આપણા શરીરના અમુક અંગો સ્વસ્થ અને હેલ્ધી રહેવા ખુબ જ જરૂરી છે તેવામાં હૃદય, કિડની, મગજ અને પેટ યોગ્ય રીતે કાર્ય કરે તો આપણા શરીરમાં કોઈ પણ બીમારીઓ પ્રવેશ કરતા અટકી જાય છે. આ માટે આજે અમે તમને એવા સૂકા ડ્રાય ફ્રૂટ્સ વિષે જણાવીશું જેની મદદથી શરીરના દરેક અંગોને ખુબ જ ફાયદો થશે.
સૂકા ડ્રાય ફ્રૂટ્સમાં કાળી દ્રાક્ષ આપણા આરોગ્ય માટે ખજાનો માનવામાં આવે છે. જેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો ઉપરાંત એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે આપણા શરીરમાં ઇમ્યુનીટી પાવરને મજબૂત બનાવવાનું કામ કરે છે. જેથી આપણું શરીર અનેક બીમારી સામે લડવામાં સક્ષમ રહેશે.
આ સૂકા ડ્રાય ફ્રૂટ્સમાં ભરપૂર માત્રામાં ફાયબરનો સ્ત્રોત મળી આવે છે, જે મંદ પડી ગયેલ ડાયેજશન ને સુધારવાનું કામ કરે છે, જેથી આપણી પાચનક્રિયામાં સુધારો થશે અને પેટ સંબધિત અનેક બીમારી માંથી રાહત આપશે.
આપણા શરીરને વધારે પોષક તત્વો મળી રહે તે માટે આપણે રોજે રાતે માત્ર 10 દ્રાક્ષ ને એક તાંબાની વાટકીમાં પલાળીને આખી રાત ઢાંકીને મૂકી રાખવાની છે. ત્યાર પછી સવારે ખાલી પેટ ચાવી ચાવીને ખાઈ લેવાની છે. આ રીતે ખાવાથી આપણા મો માં રહેલ બધા જ હાનિકારક બેક્ટેરિયાનો નાશ થશે અને મોં માં આવતી દુર્ગધ પણ દૂર થઈ જશે.
નિયમિત પણે આ દાણા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરી કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રણમાં રાખે છે. લોહીના પરિવહન ને સુધારવા અને નસોને બ્લોક થતા અટકાવશે અને લોહીના દબાણને દૂર કરશે. જેથી આપણું હૃદય હેલ્ધી રહેશે અને હૃદય સંબધિત કોઈ બીમાર થશે નહીં.
એમાં ભરપૂર માત્રામાં આયર્ન નો સ્ત્રોત મળી આવે છે જે શરીરમાં લોહીની કમી ને પુરી કરે છે. મહિલાઓ માટે કાળી સૂકી દ્રાક્ષ ખાવી ખુબ જ ફાયદાકારક સાબિત થશે. રોજે સવારે માત્ર 10 દાણા ખાઈ લેવાથી બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે.
આપણે એવા કેટલાક ખાઈએ છીએ અને તે ખોરાક પચતો નથી જેના પરિણમે કબજિયાત થાય છે તો રોજે સવારે પલાળેલી સૂકી દ્રાક્ષ ખાવી જોઈએ જે પેટ અને આંતરડાને સાફ કરી કબજિયાત માંથી છુટકાળો અપાવશે.
કોઈ પણ કામ કરીને થાક લાગતો હોય, શરીરમાં કમજોરી રહેતી હોય તેવા માં રોજે ચાવીને ખાઈ લેવાથી શરીરની બધી જ કમજોરી દૂર થઈ જશે અને શરીરને મજબૂત બનાવશે. સ્કિનને હાઈડ્રેટ રાખવા માટે કાળી દ્રાક્ષ ખુબ જ ફાયદાકારક છે, જે સ્કિનમાં નેચરલી નિખાર લાવશે.
કિડનીમાં રહેલ ગંદકીને દૂર કરી કિડનીને સ્વસ્થ અને હેલ્ધી બનાવશે. રોજે દ્રાક્ષને પલાળીને ખાવામાં આવે તો મગજની ચેતાતંતુઓ યોગ્ય રીતે કાર્યરત રહેશે અને મગજને યોગ્ય પોષણ આપશે, જેથી આપણી મગજ શાંત રહેશે અને તણાવ માંથી મૂકતી અપાવશે.