આપણા શરીરને ઉનાળાની કાળઝાળ ગરમીથી બચાવી રાખવા માટે આપણે કેટલીક ઠંડી વસ્તુઓનું સેવન પણ કરીએ છીએ, જેથી આપણે શરીરને થડક આપી શકીએ છીએ. ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં મળી આવતી આ વસ્તુના જ્યૂસનું સેવન કરવાનું છે.
જે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આ વસ્તુ નાના થી લઈને મોટી ઉંમરના વ્યક્તિ પણ સેવન કરી શકે છે. ઉનાળાની ગરમીમાં દરેકને ભાવતી આ વસ્તુનું નામ તરબૂચ છે. જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને મીઠું લાગે છે.
તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. તરબૂચમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાયબર, આયર્ન, વિટામિન-સી, વિટામિન-બી6, પ્રોટીન જેવા તત્વો મળી આવે છે. આ ઉપરાંત તે એન્ટી ઓક્સીડેન્ટ તત્વથી ભરપૂર છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
તરબૂચમાં ભરપૂર માત્રામાં પાણી મળી આવે છે. જે ઉનાળામાં પાણીની કમીને પૂર્ણ કરી શરીરને હાઈડ્રેટ રાખે છે. માટે આજે અમે તમને તરબૂચનો જ્યુસ પીવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
હૃદય રોગથી બચાવે: તરબૂચના જ્યુસનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. જેથી હૃદય સ્વસ્થ રહે છે અને હૃદયના રોગોનું જોખમ પણ ઘટાડે છે, જેથી હાર્ટ અટેક અને સ્ટ્રોકના જોખમથી બચી શકાય છે. માટે હૃદયના સારા સ્વાસ્થ્ય માટે તરબૂચના જ્યુસનું સેવન ખુબ જ ફાયદાકારક છે.
શરીરના ઝેરી તત્વોને બહાર નીકાળે: તરબૂચના જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વોને બહાર નીકાળી દે છે. જેથી આપણું લીવર, ફેફસા, આંતરડા, કિડની જેવા મહત્વ પૂર્ણ અંગો સ્વસ્થ રહે છે. ઉનાળામાં લૂ થી બચવા માટે આ જ્યુસ ખુબ જ ફાયદાકારક છે. જે લૂ થી બચાવી શરીરને ઠંડુ રાખે છે.
વજન ઓછું કરે: આ તરબૂચના જ્યુસમાં ભરપૂર માત્રામાં પાણી મળી આવે છે સાથે ખનીજ તત્વોથી પણ ભરપૂર છે. આ જ્યુસમાં ફેટની માત્રા નહિવત હોય છે, જેથી વજન ઘટાડવા માટે આ પીણું ખુબ જ ફાયદાકારક છે.
તણાવ ઓછો કરે: આ પીણામાં વિટામિન-બી6, વિટામિન-સી નો સારો સ્ત્રોત મળી આવે છે જે આખા દિવસનો થાક અને નબળાઈને દૂર કરીને તણાવ માંથી મુક્તિ મેળવામાં મદદ કરે છે. તરબીચની ઠંડુ હોય છે માટે તેના જ્યૂસનું સેવન કરવાથી મગજ શાંત થાય છે. જેથી ઘીરે ઘીરે તણાવ દૂર થઈ જાય છે.
ત્વચા માટે: આ જ્યુસમાં ભરપૂર માત્રામાં લાઈકોપીન નામનું એન્ટી ઓક્સીડેન્ટ તત્વ મળી આવે છે. તે ત્વચા માટે ફાયદાકારક છે. તેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ લોહીમાં રહેલ હાનિકારક તત્વોને દૂર કરીને લોહીને શુદ્ધ રાખે છે. જે વઘતી ઉંમરના ચિન્હોને દૂર કરે છે. જેથી ચહેરો વઘતી ઉંમરે પણ સુંદર અને ચમકદાર રહે છે.
શરીરને એનર્જી પુરી પાડે: આ જ્યુસનું સેવન કરવાથી શરીરમાં ઈન્સ્ટન્ટ ભરપૂર એનર્જી અને સ્ફૂર્તિ મળી રહે છે. કારણકે આ જ્યુસમાં ઈલેક્ટ્રોલાઈટ, ખનીજ અને ખરાબી હાઈડ્રેટ સારી માત્રામાં મળી આવે છે. જે શરીરને હાઈડ્રેટ અને ઉર્જાવાન બનાવી રાખે છે.
આ જ્યૂસ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાથી આપણા શરીરને ઠંકડ મળી રહે છે. આ ઉપરાંત બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માં મદદ કરે છે. આ સિવાય કબજિયાત જેવી પેટને લગતી સમસ્યાને દૂર કરવામાં પણ ખુબ જ ફાયદાકારક છે.