આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ઉનાળામાં ગરમીમાં સ્કિનને લગતી સમસ્યા થતી હોય છે, જેને દૂર કરવા માં ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે. આ માટે આપણે ચહેરાને સુંદર બનાવવા માટે ઘણા બધા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ.

અલગ અલગ બ્યુરી પ્રોડક્ટ સ્કિન પર ઉપયોગ કરવાથી ચહેરાની સુંદરતા પણ ઓછી થઈ જાય છે જેના કારણે ચહેરા પર ખીલ જોવા મળતા હોય છે. માટે બજારમાં મળતી પ્રોડક્ટનો ઉપયોગ વગર જ ચહેરાને સુંદર બનાવી રાખવા માટે ઘરેલુ ઉપાય અપનાવવા જોઈએ.

જે ચહેરાની નેચરલી ચમક લાવવામાં ખુબ ઉપયોગી સાબિત થાય છે.જે સ્કિન ને નુકસાન થી બચાવી ચહેરાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. તો ચાલો જાણીએ ચહેરા પર કઈ વસ્તુનો ઉપયોગ કરીને ઉનાળામાં સુંદર બનાવી શકાય.

દેશી મઘનો ઉપયોગ: મધ આપણી સ્કિન માટે મોઈસ્ચરાઈઝરનું કામ કરે છે, જે સ્કિનને અંદરથી ભીની રાખવાનું કામ કરે છે, તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે ચહેરાને સ્વસ્થ રાખે છે. આ માટે તમે ગરમીમાં રાત્રે સુતા પહેલા મધ ને ચહેરા પર લગાવીને 5 મિનિટ માલિશ કરીને 20 મિનિટ પછી ઘોઈ લેવાનો છે, જેથી ચહેરા પરની ગંદકી પણ દૂર થઈ જશે અને ચહેરો સાફ થઈ જશે જેથી ત્વચામાં નિખાર આવશે અને તમે સુંદર દેખાવા લાગશો.

દૂઘ ની ઉપયોગ: દૂધ આપણા શરીરનો પૌષ્ટિક આહાર છે, આ માટે દૂધનો ઉપયોગ ચહેરા પર પણ કરી શકાય છે ચહેરાની નેચરલી ગ્લો લાવવામાં મદદ કરે છે, આ માટે તમે દૂધ લઈને તેને એક કોટન નો રૂમાલ દૂધ માં પલાડી ચહેરા પર 5 મિનિટ માલિશ કરો જેથી ચહેરા પર ચોટેલ બેક્ટેરિયાનો નાશ થઈ જશે અને ચહેરો નેચરલી સફેદ દેખાવા લાગશે.

દહીં નો ઉપયોગ: દહીં સ્કિન ના રક્ષણ માટે ખુબ જ ફાયદાકારક છે, જે એન્ટી-એંજીગનું કામ કરે છે. જે સ્કિનને મોઈશ્ચરાઈઝ રાખે છે. માટે ઘીનો ઉપયોગ સ્કિન પર કરવાથી ચહેરા પર ના ડાઘ અને ખીલ દૂર થઈ જશે, જેથી ચહેરો સફેદ બનાવવામાં સફળતા મળશે.

આ માટે તમે એક ચમચી દહીં માં એક ચમચી મઘ મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લો ત્યાર પછી તે પેસ્ટ ને ચહેરા પર લગાવી દો અને 3 મિનિટ માલિશ કરો, ત્યાર પછી 15 મિનિટ થાય ત્યારે ચહેરાને ઘોઈ દેવાનો છે. જેથી ચહેરા પરના ખીલ અને ડાઘને દૂર કરીને ચહેરા પર નેચરલી સુંદરતા લાવી શકાય છે.

જો તમે પણ ચહેરાને ઉનાળામાં ગરમીથી રક્ષણ મેળવવા માંગો છો તો આ ઘરેલુ ઉપાય ખુબ જ કારગર સાબિત થશે જે ચહેરાને નેચરલી રીતે સુંદર અને ચમકદાર બનાવી રાખવામાં મદદ કરશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *