આ એક વસ્તુનું સેવન કરવાથી હૃદયની સમસ્યા થી લઈને કેન્સર જેવા ભયંકર રોગને રોકવામાં મદદ કરે છે. દૈનિક આહારમાં જુદા જુદા પ્રકારના ભોજનમાં સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ ડ્રાયફ્રૂટની વાત જ કંઈક અલગ છે. ડ્રાયફ્રુટ ના અનેક સ્વાસ્થ્ય લાભો પણ છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે.
ડ્રાયફૂટમાં અખરોટને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. અખરોટનું સેવન નાની ઉંમરના કે મોટી ઉંમરના દરેક લોકો સેવન કરવાનું વઘારે પસંદ કરે છે.જો તમે અખરોટને તમારા આહારમાં સમાવેશ કરવા માટેનું કોઈ કારણ શોધી રહ્યા છો. તો તમારે તેમાંથી થતા સ્વાસ્થ્યના આરોગ્ય લાભ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે જાણવું જોઈએ.
અખરોટમાં પોષક તત્વોનું મહત્વ વધુ હોય છે.તેમાં રહેલ ઓમેગા-3 હૃદય અને મગજ બને માટે ખુબ જ સારી છે. અખરોટમાં વિટામિન બી6, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મોનોનસેચ્યુરેટેડ અને કોપર જેવા વિટામિન અને ખનીજ જેવા તત્વો મળી આવે છે. આજે અમે તમને આ આર્ટિકલમાં અખરોટને રાત્રે પલાળીને સવારે નરણાકોઠે ખાવાથી થતા અદભુત ફાયદા વિશે જણાવીશું.
અખરોટના આરોગ્ય લાભ: ડોકટરો અને આહાર નિષ્ણાત પણ અખરોટનું નિયમિત સેવન કરવાની સલાહ આપે છે. અખરોટનું સેવન હૃદય, ત્વચા સિવાય અન્ય સ્વાસ્થ્ય લાભો પણ થાય છે. અને શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
હૃદય આરોગ્ય સુઘારે: અખરોટને મોનોનસેચ્યુરેટેડ અને બહુઅસંતૃપ્ત ચરબીના કારણે હૃદય સારું રહે છે. સારા હૃદય માટે ચરબીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું જોવા મળે છે. જેના કારણે કોરોનરી ઘમની બીમારી, હૃદયની સમસ્યા, સ્ટ્રોક અને હાર્ટ અટેકને ના જોખમને ઘટાડે છે.
યાદશક્તિ વઘારે: નાના મોટા દરેક માટે અખરોટનું સેવન ખુબ જ ઉપયોગી છે. અખરોટનું સેવન કરવાથી મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે મગજ યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. અખરોટમાં મળી આવતા ઓક્સિડેટીવ તણાવને દૂર કરવામાં મદદ કરે છે અને યાદશક્તિમાં વઘારો કરે છે.
મગજની કાર્યક્ષમતા અને સુખાકારી સુઘારવામાં જેવા બીજા આશ્ચર્યજનક ફાયદાઓ જોવા મળે છે. અખરોટને માત્ર નાના બાળકોને જ ખવડાવવો જોઈએ. અખરોટનું સેવન અલઝાઈમરથી પીડિત વ્યક્તિ માટે પણ મદદરૂપ માનવામાં આવે છે.
કેન્સરનું જોખમ ઘટાડે: ઘણા સંશોઘનમાં જાણવા મળ્યું છે કે નિયમિત પણે અખરોટનું સેવન કરવાથી સ્તન કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય હાઈ બ્લડપ્રેશર અને ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.
અખરોટને ખાવાની રીત: આખા દિવસમાં માત્ર 1-2 અખરોટ ખાવી જોઈએ. તેનાથી અનેક આરોગ્ય લાભ થાય છે. તેના માટે સૌથી પહેલા એક નાના બાઉલમાં પાણી લેવાનું, તેમાં 1-2 અખરોટને નાખીને આખી રાત રહેવા દેવી. ત્યાર બાદ તે અખરોટને સવારે ઉઠીને ખાઈ લેવી. જેથી તેનના ફાયદા પણ ખુબ જ થશે. માટે અખરોટને બેસ્ટ માનવામાં આવે છે.
અખરોટને પલાળીને સેવન કરવાથી કોલેસ્ટ્રોલના ઘટાડવામાં મદદ કરે છે. સગર્ભા સ્ત્રીઓએ પણ અખરોટને પલાળીયા પછી જ ખાવી જોઈએ. નિયમિત અખરોટનું સેવન કરવાથી થાક અને નબળાઈ દૂર થાય છે અને શરીરમાં બ્લડપ્રેશરના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.