ખોરાકને ચાવવા માટે દાંત સ્વસ્થ અને મજબૂત રહે તે ખુબ જ જરૂરી છે. પરંતુ આજના સમયમાં દાંત ખરાબ નબળા પડવા, ખરાબ થઈ જવા, દાંત પીળા પડવા, દાઢ માં સડો થવો, દાંતમાં દુખાવા થવા જેવી અનેક પ્રકારની સમસ્યા થતી જોવા મળી રહી છે.
આજના સમયમાં મોટાભાગના લોકોને 35ના મસાલા, તમાકુ, બીડી સિગરેટ, પડીકીઓ, ગુટખા વગેરે ખાવાનો એક નસો જ થઈ ગયો છે જેને ખાધા વગર તેમને ચાલતું હોતું નથી. આજે નાની ઉંમર માં જ લોકો વ્યશને ચડી જતા હોય છે.
મસાલા તમાકુ જેવી વસ્તુઓ ખાવાથી દાંત પીળાશ પડતા થઈ જતા હોય છે. પીળા દાંત થવાથી હસવામાં પણ સ્કોચ થતો હોય છે. આ માટે પીળા પડી ગયેલ દાંતને સફેદ મોટી જેવા કેવી રીતે ચમકાવવા તેના ઘરેલુ ઉપાય વિષે આજે અમે તમને જણાવીશું.
દરેક વ્યક્તિ રોજે બ્રશ કરે છે તે પોતાના પીળા પડી ગયેલ દાંતને સફેદ કરવા માટે અનેક બજારમાં મળતી જાત જાત ની કોલગેટ જેવી ટ્યુબ નો ઉપયોગ કરે છે. બજરમાં ઘણી બધી કંપની ની ટ્યુબ મળી આવે છે જે મોટા મોટાદાવાઓ કરતા હોય છે,
કે એક વખત લગાવો અને દાંતને મોટી જેવા ચમકાવો. પરંતુ ઘણી બધી વખત ઉપયોગ કરવા છતાં પણ પીળા પડી ગયેલ દાંત સફેદ થતા નથી જેથી આપણે બીજી કોઈ પણ કંપનીની ટ્યુબ લાવીએ છીએ એવી રીતે આપણે ઘણી બધી ટ્યુબ બદલી નાખીએ છીએ તેમ છતાં પણ દાંત પીળા ને પીળા જ રહે છે.
જો તમે આ ઉપાય થોડા દિવસ કરશો તો તમારા ગમે તેવા પીળા પડી ગયેલ દાંત સફેદ મોટી જેવા ચમકવા લાગશે. આ ઉપાય માટે તમારે જે પેસ્ટ બનાવવાની છે તે બધી જ વસ્તુ તમને રસોડામાં ખુબ જ આસાનીથી મળી રહેશે.
દાંતને મોતી જેવા ચમકાવવાનો ઘરેલુ ઉપાય:
આ માટે સૌથી પેહલા એક ચમકપટી ખાવાનો સોડા લો, ત્યાર પછી તેટલી જ માત્રામાં હળદર લો, હવે તેમાં ત્રણ થી ચાર ટીપા લીંબુના મિક્સ કરો હવે બરાબર આંગળીની મદદથી હલાવીને પેસ્ટ તૈયાર કરી લો, બરાબર મિક્સ કરવું ખુબ જ જરૂરી છે.
હવે આ પેસ્ટને આગળીમાં લઈ આગળીની મદદથી દાંત પર ઘસવાનું છે. ત્રણ મિનિટ આ પેસ્ટને દાંત પર ધસવાની છે, પછી મોં માં પાણી લઈ કોગળા કરી લો અને પછી ફરીથી મોં માં પાણી લઈ દાંતને આગળી વડે સાફ કરી લો.આ વી રીતે આ ઉપાય અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરવાનો છે. તમે પહેલી વખત લગાવશો એટલે તમને થોડો ફેર જોવા મળશે.
હવે બીજા ઉપાય માટે તમારે એક ચપટી મીઠું લેવાનું છે તેમાં તેટલી જ માત્રામાં મીઠું લેવાનું છે અને તેમાં ત્રણ થી ચાર ટીપા લીંબુના મિક્સ કરી પેસ્ટ બનાવી લો, ત્યાર પછી તે પેસ્ટને દાંત પર ધસવાનું છે, આ ઉપય તમે 7 દિવસ કરશો તો તમારા પીળા પડી ગયેલ દાંત સફેદ અને એકદમ કાચ જેવા ચોખ્ખા અને ચમકદાર બની જશે.
જો તમને પણ મસાલા ખાવા જેવી આદતો છે અને દાંત પીળા જ રહે છે તો આ ઉપાય અપનાવી દાંતને એકદમ સફેદ અને મોટી જેવા ચમકદાર બનાવી શકો છો.