આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

મોટાભાગનાં લોકો ચહેરાની સુંદરતા જાળવી રાખવા અથવા વધારવા માટે ઘણી રીતો અપનાવે છે, પરંતુ ઘણીવાર દાંત સાફ કરવાનું ભૂલી જાય છે. દરરોજ બ્રશ કર્યા પછી પણ ઘણી વખત દાંત પીળા પડવા લાગે છે. તમારી આસપાસ ઘણા લોકો દેખાવમાં સુંદર હશે પરંતુ તેમના દાંત પીળા થઇ ગયેલા હશે.

દાંત પીળા થવાથી ભલે તમે સુંદર દેખાઓ પરંતુ તમારી પરસનાલીટી ફિક્કી પડી શકે છે. ચહેરાની જેમ દાંત પણ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તમારા ચહેરા પરનું સ્મિત તમારા સુંદર દાંત પર નિર્ભર કરે છે. તેથી જો તમારા દાંત પણ પીળા થઇ ગયા છે તો તમે દાંતની પીળાશને દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાયો અજમાવી શકો છો. તો ચાલો જાણીએ ઘરેલુ ઉપાય વિષે.

તેજપત્તા: તેજપત્તા એ ભારતીય રસોડામાં ઉપયોગમાં લેવાતો સામાન્ય મસાલો છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે તેની મદદથી તમે તમારા દાંતની પીળાશને દૂર કરી શકો છો. આ માટે તમાલપત્રના સૂકા પાંદડાને બારીક પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને અઠવાડિયામાં ત્રણ વખત દાંત પર લગાવો. આ પેસ્ટ દાંત પર જમા થયેલા મેલને દૂર કરશે અને તમારા દાંતને સફેદ કરશે.

લીમડો: લીમડો આપણા સ્વાસ્થ્યની સાથે દાંત માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. દાંતના પીળાશને દૂર કરવા માટે લીમડાના દાતણનો ઉપયોગ કરો. તમે લીમડાના દાતણ ને ગરમ પાણીમાં ધોઈને પણ દરરોજ તેનો ઉપયોગ કરી શકો છો. લીમડાના દાતણનો ઉપયોગ કરવાથી તમારી દાંતની સમસ્યાઓ પણ દૂર થઇ જશે.

હીંગ: હીંગ તમારા દાંતની પીળાશને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ માટે અડધો કપ પાણીમાં બે ચપટી હિંગ ઉકાળો. આ પાણીને ઠંડુ કરીને દિવસમાં બે વાર ગાર્ગલ કરો.

સ્ટ્રોબેરી: સ્ટ્રોબેરી સ્વાસ્થ્યની સાથે દાંત માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેને દાંત પર ઘસવાથી કે ખાવાથી પણ દાંત સફેદ થઈ શકે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણ તમારા દાંતના પીળાશને દૂર કરી શકે છે.

સરસવનું તેલ અને હળદર: હળદર એક કુદરતી એન્ટિબાયોટિક છે. જે સામાન્ય રીતે ઘા, સોજો, દુખાવો વગેરે માટે વપરાય છે. સરસવના તેલમાં હળદર ભેળવવાથી પણ તમારા દાંતના પીળાશ દૂર થાય છે. આ માટે સૌપ્રથમ એક ચમચી સરસવના તેલમાં અડધી ચમચી હળદરનો પાવડર મિક્સ કરો.

હવે આ મિશ્રણનો દરરોજ દાંત પર ઉપયોગ કરો. થોડાજ દિવસોમાં તમારા દાંત સફેદ થઇ જશે. જો તમને પીળા દાંતને સફેદ કરવાના ઉપાયો પસંદ આવ્યા હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવશો અને આવીજ માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *