હેલો દોસ્તો, આજે અમે તમારા માટે એક સરસ મજાનો ઉપાય લઈને આવ્યા છીએ. એકદમ ઘરગથ્થુ ઉપાય અને એવો ઉપાય છે જે તમારી જિંદગીમાં ચીલાચાલુ જીવનમાં રોજિંદી પ્રક્રિયામાં સામેલ થઈ જાય એવો ઉપાય છે. જો તમને ખાંસી થઈ ગઈ હોય મતલબ ઉધરસ આવતી હોય તો તમે સીરપ કે ટેબલેટ લેતા હોય તો એ બંધ કરી દેજો. એ લાંબા ગાળે નુકસાનકારક પણ છે.

હું જે અત્યારે ઉપાય તમને આજે બતાવું છું ખૂબ જ સરસ ઉપાય છે, એનાથી ઉધરસ મટી જશે છે. જો તમને કફવાળી કે સૂકી ઉધરસ ગમે તેવી ઉધરસ થઈ જાય છે. કારણ કે અત્યારનું વાતાવરણ એવું છે અને ખાસ કરીને શરદી, ઉધરસ નું પ્રમાણ ઘણું વધુ રહેશે. પેલા શરદી થઈ જાય શરદી મટે તો એમાંથી ઉધરસ થઈ જાય અને ઉધરસને ઘણો લાંબો સમય સુધી પીછો નથી છોડતી.

ઉધરસ તે ખાસ કરીને રાત્રિનાં સમયે વધારે હેરાન કરે છે. આપણને ક્યારેક સુવા પણ નથી દેતી એટલી વધારે ઉધરસ આવતી હોય છે. ક્યારેક આપણી ઊંઘ તો બગડે સાથે-સાથે આજુ બાજુ માં સુતા હોય તેની પણ ઊંઘ બગડે એટલી વધારે પ્રમાણમાં ઉધરસ આવતી હોય અને એમાં પણ ઘણી વખત વહેલી સવારે આપણે ઊઠીએ ત્યારે એક સાથે ઉધરસ ચાલુ થઈ જાય છે.

ઉધરસ મટાડવા માટે ચાર થી પાંચ દિવસ તમારે ઉપાય કરવાનો છે. જે ઉપાય એકદમ સરળ ઉપાય છે. મિત્રો ઉધરસ ને લાંબો સમય રહેવા પણ ન દેવાય અને ઉધરસ આવતી હોય તો વાંધો નહીં. પણ તમે ક્યાંક બહાર ગયા હોય એક જાહેર જગ્યા એ ગયા હોય કે કોઈ એવી જગ્યા હોય અને ત્યાં તમને જ ઉધરસ હોય મતલબ કે ખાંસી આવવા ની ચાલુ થયું હોત તો તમે હેરાન પરેશાન થઇ જાવ છો.

મિત્રો ગમે તેવી ખાંસી હોય તેને મટાડવા માટે અમે તમને જે ઉપાય બતાવીશું એ ખુબ જ સરળ અને રામબાણ સાબિત થશે. આ ઉપાય માટે તમારે માત્ર બે જ વસ્તુ નો ઉપયોગ કરવા નો છે. જે તમારા ઘર માં આસાનીથી મળી રહેશે. અજમો અને ગોળ જે સહેલાઇ થી તમને ધરમાં મળી રહેશે. સૌ પ્રથમ 50 ગ્રામ અજમો લો. ત્યારબાદ તેને હળદળવાળા પાણી માં 12 કલાક પલાળી રાખો.

પછી તેને પાણી માંથી કાઠીને સૂર્યના તડકામાં તડકામાં મૂકી દો. સુકાઈ ગયા બાદ તેને થોડો શેકી લો. તમે આ શેકલા અજમાને એક ડબ્બીમાં ભરી દો. આ શેકેલા અજમા ને તમારે રાત્રે સૂવા જાઓ તે પહેલા અડધી ચમચી ખાઈ લો. ત્યારબાદ તમારે એક ટુકડો દેશી ગોળ ખાવાનો છે. આનું સેવન કર્યા પછી તમારે પાણી એક કલાક સુધી પાણી નથી પીવાનું.

દેશી ગોળ ખાવાથી તે તમારા ફેફસામાં ઉતરશે અને તમારી સૂકી ખાંસી ને જડ માંથી દૂર કરી દેશે. આ ઉપાય એકદમ સરળ છે. આ ઉપાય તમારા માટે ખુબ જ અસરકારક સાબિત થશે. આ ઉપાય તમે સવાર અને સાંજે બે ટાઈમ પણ કરી શકો છો. તમે જમ્યા બાદ પણ તમે આ અજમાનું સેવન મુખવાસ તરીકે કરી શકો છો.

અજમો ગરમ છે જે કફનાશક છે. અને તમારી પાચનશક્તિ ને મજબૂત કરે છે. આ ઉપાય તમારે ચાર થી પાંચ દિવસ કરવાનો છે. જેથી તમારી ઉધરસ જલ્દી મટી જાય. આ એક દેશી આયુર્વેદિક ઉપાય છે. જેનાથી તમને કોઈ પણ આડઅસર થશે નહિ. અને તમારી સમસ્યા ને જલ્દી થી દૂર કરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *