દિવસમાં એક વખત ખાઈ લો ટામેટું. ક્યારેય ડોક્ટર જોડે જવું નહીં પડે. કારણકે ટામેટા એટલા બઘા ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે જે આપણા આરોગ્ય માટે ખુબ જ લાભદાયક છે. ટામેટા દરેક ઋતુમાં આસાનીથી મળી આવે છે.
ટામેટું શાકભાજીમાં સૌથી લોકપ્રિય ફળ માનવામાં આવે છે. ટામેટાનો ઉપયોગ શાક બનાવવા, કચુંબર બનાવવા, જ્યુસ બનાવવા, સલાડમાં, સોસ બનાવવા વગેરે રીતે ટામેટાનો ઉપયોગ થાય છે. ટામેટા માં ભરપૂર માત્રામાં લોહતત્વ મળી આવે છે. જેથી લોહી વધારવા માટે ટામેટાનું સેવન કરવું સૌથી સારું માનવામાં આવે છે.
ટામેટામાં આયર્ન, પોટેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, વિટામિન-એ, વિટામિન-બી, વિટામિન-સી, વિટામિન-કે જેવા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. આ ઉપરાંત તેમાં ફોલિક એસિડ, લોહતત્વ જેવા ખનીજ તત્વો મળી આવે છે. આજે અમે તમને રોજે એક ટામેટું ખાવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
કબજિયાત દૂર કરે: કબજિયાતને મૂળમાંથી દૂર કરવા માટે ટામેટું ખુબ જ ઉપયોગી દવાનું કામ કરે છે. આ માટે જયારે પણ તમે ભોજન કરવા બેસો તે પહેલા એક ટામેટું ઘોઈને છાલ સાથે ખાઈ લેવાનું છે. આવી રીતે કરવાથી કબજિયાતની સમસ્યામાંથી કાયમી છુટકાળો મેળવી શકાય છે. ટામેટામાં સંચર મિક્સ કરીને ખાવાથી પેટમાં થતી કૃમિમાં ફાયદો થાય છે.
આંતરડા સાફ કરે: રોજે એક ટામેટું ખાવાથી આંતરડામાં જામેલ બઘો કચરાને દૂર કરશે. જેથી આંતરડા માં જામેલ મળ પણ છૂટો થઈ જશે જેથી આંતરડા કાચ જેવા ચોખા થઈ જશે. જેથી પેટને લગતા રોગો પણ દૂર થઈ જાય છે.
રોગપ્રતિકારક શક્તિ વઘારે: ટામેટા સારી માત્રામાં વિટામિન-સી નો સ્ત્રોત મળી આવે છે. માટે તેનું સેવન રોજે કરવાથી શરીરમાં ભરપૂર સ્પૂર્તિ અને એનર્જી રહે છે. જેથી અનેક રોગ આપણાંથી દૂર રહે છે. રોજે તેનું સેવન કરવાથી શારીરિક દરેક સમસ્યા દૂર થઈ જાય છે. બાળકો રોજે એક ટામેટું ખાય તો બાળકો બળવાન અને શક્તિશાળી બને છે.
વજન ઘટાડે: ટામેટામાં ડાયેટરી ફાયબર મળી આવે છે. જે શરીરમાં વધતી ચરબીને રોકે છે અને ચરબીના થરને ઓગાળવામાં મદદ કરે છે. માટે વજન ધટાડવા માટે ડાયટમાં ટામેટાનો સમાવેશ કરવો જોઈએ.
ડાયાબિટીસ દર્દી માટે: ડાયાબિટીસ જેવીઓ ભયાનક બીમારીમાં ટામેટા ખુબ જ લાભદાયક સાબિત થાય છે. તેમના રહેલ લાઈકોપીન, પોટેશિયમ, વિટામિન-સી જેવા તત્વોનો સારી માત્રામાં સ્ત્રોત મળી આવે છે માટે તેનું સેવન કરવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
બ્લડપ્રેશર કંટ્રોલ કરે: તેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ મળી આવે છે. જે બલ્ડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. માટે બલ્ડપ્રેશર દર્દી માટે ટામેટાનું સેવન ખુબ જ સારું માનવામાં આવે છે.
લોહી વઘારે: ટામેટામાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે. માટે તેનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્ત કણોની સમસ્યામાં વધારો કરે છે. સાથે લોહીને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે. હીમોગ્લોબિનની ઉમાને દૂર કરવા માટે ટામેટા ખાવા જોઈએ. મહિલાઓ માટે ટામેટાનું સેવન ખુબ જ ફાયદાકારક છે.
ત્વચામાં નિખાર લાવે: રોજે એક ટામેટું ખાવાથી ચહેરા પર રોનક લાવી શકે છે. બજારમાં મળતી ક્રીમનો ઉપયોગ કરતા પણ ટામેટાનું રોજે સેવન કરવાથી ચહેરા પર સૌથી વધુ વધુ ચમક અને ગ્લો જોવા મળશે. જેથી વધતી ઉંમરે પણ ચહેરો સુંદર અને જવાન દેખાશે.
હાડકાને મજબૂત બનાવે: તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે જે આપણા હાડકા માટે ખુબ જ જરૂરી તત્વ છે. માટે તેનું સેવન રોજે કરવાથી હાડકા મજબૂત થાય છે. માટે હાડકાની નબળાઈ દૂર કરવા રોજે એક ટામેટાંનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. માટે નાના બાળકોને પણ રોજે એક ટામેટાંનુંસ એવાં કરાવવું જોઈએ જેથી નાની ઉંમરથી જ બાળકોના હાડકા મજબૂત રહેશે.
ટામેટા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. શરીરમાં કોઈ પણ પ્રકારની સ્કિન એલર્જી હોય તો ટામેટાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.