આજકાલ દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. આ માટે તેઓ બજારમાંથી મોંઘામાં મોંઘી પ્રોડક્ટસ લાવીને તેનો ઉપયોગ કરે છે. પરંતુ બધા લોકોને તેનાથી ફાયદો થતો નથી. ઘણી વાર બજારમાંથી લાવેલી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી ત્વચા પર નુકશાન થાય છે.

તમારા રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે, જેનો ઉપયોગ કરીને તમે તમારી સુંદરતા વધારી શકો છો. ખાંડ દરેક ઘરના રસોડામાં હાજર હોય છે. તમે તેનો ઉપયોગ ત્વચા માટે પણ કરી શકો છો. ખાંડની મદદથી કુદરતી સ્ક્રબર બનાવી શકાય છે. ચહેરાને સાફ કરવાની સાથે તે મોઈશ્ચરાઈઝ પણ કરે છે. તો આવો જાણીએ કે ખાંડમાંથી સ્ક્રબ કેવી રીતે તૈયાર કરવું.

1. ગ્રીન ટી અને ખાંડ: ગ્રીન ટીમાં એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-માઇક્રોબિયલ ગુણો જોવા મળે છે. જેના કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેમાંથી સ્ક્રબ બનાવવા માટે એક બાઉલમાં એક ચમચી ગ્રીન ટી અને એક ચમચી ખાંડ લો. હવે ઓલિવ ઓઈલની મદદથી તેની પેસ્ટ તૈયાર કરો. આ મિશ્રણને ચહેરા પર હળવા હાથે ઘસો, થોડીવાર પછી પાણીથી ધોઈ લો.

2. કોફી અને ખાંડ : કોફી અને સુગર સ્ક્રબ ચહેરાની ગંદકીને સાફ કરવામાં અસરકારક છે. આ માટે એક બાઉલમાં એક ચમચી કોફી પાવડર અને એક ચમચી ખાંડ લો. તેમાં દહીં ઉમેરો અને મિશ્રણને હલાવો. આનાથી ચહેરો સ્ક્રબ કરો, લગભગ 10 થી 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો.

3. હળદર અને ખાંડ સ્ક્રબ: તમે આ સ્ક્રબનો ઉપયોગ ચહેરાના ડાઘ દૂર કરવા માટે કરી શકો છો. એક બાઉલમાં એક ચમચી હળદર અને એક ચમચી ખાંડ લો, તેને ગુલાબજળથી ભીની કરીને પેસ્ટ બનાવો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. તેનાથી ચહેરો સ્ક્રબ કરો, પછી પાણીથી ધોઈ લો.

4. બદામ તેલ અને ખાંડ : તેને બનાવવા માટે એક બાઉલમાં બે-ત્રણ ચમચી ખાંડ લો, હવે તેમાં બદામ તેલ ઉમેરો. આ મિશ્રણથી ચહેરાને સ્ક્રબ કરો. તે ચહેરાને સાફ કરવાની સાથે તેને મોઇશ્ચરાઇઝ કરવામાં પણ મદદરૂપ છે.

જો તમે પણ ચહેરા પર ગ્લો લાવવા માંગતા હોય અને ઇચ્છતા હોય કે ચહેરાની સફાઈ થાય અને ડાઘ દૂર થાય તો તમે અહીંયા જણાવેલ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *