આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજે લોકો કેટલીક નાની મોટી બીમારીઓ નો સામનો કરતા હોય છે, તેવામાં ઘણા લોકો દાંત સંબધિત સમસ્યાથી પણ પીડાતા જોવા મળે છે, દાંત ચોખ્ખા અને સાફ હોય તો ચહેરાની સુંદરતા માં પણ ચાર ચાંદ લાગી જતા હોય છે.

જો તમે યોગ્ય રીતે બ્રશ કરતા હોતા નથી અને તમારા દાંત પીળા હોય તો બોલવામાં કે હસ્તી વખતે તે પીળા દાંત દેખાવાના કારણે ખુબ જ શરમ નો સામનો કરવો પડતો હોય છે. દાંત પીળા થવા તે પણ આપણી કેટલીક ખરાબ આદતો ના કારણે પણ હોય છે. જેમ કે ઘણા લોકો બીડી, સિગરેટ, મસાલા, ગુટખા વગેરે ખાવાના શોખીન છે તેમને દાંત પીળા થઈ જતા હોય છે.

આ ઉપરાંત નાના બાળકો નાની ઉંમરથી ચોકલેટો વધુ ખાતા હોય છે અને દાંત સારી રીતે સાફ ના કરવાંના કારણે દાંત સડવા લગતા હોય અને દાંત માં પીળાશ આવતી જોવા મળે છે. આ ઉપરાંત ઘણા લોકો એવા પણ જોયા હશે કે જેમને કોઈ પણ પ્રકારનું વ્યશન ના હોય તેમને પણ દાંત પીળા હોય તેવું જોવા મળતું હોય છે.

આ માટે આજે અમે તમને દાંતને સફેદ મોતી જેવા ચમકદાર બનાવવા માટે ના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. આ માટે તમારે રોજે બ્રશમાં આ વસ્તુ લગાવીને બ્રશ કરવાનો રહેશે, જેથી પીળા દાંત સફેદ થઈ જશે.

દાંત ને સફેદ કરવાના ઉપાય:
ખાવાના સોડા અને લીંબુના રસ: જયારે પીળા પડી ગયેલ દાંત ને મોતી જેવા ચમકાવવા હોય તો ખાવાના સોડામાં લીંબુના રસ ના ટીપા ઉમેરીને કોલગેટ સાથે મિક્સ કરીને દાંત પર ઘસવાનું છે, આ રીતે નિયમિત પણે ચાર થી પાંચ દિવસ બ્રશ કરવાથી ગમે તેવા પીળા પડી ગયેલ દાંત મોતી જેવા ચમકવા લાગશે.

સિંઘવ મીઠું અને લીબુંની છાલ: આ માટે સૌથી પહેલા લીંબુનો છાલ લઈ લો, ત્યારબાદ તેમાં સિંધવ મીઠું લગાવીને દાંત પર સારી રીતે ઘસવાનું છે, આ રીતે લીંબુની છાલ અને સિંધવ મીઠાનો ઉપયોગ કરવાથી દાંત પર આવેલ પીળાશ દૂર થાય છે અને દાંતની બધી જ ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે.

પાકું કેળું: કેળું ખાવાથી શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે તેવી જ રીતે પીળા દાંતને સફેદ કરવા માટે મહત્વ ની ભૂમિકા ભજવે છે. આ માટે સવારે ઉઠીને પાકું કેળું લઈને તે ને દાંત પર ત્રણ થી ચાર મિનિટ સુઘી ઘસવાનું છે. જેથી થોડા જ દિવસમાં પીળા પડી ગયેલ દાંત સફેદ મોતી જેવા ચમકવા લાગશે.

મીઠું: મીઠું પણ દાંત પર લાગેલ પીળાશ ને દૂર કરવામાં મદદ કરે છે, આ માટે આગળીની મદદથી મીઠાને દાંત પર ઘસવાનું છે જેથી ઘીરે ઘીરે દાંત માં ચમક આવવા લાગશે અને દાંત પીળા માંથી સફેદ દેખાશે જેથી ચહેરાની સુંદરતામાં પણ વધારો કરશે.

પીળા પડી ગયેલ દાંત ને સફેદ કરવાના આ ઘરેલુ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થઈ શકે છે. જે લોકો મસાલા, ગુટખા, બીડી, સિગરેટ વગેરે સેવન કરે છે તેમને 4-5 દિવસ વધુ સમય લાગી શકે છે પરંતુ તે પણ થોડા જ દિવસમાં પીળા પડી ગયેલ દાંત ને સફેદ કરવામાં મદદ કરે છે.

અહીંયા આપવામાં આવેલ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, દરેક વ્યક્તિની તાસીર અલગ હોય છે થી કોઈ પણ ઉપાય માં થોડો સમય લાગી શકે છે. માટે કોઈ પણ ઉપાય અપનાવતા પહેલાં ડોક્ટર થવા નિષ્ણાત ની સલાહ લઈ શકો છો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *