આપણા સ્વાસ્થ્ય માટે ડ્રાયફ્રૂટ્સ નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. શરીરમાં વઘારે પ્રમાણમાં ચરબી હોય તો તે પણ ખુબ જ સમસ્યા લાવી શકે છે અને પાતળું હોવાથી પણ સમસ્યા વઘી શકે છે.
ઘણા લોકો પાતળાપણાને દૂર કરવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે. પરંતુ તેમને કોઈ પણ ફેર પડતો નથી. જો શરીર પાતળું હોય તો નબળાઈ, થાક કે કોઈ દુખાવો થવાથી અનેક રોગ થવાનું ચાલુ થઈ જાય છે.
શરીર પાતળું હોય તે સ્વસ્થ ના રહેવાની એક નિશાની પણ છે. પરંતુ કિસમિસ અને અંજીર જેવા ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવાથી પાતળાપણાને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરને મજબૂત, સ્વસ્થ અને હેલ્ધી બનાવે છે. તો ચાલો વજન વઘારવા માટે કઈ વસ્તુનું સેવન કરવું તેના વિશે જણાવીશું
અંજીર અને કિસ્મિસ: વજન વઘારવા માટે કેલરી અને ફાયબર યુક્ત આહારનું સેવન કરવું જરૂરી છે. માટે વજન વઘારવા માટે અંજીર અને કિસ્મિસનું સેવન કરવાથી વજનમાં વધારો કરી શકો છો. આ ઉપરાંત તેનું સેવન કરીને શરીરને મજબૂત બનાવી શકો છો.
આ બંને ડ્રાયફૂટ્સમાં ફાયબર અને કેલરી ભરપૂર માત્રામાં મળી આવે છે. તે માટે 3 અંજીર અને 10 ગ્રામ કિસમિસને આખી રાત પાણીમાં પલાળી રાખો. ત્યાર પછી સવારે ઉઠીને પલાળેલા ડ્રાયફૂટ્સનું સેવન કરવાનું છે. આ બંને ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
ચ્યવનપ્રાશ: ચ્યવનપ્રાશનું નિયમિત સેવન કરવાથી વજનમાં વધારો થાય છે. ચ્યવનપ્રાશમાં રહેલા પોષક તત્વો શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
ચ્યવનપ્રાશનું નિયમિત સેવન કરવાથી અનેક બીમારીથી દૂર રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત દૂઘમાં એક ચમચી ચ્યવનપ્રાશ નાખીને સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. માટે ચ્યવનપ્રાશનું સેવન નિયમિત પણે કરવાથી વજન વઘારવામાં મદદ કરશે.
અશ્વગંઘાના: ઘણી બીમારીઓમાં અશ્વગંઘાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અશ્વગંઘાના પાવડરનું સેવન કરવાથી સરળતાથી વજન વઘારવામાં મદદ મળે છે. માટે સૌથી પહેલા એક ગ્લાસ દૂઘને ગરમ કરીને તેમાં એક ચમચી અશ્વગંઘાનો પાવડર મિક્સ કરીને પીવાથી વજન વઘે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.