શરીરમાં હોમોગ્લોબિન પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. જયારે શરીરમાં લોહીની ઉણપ થવાથી બીમારીનું જોખમ વઘી જાય છે. હિમોગ્લોબીન શરીરના દરેક અંગોને કાર્યશીલ બનાવામાં મદદ કરે છે. હીમોગ્લોબિનનું મુખ્ય કામ ફેફસાંથી કોશિકાઓ સુઘી ઓક્સિજન પહોંચાડવાનું અને કોશિકાઓથી ફેફસા સુઘી કાર્બનડાયોક્સાઈડને પહોંચાડવાનું છે. પરંતુ જો શરીરમાં આયર્ન ની ઉણપ થાય છે ત્યારે હિમોગ્લોબીન નું સ્તર પણ ઘટવા લાગશે. […]