ઉનાળામાં સૂર્ય પ્રકાશના તેજ પ્રકોપના કારણે આપણા શરીરમાં ગરમીનું પ્રમાણ વઘે જેના કારણે આપણા શરીરમાં પરસેવો થતો હોય છે, આપણા શરીરના અંડર આર્મ્સમાં પરસેવો થાય છે ત્યારે તે જગ્યાએ ખુબ જ ખરાબ વાસ અને દુર્ગઘ આવતી હોય છે.
જે દુર્ગઘ ખુબ જ ભયંકર હોય છે, જેને દૂર કરવી પણ ખુબ જ જરૂરી છે, વધારે સમય શરીર પર પરસેવો રહે તેને બરાબર સાફ કરવામાં ના આવે તો ચામડીને લગતા રોગો પણ થઈ શકે છે, ચામડીના લગતા રોગો સર્પથી વધુ ઉનાળામાં જોવા મળે છે.
આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી અંડરઆર્મ્સ માંથી આવતી ખરાબ વાસ અને દુર્ગઘને ખુબ જ આસાનીથી દૂર કરી શકાય છે. સાથે શરીરમાં વઘારે પરસેવો રહે અને ચામડીના રોગથી બચવું હોય તો શું કરવું તેના વિષે પણ જણાવીશું.
લીંબુનો ઉપયોગ: અંડરઆર્મ્સની દુર્ગઘ દૂર કરવા માટે તમારે એક લીંબુ લેવાયુ છે. ત્યાર પછી લીંબુને કાપીને બે ભાગ કરી લો, ત્યાર પછી એક ભાગ લઈને અંડરઆર્મ્સ પર ઘસો, આ રીતે લીંબુનો ઉપયોગ કરાવથી પરસેવાથી અંડરઆર્મ્સમાં વાટી ખરાબ વાસ ખુબ જ આસાનીથી દૂર થઈ જશે.
બટાકાનો ઉપયોગ: બટાકા અંડરઆર્મ્સની દુર્ગધ દૂર કરવામાં ખુબ જ કારગર છે. આ માટે સૌથી પહેલા બટાકાને ઘોઈ લેવા ત્યાર પછી તેને છોલીને બટાકાને સ્લાઈસ કરી લો, ત્યાર પછી તે સ્લાઈસને અંડરઆર્મ્સ પર 5 મિનિટ મૂકી રાખો ત્યાર પછી ફરીથી એક બટાકાની સ્લાઈસ લઈને મુકો, આવી રીતે ત્રણ થી ચાર વખત કરવાનું છે.
બટાકાની સ્લાઈસ નો ઉપયોગ રીતે કરવામાં આવે તો અંડરઆર્મ્સમાં આવતી ખરાબ વાસ દૂર થઈ જશે, બટાકા ખરાબ વાસને દૂર કરવામાં માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે.
તેલનો ઉપયોગ કરવો: અંડરઆર્મ્સમાં આવતી ખરાબ વાસને દૂર કરવા માટે બદામનું તેલ અને નારિયેળનું તેલ ખુબ જ લાભદાયક સાબિત થાય છે, માટે જો તમે ખરાબ આવતી હોય તો આ બે માંથી કોઈ એક તેલને અંડરઆર્મ્સ પર લગાવીને 5 મિનિટ માલિશ કરો અને 15 મિનિટ પછી તેને સાદા પાણીથી ઘોઈ દેવું, આ રીતે તેલનો ઉપયોગ કરવાથી દુર્ગઘની સમસ્યા દૂર થઈ જશે.
ટામેટાના રસનો ઉપયોગ કરવો: અંડરઆર્મ્સમાં આવતી ખરાબ વાસને દૂર કરવા માટે એક બાઉલમાં ટામેટાનો રસ નીકાળી લો ત્યાર પછી તે રસને અંડરઆર્મ્સ વાળી જગ્યાએ લગાવીને ત્રણથી ચાર મિનિટ માલિશ કરીને 20 મિનિટ પછી ઘોઈ દેવાનું છે. આ રીતે કરવાથી અંડરઆર્મ્સમાં આવતી ખરાબ વાસ દૂર થઈ જશે.
શરીરમાં સૌથી વધુ પરસેવાની સમસ્યા રહેતી હોય તો દિવસમાં બે વખત નવું જોઈએ, નાવાની સાથે તમારે શરીરના દરેક પ્રાઈવેટ ભાગને બરાબર સારી રીતે સાફ કરવા જોઈએ. જેથી શરીરમાં રહેલ પરસેવો દૂર થઈ જશે. દિવસમાં બે વખત નાવાથી ચામડીના રોગોથી બચી શકાય છે. આ ઉપરાંત નઈ લીધા પછી આખો દિવસ પહેરેલા કપડાં પહેરવા નહીં.