આપણા રસોડામાં એવા કેટલાક મસાલા મળી આવે છે જે આપણા રસોઈનો સ્વાદ વઘારે છે.આ ઉપરાંત આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજે અમે તમને એક એવા મસાલા વિષે જણાવીશું જે સ્વાદ વઘારવાની સાથે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

રસોડામાં રહેલ આ વસ્તુનું નામ જાયફળ છે. જે સોપારી જેવું જ દેખાય છે. જાયફળનો ઉપયોગ કરી આપણા શરીરના ઘણા બઘા રોગને દૂર કરવામાં મદદ મેળવી શકાય છે. જાયફળમાં ઔષઘીય ગુણ મળી આવે છે. જે પેટની સમસ્યા, હાડકાની સમસ્યા, શારીરિક કમજોરી, ત્વચાની સમસ્યા અનિદ્રાની સમસ્યા જેવી અનેક બીમારીમાં જાયફળ ફાયદાકારક છે.

જાયફળ આપણા શરીરમા રહેલા વાત, પિત્ત અને કફથી થતા રોગોમાં ફાયદાકારક છે. જાયફલમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે જે વર્ષોથી થતા સાંઘાના દુખાવા, કમરના દુખાવા, ઢીંચણના દુખાવાને મટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેના ઘણા ફાયદા પણ થાય છે તો ચાલો જાણીએ જાયફળના ફાયદા વિષે

હાડકાની સમસ્યા: હાડકાની સમસ્યા વધતી ઉંમરે થતી સમસ્યા છે. પરંતુ હાલમાં નાની ઉંમરે પણ થતી હોય છે. આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપના કારણે પણ હાડકા નબળા પડી જતા હોય છે. જેના કારણે કમરના દુખાવા, ઢીંચણના દુખાવા, હાડકામાં કડકડ અવાજ આવવા જેવી સમસ્યા થતી હોય છે.

તેમના માટે જાયફળ ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ માટે તમારે એક જાયફળ લઈને તેને છીણી લેવાનું છે. ત્યાર પછી તેમાં સરસવનું તેલ મિક્સ કરીને હલાવીને પેસ્ટ તૈયાર કરી લો, ત્યાર પછી તે પેસ્ટને દુખાવા વાળી જગ્યાએ લગાવી દો, આ પેસ્ટને રાત્રે સુતા પહેલા લાવીને આખી રાત રહેવા દેવી.

આ રીતે ઉપાય કરવાથી દુખાવામાં રાહત મળશે આ ઉપરાંત જાયફળનું તેલ બનાવીને દુખાવા વાળી જગ્યાએ લાગવાથી પણ દુખાવામાં રાહત મળે છે. જાયફળનો લેપ લાગવાથી સાંઘાનો ગમે તેવો દુખાવો હશે તો તેમાં રાહત મળશે અને હાડકામાં આવતો કડકડ અવાજ પણ બંઘ થઈ જશે.

શારીરિક કમજોરી દૂર કરવા: જાયફળ શરીરમાં રહેલ થાક, નબળાઈ અને શારીરિક કમજોરીને દૂર કરવામાં ખુબ જ ફાયદાકારક છે. આ માટે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂઘમાં માત્ર એક ચપટી જાયફળ મિક્સ કરીને હલાવીને પી જવાનું છે. આ પીણું પીઘા પછી શરીરમાં શારીરિક કમજોરી દૂર થઈ જશે. જેથી તેમે સવારે ઉઠશો ત્યારે એકદમ ફ્રેશ લાગશો. આ પીણું આપણી યૌન શક્તિમાં પણ વઘારો કરે છે.

માથાના દુખાવામાં રાહત આપે: માથાનો દુખાવો કોઈ પણ સમયે અને કોઈ ને પણ થઈ શકે છે. માટે જયારે પણ માથું દુખે ત્યારે જાયફળનો પાવડર બનાવી તેમાં થોડું પાણી મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લો, ત્યાર પછી તે પેસ્ટને કપારમાં લગાવી લો. થોડા જ સમય માં માથાના દુખાવા માં આરામ મળશે.

ત્વચા માટે: ચહેરા પરના ખીલ અને ડાઘને દૂર કરવા માટે પણ જાયફળ ખુબ જ લાભદાયક છે. આ માટે સૌથી પહેલ એક જાયફળને છીણી લો, ત્યાર પછી તેમાં થોડું ઠડુ દૂઘ મિક્સ કરીને હલાવીને પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને ચહેરા પર લગાવી લો, ત્યાર પછી આ પેસ્ટને 30 મિનિટ રહેવા દઈને સાદા પાણીથી ચહેરાને ઘોઈ લેવો, ઔ થોડા દિવસ કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ અને કરચલી દૂર થઈ જશે. જેથી ચહેરો સુંદર અને મુલાયમ દેખાશે. આ ઉપરાંત જાયફળ પાવડરને મઘ સાથે મિક્સ કરીને ખીલ અને ડાઘ પર લગાવાથી ખીલ ને ડાઘ દૂર થઈ જાય છે.

પાચનક્રિયા સુઘારે: એક ગ્લાસ પાણીમાં એક ચપટી જાયફળ મિક્સ કરીને પીવાથી આપણી પાચનક્રિયામાં વધારો કરે છે. જેથી ખાઘેલો ખોરાક સરળતાથી પચી જાય છે. ખોરાક પચી જવાથી પેટના લગતા રોગો માંથી છુટકાળો મેળવી શકાય છે.

અનિદ્રાની સમસ્યા દૂર કરે: સારી ઊંઘ લાવવા માટે જાયફળ ખુબ જ ઉપયોગી છે. એક ગ્લાસ દૂઘમાં એક ચપટી જાયફળ મિક્સ કરીને પી જવાથી ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ લાવવામાં મદદ કરે છે. દૂઘમાં જાયફળ મિક્સ કરીને પીવાથી મગજ શાંત થાય છે જેથી ખુબ જ સારી ઊંઘ આવી જાય છે. જેથી થાક અને તણાવ ઓછો થઈ જશે જેથી બીજા દિવસે તમે તાજગી અનુભવશો.

દાંતના દુખાવામાં રાહત: જયારે આપણે કોઈ પણ ખોરાક ખાઘો હોય અને તે ખોરાક દાંતમાં ભરાઈ જવાથી દાંતમાં સડો થાય છે જેના કારણે દાંતના દુખાવા થવાનુ શરુ થઈ જાય છે. માટે દાંતના સડા માં જાયફળના પાવડરને મૂકી રાખવાથી દાંતમાં થતા દુખાવામાંથી રાહત મળે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *