીરની કરોડરજ્જુને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કરોડરજ્જુને મજબૂત બનાવવા માટે તમે તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલક ખાઈ શકો છો.
તમને જણાવીએ કે લીલા પાંદડાવાળા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે. આ સિવાય તમે સંતરા પણ ખાઈ શકો છો. તેને ખાવાથી કરોડરજ્જુ પણ મજબૂત બને છે. આ ઉપરાંત તમે લોલી કોથમીર, શક્કરિયા અને ગાજર પણ ખાઈ શકો છો.
આહારમાં ડ્રાયફ્રુટ સમાવેશ કરો: તમે કરોડરજ્જુને મજબૂત કરવા માટે બદામ અને અખરોટ જેવા ડ્રાયફ્રુટ ખાઈ શકો છો. વાસ્તવમાં, બદામ કેલ્શિયમ અને વિટામિન ઇનો સારો સ્ત્રોત છે. અખરોટમાં અન્ય નટ્સ કરતાં વધુ ઓમેગા-3 હોવાનું માનવામાં આવે છે. તેમજ તેને ખાવાથી શરીરમાં બળતરા થતી નથી અને કરોડરજ્જુ મજબૂત બને છે.
આ આદતો હાડકાંને નબળા બનાવે છે: વધુ પ્રોટીન: વધુ પડતા પ્રોટીનને કારણે શરીરમાં એસિડિટી થવા લાગે છે અને કેલ્શિયમ ટોયલેટમાંથી બહાર નીકળી જાય છે. તેથી પ્રોટીનનું સેવન મર્યાદિત માત્રામાં કરો, વધુ પડતું પ્રોટીન હાડકાને નુકસાન પહોંચાડે છે.
કાર્બોનેટેડ પીણાં: લાંબા ગાળે હાડકાંને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે કાર્બોનેટેડ પીણાં
જેવા કે સોફ્ટ ડ્રિંક્સ, શેમ્પેઈન જેવા કાર્બોરેટેડ પીણાંનું સેવન ખૂબ ઓછું કરવું જોઈએ. આ પ્રકારના પીણામાં ફોસ્ફેટનું પ્રમાણ વધુ હોય છે જે કેલ્શિયમને ઓછું કરીને હાડકાંને નબળા બનાવે છે.
ગેસ સંબંધિત દવાઓ: કરોડરજ્જુને મજબૂત બનાવવા માટે એસિડિટીની દવાઓનો ઉપયોગ ઓછો કરો. આનાથી શરીર માટે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક જેવા ખનિજોનું શોષણ કરવું મુશ્કેલ બને છે.
કેફીનનું સેવન: હાડકાંને મજબૂત રાખવા માટે કેફીનનું સેવન ટાળવું જોઈએ કારણે વધુ પડતા કેફીનનું સેવન કરવાથી તેની હાડકાં પર અસર થાય છે. જે લોકો કેફીનનું વધુ સેવન કરે છે તેવા લોકોને કેલ્શિયમની વધુ જરૂર હોય છે.
વિટામિન ડીની ઉણપ: હાડકાંને મજબૂત બનાવવા માટે કેલ્શિયમની સાથે વિટામિન ડીની પણ જરૂર પડે છે. વિટામિન ડી કેલ્શિયમને હાડકાં સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તેથી વિટામિન ડીથી ભરપૂર વસ્તુઓ પણ ખાઓ.
પોષક તત્વોની ઉણપ: હાડકાંને સ્વસ્થ રાખવા માટે શરીરમાં એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન જરૂરી છે. આવી સ્થિતિમાં, વધતી ઉંમર સાથે, શરીર માટે જરૂરી હોર્મોન્સ અને પોષક તત્વો પર ધ્યાન આપો.